Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બોટાદ મુક્તિધામમાં પક્ષીઓ માટે સોલાર પાણી પરબ:જાયન્ટ્સ ગ્રુપ ઓફ બોટાદ સાહેલી દ્વારા સ્થાપિત, હરેશભાઈ અંબાસણા પરિવારે ભેટ આપ્યું

    1 week ago

    બોટાદ મુક્તિધામ પરિસરમાં પક્ષીઓ માટે સોલાર સંચાલિત પાણીનું પરબ સ્થાપિત કરવામાં આવ્યું છે. જાયન્ટ્સ ગ્રુપ ઓફ બોટાદ સાહેલી દ્વારા સ્વ. શાંતાબેન જગજીવનદાસ ગોરેચાના સ્મરણાર્થે હરેશભાઈ અંબાસણા પરિવાર (ગઢડા સ્વામીના)ના સૌજન્યથી આ પરબ મુક્તિધામને ભેટ મળ્યું છે. બોટાદ મુક્તિધામ, જે ગુજરાતનું ગૌરવરૂપ હરિયાળું તીર્થધામ છે, તેનું નિર્માણ જાયન્ટ્સ ગ્રુપ ઓફ બોટાદ સંસ્થાના સ્વપ્નદ્રષ્ટા સી.એલ. ભીકડીયાના અથાગ પરિશ્રમ અને વિવિધ સમાજ સંસ્થાઓ તથા શહેરીજનોના સહકારથી થયું છે. આ સોલાર યુક્ત પાણીના પરબથી પક્ષીઓને ગરમીમાં ઠંડું પાણી મળી રહેશે, જેનાથી તેમને હાશકારો અનુભવાશે. આ પહેલ 'જીવદયા એ જ પ્રભુ સેવા'ના સૂત્રને સાર્થક કરે છે. આ લોકાર્પણ પ્રસંગે મુક્તિધામના પ્રણેતા અને જાયન્ટ્સ ફેડરેશન ઓફિસર સી.એલ. ભીકડીયા, ફેડરેશન ઓફિસર હરેશભાઈ અંબાસણા, બોટાદ જાયન્ટ્સ સાહેલીના પ્રમુખ હેમલતાબેન દેસાઈ, મીનાબેન બદ્રકીયા, સોનલબેન આદેસરા, બેલાબેન રાજેસરા, આશાબેન રાજગોર, નીતાબેન લખાણી, રૂપાબેન પરમાર ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત, જાયન્ટ્સ ગ્રુપ ઓફ ગઢડાના મહેશભાઈ પટેલ, સુરેશભાઈ વાઘેલા, કનુભાઈ બોરીચા, ભાવેશભાઈ ભીકડીયા, રાજુભાઈ વાઘેલા, ભરતભાઈ ચાવડા, જયેશભાઈ રાજ્યગુરુ, અશોકભાઈ ડેરવાળીયા અને રણજીતભાઈ બોરીચા સહિતના મહાનુભાવો પણ હાજર રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    રાજ્યસભા માટે ભાજપના મૂરતિયા આજે વિજય મુહૂર્તમાં ઉમેદવારી નોંધાવશે:મુખ્યમંત્રી ઉપસ્થિત રહેશે, ઉલટફેર ન થાય તો ચારેય બેઠક પર ભાજપની જીત નિશ્ચિત
    Next Article
    જન્માષ્ટમીએ દ્વારકાધીશને એલઆર પરિવારનો છપ્પન ભોગ મનોરથ:અધિક માસના શુભ સંયોગે મહાપ્રસાદ, વૈષ્ણવજનોને આમંત્રણ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment