Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાસ્કર એક્સક્લુઝિવ:ડે. કમિશનર સહિત તમામ અધિકારી હવે ‘નેમ પ્લેટ’ સાથે ફિલ્ડમાં દેખાશે

    1 week ago

    વહીવટને વધુ પારદર્શક બનાવવા પાલિકા એક ક્રાંતિકારી પગલું ભરવા જઈ રહી છે. પાલિકાના ઇતિહાસમાં પહેલીવાર હવે તમામ અધિકારીઓ અને કર્મચારીઓ ફિલ્ડ વિઝિટમાં યુનિફોર્મ પર સત્તાવાર ‘નેમ પ્લેટ’ સાથે જોવા મળી શકે છે. પાલિકાના આ પોઝિટિવ અભિગમને કારણે સામાન્ય નાગરિકો અને અધિકારીઓ વચ્ચેનું અંતર ઘટશે અને ફિલ્ડ વર્કમાં ભારે સુધારો થશે તેવી ગણતરી છે. લોકો સંકોચ વગર અધિકારીઓને સમસ્યા કહી શકશે કમિશનર ફિલ્ડમાં ‘SMC કમિશનર’ લખેલી ટી-શર્ટ પહેરે છે. તેમનું માનવું છે કે, સામાન્ય નાગરિકો કમિશનરને ચહેરાથી ઓળખતા નથી. જ્યારે અધિકારીઓ આ રીતે જશે ત્યારે નાગરિકોને તરત જ ખબર પડશે કે તેઓ કોણ છે, જેથી લોકો સંકોચ વગર સીધી ઉચ્ચ અધિકારીઓને સમસ્યાઓ રજૂ કરી શકશે. આ પ્રયોગથી પાલિકાના વહીવટમાં શું મોટો ફાયદો થશે? ફિલ્ડમાં કયા વિસ્તારમાં કયા અધિકારી છે તેની ઓળખ સરળ બનતા કામની ગુણવત્તા અને જવાબદારી વધશે. ઘણીવાર વચેટીયા કે ખોટા તત્વો પાલિકાના અધિકારીનો સ્વાંગ રચી છેતરતા હોય છે. જ્યારે લોકો જોશે કે ક્લાસ-1 અધિકારીઓ પણ ઓળખ સાથે ગ્રાઉન્ડ પર પરસેવો પાડી રહ્યા છે, ત્યારે પ્રશાસન પ્રત્યે વિશ્વાસ વધુ મજબૂત બનશે.
    Click here to Read More
    Previous Article
    સિટી એન્કર:સુરતથી વાપી સુધી ₹45 કરોડના ખર્ચે NH-48ની મરામત કરાશે, ચોમાસામાં પાણીનો ભરાવો તથા ટ્રાફિક જામમાંથી મુક્તિ મળશે
    Next Article
    વસ્તી ગણતરીના બહાને વિકાસ કામો ખોરંભે:‘સોસાયટીઓમાં રોડ, ગટર, પાણીનાં કામ અધૂરાં, ફોન પર અધિકારીઓ ગોખેલો જ જવાબ આપે છે કે મીટિંગમાં છીએ’

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment