Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જુવાનજોધ પુત્રનો મૃતદેહ જોઈ માતા-પિતાનું હૈયાફાટ રુદન:હરણી ગદા સર્કલ પાસે હિટ એન્ડ રનમાં યુવકનું મોત, માસના લોચા રોડ પર વિખેરાયા

    1 सप्ताह पहले

    વડોદરા શહેરના હરણી ગદા સર્કલ પાસે એક હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. એક અજાણ્યા વાહનચાલકે બાઇક લઈને પસાર થઈ રહેલા 25 વર્ષીય યુવકને જોરદાર ટક્કર મારીને ફરાર થઈ ગયો હતો. આ અકસ્માતમાં યુવકને માથા તેમજ શરીરના ભાગે એટલી ગંભીર ઇજાઓ થઈ હતી કે તેનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું. હરણી પોલીસે આ મામલે અકસ્માતે મોતનો ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે. પરિવારના કુળદીપકના મોતથી રાવળ પરિવારમાં માતમ પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે મૃતક યુવકનું નામ સંજય મહેશભાઈ રાવળ (ઉં.વ. 25) હતું. અકસ્માત એટલો ભયાવહ હતો કે યુવકના શરીરના અંગો રોડ પર વિખેરાઈ ગયા હતા. અકસ્માત સર્જાતા જ આસપાસના સ્થાનિક લોકો અને રાહદારીઓ દોડી આવ્યા હતા અને તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. હરણી પોલીસે ઘટનાસ્થળે પહોંચીને યુવકના મૃતદેહનો કબજો મેળવ્યો હતો અને તેને પોસ્ટમોર્ટમ અર્થે સયાજી હોસ્પિટલમાં ખસેડ્યો હતો. શેઠના બંગલે પિતાને ફોન આવ્યો- 'તમારા દીકરાનો અકસ્માત થયો છે' મૃતકના પિતા મહેશભાઈ મોહનભાઈ રાવળ દ્વારા પોલીસમાં નોંધાવવામાં આવેલી ફરિયાદ અનુસાર, તેઓ મૂળ સેવાસી વિસ્તારમાં આવેલા વેદાંત વિલા સામેના વિસ્તારમાં પરિવાર સાથે રહે છે અને મજૂરી કામ કરીને પોતાનું જીવન-ગુજરાન ચલાવે છે. અકસ્માત સમયે તેઓ પોતાના શેઠના બંગલે કામ પર હાજર હતા, ત્યારે અચાનક ફોન આવ્યો કે સંજયનો અકસ્માત થયો છે અને તેનું મોત નીપજ્યું છે, જેથી તાત્કાલિક ગદા સર્કલ પહોંચો. પુત્રની લાશ જોઈ પિતાના પગ નીચેથી જમીન સરકી ગઈ પુત્રના અકસ્માતના સમાચાર મળતા જ મહેશભાઈ તેમની પત્ની દક્ષાબહેન સાથે તાબડતોબ હરણી ગદા સર્કલ ખાતે પહોંચ્યા હતા. ત્યાં પોલીસ અને લોકોના ટોળા વચ્ચે પોતાના જુવાનજોધ દીકરાની લોહીલુહાણ લાશ જોઈને માતા-પિતાના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. પુત્રને ગુમાવી બેસતા માતા દક્ષાબહેન અને પિતાએ ઘટનાસ્થળે જ હૈયાફાટ આક્રંદ અને વિલાપ શરૂ કર્યો હતો, જેને જોઈને ત્યાં હાજર લોકોની આંખો પણ ભીની થઈ ગઈ હતી. અજાણ્યા વાહન ચાલકની બેદરકારીએ એક ગરીબ પરિવારના કુળદીપકને બુઝાવી દીધો છે, ત્યારે પોલીસે આસપાસના સીસીટીવી ફૂટેજના આધારે ફરાર વાહનચાલકની શોધખોળ શરૂ કરી છે.
    Click here to Read More
    Previous Article
    વેકેશન બાદ વિદ્યાર્થીઓના કિલ્લોલથી વર્ગખંડો ગુંજ્યાં:કંકુ તિલક-મોઢું મીઠું કરાવી સ્વાગત, ભૂલકાઓ રડ્યા; ગરમીને લઈ સ્કૂલોમાં વિશેષ વ્યવસ્થા
    Next Article
    નવા શૈક્ષણિક સત્ર સાથે વાલીઓ પર તોળાતો ભાવ વધારો:સ્કૂલ રિક્ષા-વાનના ભાડામાં વધારો નક્કી, સ્કૂલ વર્ધી એસોસિએશનની બેઠકમાં કેટલા ટકા ભાવ વધારો કરવો તેને લઈને નિર્ણય લેવાશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment