Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ‘ભાઈને ન્યાય નહીં મળે તો સામૂહિક આપઘાત કરીશું’:રાજકોટનાં તળાવમાંથી યુવકની લાશ મળી; માતાએ રડતા-રડતા કહ્યું- પત્ની-સાસુએ હત્યા કરાવી, મારો દીકરો કરગરતો રહ્યો

    1 week ago

    રાજકોટ શહેરમાં પ્રદ્યુમનનગર પાર્ક નજીક આવેલા રાંદરડા તળાવમાંથી એક યુવકનો મૃતદેહ મળી આવ્યો છે. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકોના ટોળેટોળા એકઠા થઈ ગયા હતા અને તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. આજીડેમ પોલીસ સ્ટેશનનો સ્ટાફ તાબડતોબ ઘટનાસ્થળે દોડી ગયો હતો અને મૃતદેહને પાણીમાંથી બહાર કાઢી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક યુવકની ઓળખ વિપુલ રાઠોડ તરીકે થઈ છે. આ ઘટના માત્ર અકસ્માત કે આત્મહત્યા નથી, પરંતુ પૂર્વ આયોજિત હત્યા હોવાના ગંભીર આક્ષેપો મૃતકના પરિવારજનોએ કર્યા છે, જેને પગલે પોલીસે આ મામલે સઘન તપાસ શરૂ કરી છે. હત્યા બાદ લાશને ફેંકી દીધાનો પરિવારનો આરોપ મળતી માહિતી મુજબ, વિપુલ રાઠોડ નામનો આ યુવક અચાનક ગુમ થયો હતો અને ત્યારબાદ તેનો મૃતદેહ રાંદરડા તળાવમાંથી શંકાસ્પદ હાલતમાં મળી આવ્યો હતો. યુવકના મોતના સમાચાર વાયુવેગે પ્રસરતા તેના પરિવારમાં ભારે આક્રોશ અને શોકની લાગણી વ્યાપી ગઈ છે. વિપુલના પરિવારે તેની પત્ની અને સાસુ પર ગંભીર આક્ષેપો કર્યા છે કે તેઓએ જ મળીને વિપુલની નિર્મમ હત્યા કરી નાખી છે અને પુરાવા નાશ કરવા માટે લાશને તળાવમાં ફેંકી દીધી છે. શેરીમાંથી કાળી રિક્ષામાં અપહરણ કરી પાઇપ-ઇંટો વડે ઢોરમાર માર્યોઃ માતા મૃતકની માતા રંજનબેન ભરતભાઈ રાઠોડે રડતા-રડતા પોતાની આપવીતી જણાવી હતી અને આક્ષેપ કર્યો હતો કે, તેમનો દીકરો સવારે ઘરેથી નીકળ્યો, ત્યારે શેરીમાં એક કાળી રિક્ષા આવી હતી, જેમાં કેટલાક અજાણ્યા શખ્સો તેને બળજબરીપૂર્વક બેસાડીને લઈ ગયા હતા. દીકરો બપોરે જમવાના સમયે પણ ઘરે પરત ન ફરતા તેઓ ચિંતિત થયા હતા અને નાના દીકરાને આ અંગે પૂછપરછ કરી હતી. વિપુલ છૂટક મજૂરી કામ કરતો હોવાથી તે બહારગામ રિક્ષા લઈને પણ જતો હતો. ‘દીકરો કરગરતો રહ્યો પણ હુમલાખોરોએ ન છોડ્યો’ રંજનબેનના આક્ષેપ અનુસાર, સાગરનગર પાસે વિપુલને ઘેરી લેવામાં આવ્યો હતો અને ત્યાં ઈટો, લાકડીઓ અને પાઈપ જેવા હથિયારો વડે તેના પર હુમલો કરાયો હતો. તેમનો દીકરો હુમલાખોરો સામે કરગરી રહ્યો હતો અને કહી રહ્યો હતો કે "મને મારી બહેન-ભાઈ બચાવવા આવશે, પરંતુ હુમલાખોરોએ તેને માર મારીને મોતને ઘાટ ઉતારી દીધો હતો. વિપુલના માતાએ કિસન મુના અને તેની સાથેના અન્ય શખ્સો સામે આ હુમલો કર્યો હોવાની શંકા વ્યક્ત કરી છે. આ સમગ્ર ઘટના પાછળ વિપુલની પત્ની અને સાસુનો મુખ્ય હાથ હોવાનો આરોપ લગાવ્યો છે. સાસુએ જ વિપુલને રસ્તામાંથી હટાવી દેવાનું કાવતરું ઘડ્યું હતું અને સાંજે ફોન કરીને જણાવ્યું હતું કે, તમારો દીકરો તો મરી ગયો છે. રંજનબેને સરકાર અને પોલીસ પ્રશાસન સમક્ષ ન્યાયની ગુહાર લગાવી છે. વિપુલના સાસુએ ફોન કરી મોતની જાણ કરીઃ બહેન મૃતકના બહેન કિરણબેને જણાવ્યું કે, તેમના ભાઈ વિપુલ સવારે 2:00 વાગ્યે રોડ પરથી પસાર થઈ રહ્યા હતા. તે દરમિયાન આરોપીઓએ તેમને ત્યાં બોલાવીને પરાણે રિક્ષામાં બેસાડી દીધા હતા અને સાગરનગર ખાતે લઈ ગયા હતા. આ અંગે પરિવારને મોડેથી જાણ થઈ હતી, જ્યારે સાગરનગરના સ્થાનિક લોકોએ જણાવ્યું કે વિપુલને ત્યાં ઢોર માર મારવામાં આવ્યો છે. હુમલાખોરોએ વિપુલના હાથ-પગ તોડી નાખ્યા હતા અને તેમની જીભમાં પણ ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. આ ઘટના બાદ વિપુલના સાસુનો ફોન આવ્યો હતો, જેના કારણે પરિવારને શંકા છે કે આ કાવતરામાં સાસુની પણ પૂરેપૂરી સંડોવણી છે. વિપુલની પત્ની પાયલ અન્ય એક યુવક સાથે સંબંધ ધરાવતી હોવાના કારણે આ હુમલો કરાયો હોવાનો આક્ષેપ પણ કિરણબેને કર્યો છે. ‘પત્નીના અન્ય યુવક સાથે સંબંધ હોવાથી દોઢ વર્ષથી ત્રાસ આપતા હતા’ તેમણે વધુમાં આક્ષેપ કરતાં જણાવ્યું કે, વિપુલ પર હુમલો કરનારાઓમાં કિશન સોલંકી, સાસુ કૈલાશ, પત્ની પાયલ અને સાળા ઋત્વિકનો સમાવેશ થાય છે. ભાભી દ્વારા વિપુલને છૂટાછેડા પણ આપવામાં આવતા ન હતા અને છેલ્લા 1થી 1.5 વર્ષથી તેને માનસિક અને શારીરિક ત્રાસ આપવામાં આવી રહ્યો હતો. જ્યારે પણ વિપુલ પોતાના સંતાનોને મળવા જતો, ત્યારે તેનો સાળો માર મારીને તેને કાઢી મુકતો હતો અને તે દારૂ પીને આવ્યો હોવાના ખોટા બહાના બનાવતા હતા. પોલીસે ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાવી સીસીટીવી તપાસ શરૂ કરી આજીડેમ પોલીસે આ સમગ્ર મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે. યુવકના મૃતદેહને તાત્કાલિક હોસ્પિટલ ખાતે ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો છે. સમગ્ર મામલે પોલીસનાં જણાવ્યા અનુસાર, ફોરેન્સિક પોસ્ટમોર્ટમનો રિપોર્ટ આવ્યા બાદ જ મોતનું સાચું અને ચોક્કસ કારણ જાણી શકાશે. ઘટના ખરેખર હત્યા છે કે આત્મહત્યા? તે દિશામાં પોલીસે તમામ પાસાઓ ચકાસવાનું શરૂ કર્યું છે. આસપાસના વિસ્તારના સીસીટીવી ફૂટેજ અને પરિવાર દ્વારા કરવામાં આવેલા આક્ષેપોના આધારે શંકાસ્પદોની પૂછપરછ કરવાની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    MS યુનિવર્સિટીનો મહત્વનો નિર્ણય:GCAS પોર્ટલની ટેકનિકલ ખામીના કારણે વંચિત રહેલા વિદ્યાર્થીઓને મેરિટના આધારે પ્રવેશ અપાશે
    Next Article
    Patan Corporation News | પાટણ નગરપાલિકાનું પ્રાથમિક સુવિધાના નામે મીંડું | Protest | Water Issues

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment