Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મંડે મેગા સ્ટોરી:મુન્દ્રા પોર્ટ હવે સીધું સાઉદી અને જીબુટી સાથે જોડાશે

    1 week ago

    ગુજરાત અને ભારતના આયાત-નિકાસ અને મેરીટાઇમ વેપાર માટે એક મોટા અને રાહતરૂપ સમાચાર સામે આવ્યા છે. સાઉદી પોર્ટ્સ ઓથોરિટીએ જાહેરાત કરી છે કે લાલ સમુદ્રમાં ચાલતી નવી સાઉથ રેડ સી શિપિંગ સેવા હવે પશ્ચિમ સાઉદી અરેબિયાના જેદ્દાહ ઇસ્લામિક પોર્ટ સુધી લંબાવવામાં આવી છે. અમીરાત શિપિંગ લાઇન દ્વારા સંચાલિત આ નવો મેરીટાઇમ રૂટ હવે ગુજરાતના મુન્દ્રા પોર્ટને સીધું જેદ્દાહ પોર્ટ અને આફ્રિકાના જીબુટી પોર્ટ સાથે જોડશે. આ નવો રૂટ માત્ર એક ભૌગોલિક જાહેરાત નથી, પરંતુ ગુજરાતના સ્થાનિક ઉદ્યોગોથી લઈને વૈશ્વિક સપ્લાય ચેઇન માટે એક ‘ગેમચેન્જર’ સાબિત થઇ શકે છે. હાલમાં ગ્લોબલ શિપિંગ બેવડા પડકારોનો સામનો કરી રહ્યું છે. એક તરફ ‘સ્ટ્રેટ ઓફ હોર્મુઝ’ (અખાત) માં ઈરાન-ઈઝરાયેલ અને અન્ય કારણોસર ભારે અશાંતિ છે, તો બીજી તરફ લાલ સમુદ્ર (Red Sea) ના દક્ષિણ ભાગમાં હુથી બળવાખોરોના હુમલાનો ડર છે. આવી સ્થિતિમાં સાઉદી અરેબિયાનો આ નવો ‘વેસ્ટર્ન કોરિડોર’ (જેદ્દાહ રૂટ) એક રક્ષિત અને વ્યૂહાત્મક વિકલ્પ પૂરો પાડે છે. સાઉદી અરેબિયાના પશ્ચિમ કિનારે આવેલો આ માર્ગ પ્રમાણમાં વધુ સુરક્ષિત માનવામાં આવે છે. આ રૂટ રિયાધના ‘ગ્લોબલ લોજિસ્ટિક્સ હબ’ બનવાના માસ્ટરપ્લાનનો જ એક હિસ્સો છે. ગ્રાઉન્ડ-ઝીરો અસર: ગુજરાતના કયા ઉદ્યોગોને થશે સીધો ફાયદો? આ નવા ડાયરેક્ટ રૂટની સૌથી મોટી હકારાત્મક અસર ગુજરાતના MSME સેક્ટર પર પડશે નવા રૂટ માટે મુન્દ્રા પોર્ટની જ પસંદગી કેમ? > ફાસ્ટ રેલ એક્સેસ: અદાણી પોર્ટ્સ દ્વારા સંચાલિત મુન્દ્રા પોર્ટ ‘વેસ્ટર્ન ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર નામની હાઇ-સ્પીડ કાર્ગો ટ્રેન નેટવર્ક માટે ગેટવે સમાન છે. > NCR સુધી સીધી પહોંચ: SRS શિપિંગ સેવા મારફતે મુન્દ્રા પોર્ટ પર આવતો કાર્ગો સીધો અને ખૂબ જ ઝડપથી નેશનલ કેપિટલ રીજન (NCR) અને ઉત્તર ભારતના અન્ય ઔદ્યોગિક વિસ્તારોમાં પહોંચી શકશે. વૈશ્વિક મેરીટાઇમ ધોરણો મુજબની અત્યાધુનિક સુવિધાઓને કારણે જ મુન્દ્રાની પસંદગી થઈ છે. > શિપમેન્ટ ડેટા પોઇન્ટ: આ રૂટ પર ચાલનારા જહાજો અંદાજે 2,144 TEUs કાર્ગો વહન કરવાની ક્ષમતા ધરાવે છે. આ રૂટ પરનું પ્રથમ જહાજ ‘આન હૈ’ (An Hai) ગત 4 જૂનના રોજ મુન્દ્રાથી જીબુટી જવા રવાના થઈ ચૂક્યું છે.
    Click here to Read More
    Previous Article
    કૃષિ વ્યવસાય માટે ૨૨૨.૫૮ કરોડનું ભંડોળ એકત્ર કરાયું:સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયાએ ભુજમાં મેગા એગ્રિકલ્ચર ક્રેડિટ આઉટરીચ પ્રોગ્રામ યોજ્યો
    Next Article
    મામાદેવ મંદિરે ગૌશાળા લાભાર્થે કથામાં શ્રાવકો ઉમટ્યા:સંસારમાં કોઈપણ વસ્તુ કે મુકામ મેળવવો હોય તો એના માટે સખત પરિશ્રમ કરવો જ પડે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment