Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પત્નીના આડાસંબંધની શંકાએ પડોશીએ પતિનો કાન કાપ્યો:વ્યારાના પાનવાડી ગામે જીવલેણ હુમલો, પોલીસ કાર્યવાહી

    1 week ago

    તાપી જિલ્લાના વ્યારા તાલુકાના પાનવાડી ગામે પત્નીના આડાસંબંધની શંકાએ એક પડોશીએ યુવાન પર હુમલો કર્યો હતો. આ હુમલામાં યુવાનનો ડાબો કાન કપાઈ ગયો હતો. પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ફરિયાદી કાનાભાઈ જીવણભાઈ ભરવાડ (ઉંમર 34) એ વ્યારા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ, તેમને શંકા હતી કે તેમની પત્નીના ઘરની બાજુમાં રહેતા નાજાભાઈ ખેતાભાઈ ભરવાડ સાથે આડાસંબંધ છે. આ બાબતે વાતચીત કરવા માટે ગત 6 જૂન, 2026ના રોજ રાત્રે આશરે 8:30 વાગ્યે કાનાભાઈ તેમના કાકા અને અન્ય કુટુંબીજનો સાથે નાજાભાઈના ઘરે ગયા હતા. નાજાભાઈના ઘરે પહોંચતા જ આરોપી નાજાભાઈ ઉશ્કેરાઈ ગયા હતા. તેમણે કાનાભાઈને જાનથી મારી નાખવાની ધમકી આપી અને હાથમાં રહેલા શેરડી કાપવાના કોયતા વડે હુમલો કર્યો. કાનાભાઈએ બચવાનો પ્રયાસ કર્યો, પરંતુ કોયતાનો ઘા તેમના ડાબા કાન પર વાગ્યો, જેના કારણે કાન કપાઈ ગયો અને તે લોહીલુહાણ હાલતમાં લટકતો થઈ ગયો. ત્યાં હાજર અન્ય લોકોએ વચ્ચે પડી કાનાભાઈને વધુ મારથી બચાવ્યા હતા. આ ઘટના બાદ કાનાભાઈને તાત્કાલિક સારવાર માટે પ્રથમ વ્યારા જનરલ હોસ્પિટલ અને ત્યારબાદ સુરતની યુનિવર્સલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. સુરતમાં તેમના કાનનું ઓપરેશન કરવામાં આવ્યું હતું. વ્યારા પોલીસ સ્ટેશનમાં આરોપી નાજાભાઈ ખેતાભાઈ ભરવાડ વિરુદ્ધ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ 109(1), 118(1), 351(3) અને જી.પી.એ એક્ટની કલમ 135 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. આ કેસની વધુ તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર જે.એન. જોશી ચલાવી રહ્યા છે.
    Click here to Read More
    Previous Article
    'બાબા બાગેશ્વરે હુંકાર કરતા જ મહિલા-પુરુષો ધુણ્યા':રાજકોટમાં ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબારમાં જાહેરમાં ભૂત-પ્રેત કાઢવાના નામે અંધશ્રદ્ધા ફેલાવતા દૃશ્યો, પીપળીયાએ સુઓમોટોની માગ કરી
    Next Article
    Bageshwar Dham Rajkot | રાજકોટમાં બાગેશ્વરધામના દિવ્ય દરબારનું આયોજન કરાયું | Gujarati Samachar

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment