Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વેકેશન બાદ શાળાઓ ખુલતાં વિદ્યાર્થીઓના કિલ્લોલથી વર્ગખંડો ગુંજી ઊઠ્યા:બાળકોનું તિલક કરી સ્વાગત, ભૂલકાઓ રડતા નજરે પડ્યાં; ગરમીને ધ્યાને રાખી સ્કૂલોમાં વિશેષ વ્યવસ્થા

    1 week ago

    રાજ્યભરમાં ઉનાળુ વેકેશન પૂર્ણ થતાંની સાથે જ આજરોજ, 8 જૂનને સોમવારથી તમામ સરકારી, અર્ધ-સરકારી અને ખાનગી શાળા-કોલેજોમાં શૈક્ષણિક વર્ષ 2026-27નો વિધિવત પ્રારંભ થઈ ગયો છે. છેલ્લા બે મહિનાથી શાંત પડેલા શાળાઓના પરિસર અને વર્ગખંડો ફરી એકવાર વિદ્યાર્થીઓની ભીડ અને કિલ્લોલથી જીવંત બન્યા છે. નવા શૈક્ષણિક સત્રના પ્રથમ દિવસે વિદ્યાર્થીઓ અને શિક્ષકોમાં એક અનોખો ઉત્સાહ, ઉમંગ અને નવી આશાઓનો માહોલ જોવા મળ્યો હતો. ગુજરાતભરમાં આજે અંદાજીત લાખો વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર શાળાએ જઈને પોતાના નવા ધોરણના અભ્યાસની શરૂઆત કરી છે. ગરમીના માહોલ વચ્ચે વિદ્યાર્થીઓની સુરક્ષા અને સુવિધાને પ્રાથમિકતા હાલ રાજ્યભરમાં ગરમીનો પ્રકોપ હોવા છતાં, વહીવટી તંત્ર તરફથી વેકેશન લંબાવવાની કોઈ અન્ય સૂચના ન મળતાં પૂર્વ નિર્ધારિત સમયપત્રક મુજબ જ નવું શૈક્ષણિક વર્ષ શરૂ કરવામાં આવ્યું છે. આ અસહ્ય ગરમીને ધ્યાનમાં રાખીને શાળાઓ દ્વારા વિદ્યાર્થીઓની સુરક્ષા અને સુવિધા માટે ખાસ આયોજન કરવામાં આવ્યું છે. શાળા સંચાલકો દ્વારા દરેક ક્લાસરૂમમાં પંખા, વેન્ટિલેશન અને વિદ્યાર્થીઓની બેઝિક જરૂરિયાતો પૂરતી રાખવા પર ભાર મુકાયો છે. આ ઉપરાંત, તીવ્ર ગરમીથી બચાવવા માટે સ્કૂલોમાં ઠંડા અને શુદ્ધ પીવાના પાણી માટે વોટર કુલર સહિતની વિશેષ વ્યવસ્થાઓ પણ ઊભી કરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    How Salim Kumar became a ‘billionaire’ through farming and won Mammootty’s admiration
    Next Article
    8 AM Gujarati News LIVE | 8 વાગ્યાના સૌથી મોટા સમાચાર | Gujarati Samachar | News18 Gujarati

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment