Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ફોલોઓન રમી રહેલી અફઘાનિસ્તાને ત્રીજી વિકેટ ગુમાવી:પહેલી ઇનિંગમાં ફિફ્ટી ફટકારનાર રહેમત શાહ આઉટ; સિરાજ-કુલદીપ-સુંદરને વિકેટ મળી

    1 week ago

    ટીમ ઈન્ડિયાએ ન્યૂ ચંદીગઢ ટેસ્ટમાં અફઘાનિસ્તાનને ફોલોઓન રમવા માટે મજબૂર કરી દીધું છે. બીજી ઇનિંગ્સમાં અફઘાન ટીમનો સ્કોર 93/3 છે. ટીમ તરફથી સેદીકુલ્લાહ અટલ અને હશમતુલ્લાહ શાહિદી ક્રિઝ પર છે. આજે મેચના ત્રીજા દિવસે અફઘાનિસ્તાને 113/5ના સ્કોરથી આગળ રમવાનું શરૂ કર્યું હતું અને ટીમ 152 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. આ રીતે ટીમ ઈન્ડિયાને પહેલી ઇનિંગ્સમાં 412 રનની લીડ મળી હતી. રહેમત શાહે સૌથી વધુ 60 રન બનાવ્યા હતા. ઈન્ડિયન ટીમ તરફથી ડેબ્યૂ મેચ રમી રહેલા માનવ સુથારે 6 વિકેટ ઝડપી હતી. પ્રસિદ્ધ ક્રિષ્નાને 3 વિકેટ મળી હતી. ભારતીય ટીમે પોતાની પહેલી ઇનિંગ્સ 564/8ના સ્કોર પર ડિક્લેર કરી હતી. બન્ને ટીમની પ્લેઇંગ-11 ભારત (IND): કેએલ રાહુલ, યશસ્વી જયસ્વાલ, સાઈ સુદર્શન, શુભમન ગિલ (કેપ્ટન), રિષભ પંત (વિકેટકીપર), ધ્રુવ જુરેલ, વોશિંગ્ટન સુંદર, માનવ સુથાર, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ અને પ્રસિદ્ધ ક્રિષ્ના. અફઘાનિસ્તાન (AFG): સેદીકુલ્લાહ અટલ, રહેમાનુલ્લાહ ગુરબાઝ, અબ્દુલ મલિક, રહેમત શાહ, હશમતુલ્લાહ શાહિદી (કેપ્ટન), અફસાર ઝાઝાઈ (વિકેટકીપર), અઝમતુલ્લા ઓમરઝાઈ, શરાફુદ્દીન અશરફ, નાંગેલિયા ખરોટે, ઝિયાઉર રહેમાન શરીફી અને મોહમ્મદ સલીમ સફી.
    Click here to Read More
    Previous Article
    Dharmendra Pradhan के खिलाफ Abhijeet Dipke का एलान | Cockroach Janta Party | CJP | Jantar Mantar
    Next Article
    ભાજપ સામે 23 વિપક્ષી દળ ભેગા થયા:શરદ પવારે કહ્યું- એકજુથ રહેવું જરૂરી, I.N.D.I.A.ની બેઠકમાં સોનિયા,રાહુલ, મમતા, અખિલેશ હાજર

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment