Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હળવદની ક્રોસ રોડ હોટેલમાં આગ લાગી:ફાયર વિભાગના આગ પર કાબુ મેળવવાના પ્રયાસો, આગ લાગવાનું કારણ અકબંધ

    1 week ago

    હળવદ શહેરની ક્રોસ રોડ હોટેલમાં અચાનક આગ ફાટી નીકળી હતી. ઘટનાની જાણ થતાં જ હળવદ ફાયર વિભાગની ટીમે તાત્કાલિક સ્થળ પર પહોંચી આગ પર કાબુ મેળવવાની કામગીરી શરૂ કરી હતી. સદનસીબે, આ ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી. આગ લાગવાને કારણે હોટેલ અને આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનાસ્થળેથી આગની જ્વાળાઓ અને ધુમાડાના ગાઢ ગોટેગોટા દૂરથી પણ સ્પષ્ટપણે દેખાઈ રહ્યા હતા. પ્રાથમિક માહિતી મુજબ, હોટેલમાં ફાયર સેફ્ટીના સાધનો ઉપલબ્ધ હોવા છતાં શરૂઆતમાં આગ પર કાબુ મેળવી શકાયો નહોતો. ફાયર વિભાગની ટીમે બે ફાયર ટેન્ડર સાથે ઘટના સ્થળે પહોંચીને આગ બુઝાવવાની કામગીરી હાથ ધરી હતી. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી. ફાયર વિભાગ દ્વારા આગને સંપૂર્ણપણે બુઝાવવા અને તેના કારણની તપાસ કરવા માટે પ્રયાસો ચાલુ છે.
    Click here to Read More
    Previous Article
    ખાડી પૂરની કાયમી સમસ્યા નિવારવા સુરત મનપા સજ્જ:પ્રફુલ પાનશેરીયાએ પુણાના નીચાણવાળા વિસ્તારોમાં 'એમ્ફિબિયસ મશીન'થી ચાલતી સફાઈનું જાત નિરીક્ષણ કર્યું
    Next Article
    Surat Breaking News LIVE | સુરતમાં મોટી દુર્ઘટના, 4 શ્રમિકોનાં મોત | Khand Bajar | Gas Leackage

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment