Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પ્રેમસંબંધમાં યુવકની ઘાતકી હત્યા:પરણીત યુવતીએ સાસરે મળવા બોલાવ્યો, પરિવારને જાણ થતાં રસ્તામાં જ તીક્ષ્ણ હથિયાર વડે હુમલો, સારવાર દરમિયાન મોતને ભેટ્યો

    1 week ago

    બોટાદમાં પ્રેમસંબંધના કારણે એક યુવકની હત્યા કરવામાં આવી છે. રાણપુર પોલીસે આ મામલે ચાર આરોપી સામે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. મૃતક યુવક હર્ષ ચૌહાણ બોટાદ શહેરના ખોડીયારનગર-2 વિસ્તારનો રહેવાસી હતો. પરણીત યુવતીએ સાસરે મળવા બોલાવ્યો પ્રાથમિક માહિતી અનુસાર, મૃતક હર્ષ ચૌહાણને અળવ ગામની એક પરિણીત યુવતી સાથે પ્રેમસંબંધ હતો. આ યુવતીના લગ્ન કાનીયાડ ગામે થયા હતા. પરિવારને જાણ થતાં રસ્તામાં જ તીક્ષ્ણ હથિયાર વડે હુમલો ગત 5 જૂનની રાત્રે યુવતીએ હર્ષને કાનીયાડ ખાતે મળવા બોલાવ્યો હતો. આ વાતની જાણ યુવતીના સાસરી પક્ષ અને પિયર પક્ષના લોકોને થતાં તેઓએ કાનીયાડ અને અળવ ગામ વચ્ચે યુવતીને મળવા જતાં યુવક પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો હતો. સારવાર દરમિયાન મોતને ભેટ્યો ગંભીર રીતે ઘાયલ થયેલા હર્ષે પોતાના ભાઈ કરણ ચૌહાણને ફોન કરીને ઘટનાની જાણ કરી હતી. જેને પગલે પરિવારજનો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને હર્ષને સારવાર માટે પહેલાં બોટાદ અને પછી ભાવનગર ખસેડ્યો હતો. જોકે, સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. પિયર-સાસરી પક્ષના ચાર સામે ગુનો દાખલ આ બનાવ અંગે મૃતકના ભાઈ કરણ ચૌહાણની ફરિયાદના આધારે રાણપુર પોલીસે ચાર વ્યક્તિ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધ્યો છે. આરોપીઓમાં કાનીયાડ ગામના પરેશ ભરત ચૌહાણ અને ભરત મોહન ચૌહાણ તેમજ અળવ ગામના વલ્લભ શીવા અને પારસ શીવાનો સમાવેશ થાય છે. રાણપુર પોલીસે આ ચારેય આરોપીને ઝડપી પાડવા માટે વધુ તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    મોટી વાવડીમાં ઓરડીમાંથી ઇંગ્લિશ દારૂ ઝડપાયો:પોલીસે ₹3.74 લાખની 2016 દારૂની બોટલ જપ્ત કરી
    Next Article
    Bandar box office collection day 2: Bobby Deol’s film fails to cross Rs 2 crore 

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment