Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરેન્દ્રનગરનો ટાગોરબાગ રાત્રિના સમયે બન્યો આકર્ષણનું કેન્દ્ર:વેકેશનમાં રંગબેરંગી રોશની, પ્લે-એરિયા અને વોકિંગ ટ્રેકથી ઉમટી ભીડ

    6 days ago

    સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા વિકસાવવામાં આવેલો ટાગોરબાગ હાલ વેકેશન દરમિયાન શહેરીજનો માટે મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. ઉનાળાની ગરમી બાદ રાત્રિના સમયે ઠંડક અને મનોરંજન માટે મોટી સંખ્યામાં લોકો પરિવાર સાથે બાગની મુલાકાત લઈ રહ્યા છે. મહાનગરપાલિકાએ ટાગોરબાગને નવો દેખાવ આપ્યો છે. બાગની ફરતે દીવાલો પર કલાત્મક પેઇન્ટિંગ કરવામાં આવ્યું છે. સમગ્ર ગાર્ડનમાં ગોઠવવામાં આવેલી આકર્ષક રોશની રાત્રિના વાતાવરણને આહલાદક બનાવે છે. વૃક્ષો પર લપેટાયેલી એલ.ઈ.ડી. લાઈટો અને પાણીમાં પડતો તેનો પ્રકાશ રાત્રિના દ્રશ્યોને વધુ મનમોહક બનાવે છે. આ બાગ બાળકો અને વડીલો બંને માટે મનપસંદ સ્થળ બન્યો છે. બાળકો હિંચકા, લપસણી અને અદ્યતન ઓપન જિમના સાધનો પર આનંદ માણે છે. યુવાનો અને વડીલો માટે ખાસ બનાવેલા પેવર બ્લોકવાળા વોકિંગ ટ્રેક પર લોકો મોડી રાત સુધી ચાલવાનો અને પ્રકૃતિનો આનંદ લે છે. સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા પૂરી પાડવામાં આવેલી આ સુવિધાને કારણે શહેરીજનોને સ્થાનિક સ્તરે જ એક સુંદર અને રમણીય હરવા-ફરવાનું સ્થળ મળ્યું છે. તેનો લાભ નાના બાળકોથી લઈને વડીલો સુધી સૌ કોઈ ઉત્સાહભેર લઈ રહ્યા છે.
    Click here to Read More
    Previous Article
    પતરા કાપી અડધા કલાકની જહેમત બાદ બસ ડ્રાઇવરને બહાર કઢાયો:હિંમતનગરમાં અજાણ્યા વાહન પાછળ ખાનગી બસ ધડાકાભેર અથડાઈ; 15 ઇજાગ્રસ્ત, ડ્રાઇવરની હાલત ગંભીર
    Next Article
    Suryakumar Yadav's Social Media Wipe Triggers Mumbai Indians Exit Rumours

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment