Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજપુરમાં ત્રણ દિવસીય પ્રીમિયર લીગ સંપન્ન:પ્રિન્સ સુપર કિંગ વિજેતા, પ્રતીક પરાક્રમી ઇલેવનને હરાવી ટ્રોફી જીતી; ખેલાડીઓને સન્માનિત કરાયા

    1 week ago

    પાટણ તાલુકાના રાજપુર ગામે સ્થાનિક પાટીદાર સમાજના યુવાનો દ્વારા આયોજિત ત્રણ દિવસીય 'રાજપુર પ્રીમિયર લીગ' ક્રિકેટ ટૂર્નામેન્ટ સંપન્ન થઈ છે. આ સ્પર્ધામાં પ્રિન્સ સુપર કિંગની ટીમે પ્રતીક પરાક્રમી ઇલેવનને હરાવીને વિજેતા ટ્રોફી જીતી હતી. આ ટૂર્નામેન્ટમાં રાજપુર ગામ સહિત પાટણ, અમદાવાદ અને અંકલેશ્વર ખાતે રહેતા પાટીદાર સમાજના યુવાનોની કુલ 8 ટીમોએ ભાગ લીધો હતો. રાજપુર ગામના પાટીદાર સમાજના યુવાનોને એકમંચ પર લાવવા અને રમતગમતની પ્રવૃત્તિને પ્રોત્સાહન આપવાના હેતુથી આ ક્રિકેટ પ્રીમિયર લીગનું આયોજન કરાયું હતું. સ્પર્ધામાં પ્રિન્સ સુપર કિંગ, ભોપા ભડાકા, ધવલ ધુરંધર, દેવ લેજેન્ડ્સ, એકે રોયલ્સ, પ્રતિક પરાક્રમ, ભોળો ભયંકર અને રિંકેશ રોયલ નામની કુલ 8 ટીમો વચ્ચે લીગ મેચો રમાઈ હતી. ટૂર્નામેન્ટની ફાઇનલ મેચ પ્રિન્સ સુપર કિંગ અને પ્રતીક પરાક્રમી ઇલેવન વચ્ચે યોજાઈ હતી. ફાઇનલ મેચમાં પ્રથમ બેટિંગ કરતા પ્રતીક પરાક્રમી ઇલેવને નિર્ધારિત 8 ઓવરમાં 92 રન બનાવ્યા હતા. જેના જવાબમાં પ્રિન્સ સુપર કિંગની ટીમે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરતા માત્ર 6.1 ઓવરમાં 95 રન બનાવીને જીત મેળવી ટૂર્નામેન્ટની વિજેતા ટ્રોફી પોતાના નામે કરી હતી. ટૂર્નામેન્ટના સમાપન પ્રસંગે પુરસ્કાર વિતરણ સમારોહ યોજાયો હતો. આ પ્રીમિયર લીગમાં આર્થિક સહયોગ આપનાર દાતાઓના હસ્તે વિજેતા ટીમને ચમકતી ટ્રોફી અને રનર્સ અપ બનેલી ટીમને રનર્સ ટ્રોફી એનાયત કરવામાં આવી હતી. આ ઉપરાંત સમગ્ર ટૂર્નામેન્ટ દરમિયાન શ્રેષ્ઠ પ્રદર્શન કરનારા ખેલાડીઓને બેસ્ટ બેટ્સમેન, બેસ્ટ બોલર અને મેન ઓફ ધ મેચના મોમેન્ટો આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. આયોજક સમિતિ દ્વારા રમતગમતના આ મહોત્સવમાં આર્થિક યોગદાન આપનાર તમામ દાતાઓનું પણ વિશેષ બહુમાન કરાયું હતું. આ ત્રણ દિવસીય ક્રિકેટ મેચોને નિહાળવા માટે રાજપુર ગામના ગ્રામજનો, ખેલાડીઓના પરિવારના સભ્યો તેમજ પાટણ અને આજુબાજુના ગામોમાંથી મોટી સંખ્યામાં રમતપ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    ચોમાસું 12 રાજ્યોમાં પહોંચ્યું:MP-યુપીમાં વરસાદ, રાજસ્થાનમાં કરા પડ્યા; દિલ્હી એરપોર્ટ પર ભારે પવન અને વરસાદને કારણે એર ઇન્ડિયાના 3 વિમાનને નુકસાન થયું
    Next Article
    Will Crown Prince & Euro winner Lamine Yamal succeed King Messi at World Cup

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment