Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પરિણીત જીવન પર આર. માધવનનો પ્રકાશ!:કહ્યું- હું ડરપોક મદ્રાસી મિડલ ક્લાસ માણસ છું, એટલે પત્ની પ્રત્યે હંમેશા વફાદાર રહ્યો

    1 week ago

    એક્ટર આર. માધવન અને તેની પત્ની સરિતાએ તાજેતરમાં તેના લગ્નની 27મી વર્ષગાંઠની ઉજવણી કરી છે. આ પ્રસંગે માધવનનો એક જૂનો ઇન્ટરવ્યૂ ચર્ચામાં છે, જેમાં તેણે તેના સફળ લગ્નજીવન અને વફાદારી વિશે ઘણા ખુલાસા કર્યા છે. ઈ-ટાઈમ્સને આપેલા ઇન્ટરવ્યૂમાં માધવને જણાવ્યું કે ફિલ્મ ઇન્ડસ્ટ્રીની સુંદર એક્ટ્રેસ સાથે કામ કર્યા પછી પણ તે હંમેશા તેની પત્ની પ્રત્યે વફાદાર રહ્યા. તેણે પોતાને એક 'ડરપોક મદ્રાસી મધ્યમ વર્ગનો' માણસ ગણાવ્યો જે આખો દિવસ કામ કર્યા પછી ઘરે પાછા ફરીને પત્ની સાથે સમય વિતાવવાને પ્રાધાન્ય આપે છે. પત્ની સરિતાને જીવનનો સૌથી મોટો આધાર ગણાવ્યો આર. માધવને ઇન્ટરવ્યુમાં જણાવ્યું કે તે દુનિયામાં સૌથી વધુ પ્રેમ પોતાની પત્ની સરિતાને કરે છે. સરિતા તેને સંપૂર્ણપણે સમજે છે અને હંમેશા જમીન સાથે જોડાયેલા રહેવામાં મદદ કરે છે. માધવનના મતે, સરિતા તેમના માતા-પિતા, પુત્ર વેદાંત અને તેના પૈસા (ફાઇનાન્સ)નું સંપૂર્ણ ધ્યાન રાખે છે. તે માધવનને એક સારો એક્ટર બનવા માટે સંપૂર્ણ સ્વતંત્રતા આપે છે. માધવને કહ્યું કે તે ખૂબ નસીબદાર છે કે સરિતા તેના જીવનમાં છે કારણ કે તે કોઈ પણ શ્રેયની અપેક્ષા રાખ્યા વિના પરિવાર માટે ખૂબ મહેનત કરે છે. વફાદાર રહેવું પારિવારિક સંસ્કારનો ભાગ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એક્સ્ટ્રા મેરિટલ અફેર્સ પર વાત કરતા માધવને કહ્યું કે વફાદાર રહેવું તેમના માટે ખૂબ જ સરળ અને સ્વાભાવિક રહ્યું છે. તેણે તેને પોતાના પારિવારિક સંસ્કારો સાથે જોડ્યું. માધવને પોતાના પરિવાર સાથે જોડાયેલો એક કિસ્સો શેર કરતા જણાવ્યું કે તેનો આખો પરિવાર અંતિમ સમય સુધી જમશેદજી ટાટા પ્રત્યે એટલો વફાદાર હતો કે ઘરમાં ભગવાનની મૂર્તિઓ સાથે ટાટાની ફોટો પર પણ માળા ચઢાવવામાં આવતી હતી. તેથી તેના માટે બેવફા થવું પોતાની પારિવારિક પરંપરા વિરુદ્ધ જવા જેવું છે. પોતાને ડરપોક મદ્રાસી મધ્યમ વર્ગનો માણસ ગણાવ્યો માધવને ખુલ્લેઆમ સ્વીકાર્યું કે તે સુંદર છોકરીઓ પ્રત્યે આકર્ષિત થાય છે, પરંતુ અંતે તે પોતાના ઘરે પાછા ફરવાનું જ પસંદ કરે છે. તેણે કહ્યું, 'હું એક ડરપોક મદ્રાસી મધ્યમ વર્ગનો માણસ છું. સુંદર છોકરીઓ મને ગમે છે, પરંતુ હું બહાર રહેવાનું કોઈ બહાનું બનાવવાની જગ્યાએ ઘરે જઈને પત્ની સાથે બેસવાનું વધુ સારું સમજું છું.' માધવને જણાવ્યું કે તેમના સંબંધમાં શરૂઆતથી જ પારદર્શિતા રહી છે. તેનો મોબાઈલ ફોન અને બેંક ખાતું હંમેશા તેની પત્ની પાસે જ રહે છે. ડિરેક્ટર મણિરત્નમની સલાહે કામ કર્યું માધવને પ્રખ્યાત ફિલ્મ ડિરેક્ટર મણિરત્નમની એક સલાહનો પણ ઉલ્લેખ કર્યો, જે તેમના વૈવાહિક જીવનમાં ખૂબ કામ આવી. મણિરત્નમે તેમને કહ્યું હતું કે જ્યારે સંબંધ સારો ચાલી રહ્યો હોય, ત્યારે તેને વારંવાર એ જોવા માટે ટેસ્ટ ન કરવો જોઈએ કે પાર્ટનર તેને કેટલો પ્રેમ કરે છે. ઘણીવાર કારણ વગરની પરખ કરવાથી જ સંબંધો બગડી જાય છે. માધવને આ સલાહ માની. જ્યારે તે તમિલ સિનેમાનો સ્ટાર બન્યો અને તેની ફીમેલ ફેન ફોલોઈંગ વધી, ત્યારે તેણે સૌથી પહેલા પોતાના પરિણીત હોવાની જાહેરાત કરી હતી. તે પોતાના ફેન્સના પત્રો પણ સરિતા સાથે મળીને જ ખોલતો હતો.
    Click here to Read More
    Previous Article
    ઓલટાઇમ હાઈથી પોણા 2 લાખ ઘટી ચાંદી:આજે 15 હજારથી ઘટીને ₹2.41 લાખ પ્રતિ કિલો પર આવી, 8 દિવસમાં 22 હજાર ઘટ્યા, સોનાનો ભાવ પણ તૂટ્યો
    Next Article
    ઈરાન-ઈઝરાયલમાં 2 મહિના પછી ફરી યુદ્ધ:ઈરાને તેલ અવીવ પર મિસાઈલો છોડી, ઈઝરાયલે તેહરાન-તબરીઝને ટાર્ગેટ કર્યા; ભારતે નાગરિકોને ઈરાન છોડવા કહ્યું

    Related Entertainment Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment