Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વડોદરા મનપાની ઢોર પાર્ટીની ટીમ પર હુમલો:રખડતી ગાયો પકડવા જતા ગૌ પાલકોએ ઝપાઝપી કરી, સુપરવાઇઝરને જાનથી મારી નાખવાની ધમકી

    1 week ago

    વડોદરા મહાનગરપાલિકાની ઢોર ડબ્બા શાખાની ટીમ રખડતી ગાયો પકડવાની કામગીરી દરમિયાન ફરી વિવાદમાં આવી છે. બાપોદ પોલીસ સ્ટેશન પાછળ જાહેર માર્ગ પર રખડતી બે ગાયોને કોર્ડન કર્યા બાદ કેટલાક શખ્સોએ ટીમ સાથે ઝપાઝપી કરી ગાયો છોડાવી લઈ ગયાનો પ્રયાસ કર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ઘટનાને પગલે બાપોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. જાહેર માર્ગ પર રખડતી બે ગાયોને પકડી કોર્ડન કરી વડોદરા શહેરના ખોડીયારનગર રોડ સ્થિત વૈકુંઠ સોસાયટીમાં રહેતા અને વડોદરા મહાનગરપાલિકાના દબાણ અને સિક્યુરિટી વિભાગ હેઠળની ઢોર ડબ્બા શાખામાં સુપરવાઇઝર તરીકે ફરજ બજાવતા શશીકાંત રામશુભમ શર્માએ બાપોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ તેઓ તેમની ટીમ સાથે બપોરના સમયે બાપોદ પોલીસ સ્ટેશન પાછળના જાહેર માર્ગ પર રખડતી બે ગાયોને પકડી કોર્ડન કરવાની કામગીરી કરી રહ્યા હતા. સુપરવાઈઝર સાથે ઝપાઝપી અને જાનથી મારી નાખવાની ધમકી ટીમ ગાયોને બાપોદ પોલીસ લાઈન સામે આવેલા ખુલ્લા મેદાન તરફ લઈ જઈ રહી હતી, ત્યારે ભનુ ભરવાડ નામનો વ્યક્તિ અને તેની સાથેનો અન્ય એક શખ્સ ત્યાં પહોંચ્યા હતા. ફરિયાદ મુજબ બંનેએ ટીમના ગાર્ડોને ગંદી ગાળો આપી ગાયો છોડાવવાનો પ્રયાસ કર્યો હતો. સુપરવાઇઝર શશીકાંત શર્મા તેમને સમજાવવા જતા તેમની સાથે પણ ઝપાઝપી કરવામાં આવી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. બંને શખ્સો સામે પોલીસ ફરિયાદ ઘટના દરમિયાન બંને શખ્સોએ ટીમના અન્ય સભ્યો સાથે પણ ઉગ્ર વર્તન કર્યું હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. આ હંગામા વચ્ચે કોર્ડન કરાયેલી ગાયો છટકી ગઈ હતી અને આરોપીઓ તેને લઈ ગયા હોવાનું પણ ફરિયાદમાં નોંધાયું છે. બાપોદ પોલીસે ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    વડોદરાના પૂર્વ વિસ્તારની ડઝનબંધ સોસાયટીઓમાં પાણીનો કકળાટ:કેટલાક વિસ્તારમાં તો સવારે વપરાશ માટેનું પણ પાણી નહીં, અધિકારીઓના મતે સબ સલામત
    Next Article
    અધિકમાસમાં સંતવાણી:સંતાનોને સંપત્તિ સાથે સંસ્કાર આપો: સાધુ પ્રેમવત્સલદાસજી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment