Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સોલા ગાયત્રી પરિવારે સરસ્વતી પૂજન, ગાયત્રી યજ્ઞ યોજ્યો:સુરમ્ય ગોલ્ડ ખાતે વૈદિક પરંપરા અનુસાર કાર્યક્રમ યોજાયા, બાળકોએ પણ ભાગ લીધો

    6 days ago

    સોલા શાખા ગાયત્રી પરિવાર દ્વારા સુરમ્ય ગોલ્ડ ખાતે સરસ્વતી પૂજન અને ત્રણ કુંડી ગાયત્રી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સુરમ્ય ગોલ્ડના તમામ પરિવારજનો જોડાયા હતા. આયોજન વૈદિક પરંપરા અનુસાર કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆત મા સરસ્વતીના પૂજન અને વંદના સાથે થઈ હતી. ત્યારબાદ વૈદિક મંત્રોચ્ચાર સાથે ત્રણ કુંડી ગાયત્રી યજ્ઞ યોજાયો હતો, જેમાં ઉપસ્થિત સભ્યોએ આહુતિ અર્પણ કરી હતી. આ કાર્યક્રમમાં નાના બાળકોથી લઈને વડીલો સુધી સૌએ પૂજન અને યજ્ઞમાં સક્રિય ભાગ લીધો હતો. બાળકો દ્વારા દર્શાવવામાં આવેલી શ્રદ્ધા અને એકાગ્રતા નોંધનીય હતી. સમગ્ર કાર્યક્રમ દરમિયાન વૈદિક મંત્રોના નાદથી વાતાવરણ આધ્યાત્મિક બન્યું હતું. ઉપસ્થિત સૌએ વિધિ-વિધાનપૂર્વક પૂજન અને યજ્ઞ સંપન્ન કરી જ્ઞાન, સંસ્કાર, સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી. આ પ્રકારના ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો સમાજમાં સંસ્કારોનું સિંચન કરે છે. તે નવી પેઢીને ભારતીય સંસ્કૃતિ અને વૈદિક પરંપરાઓ સાથે જોડવાનું કાર્ય કરે છે. સોલા શાખા ગાયત્રી પરિવારના આ આયોજનને સારો પ્રતિસાદ મળ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    સોનગઢના ચાપલધરા ગામે નવા બનેલા રોડનો ડામર ઉખડ્યો:રોડનું પડ માંડ એક ઇંચ જેટલું પણ નથી, રોડની ગુણવત્તા મામલે સ્થાનિકોએ તપાસની માંગ કરી
    Next Article
    Box Office: Ram Charan-Janhvi Kapoor's Peddi To Cross Rs 200 Mark

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment