Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ચોમાસું મહારાષ્ટ્રમાં પ્રવેશ્યું, દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી:બપોર બાદ સૌરાષ્ટ્રમાં ગાજવીજ સાથે ઝાપટાં પડી શકે, અમદાવાદમાં ગરમી યથાવત

    1 week ago

    ચોમાસાએ મહારાષ્ટ્રમાં દસ્તક આપી દીધી છે, જેના પગલે હવે ગુજરાતમાં પણ હવામાનનો મિજાજ બદલાયો છે. હવામાન વિભાગની આગાહી અનુસાર, આગામી દિવસોમાં દક્ષિણ ગુજરાતના વિવિધ ભાગોમાં વરસાદી માહોલ જામશે, જ્યારે સૌરાષ્ટ્રમાં આજે 7 જૂન બપોર પછી ગાજવીજ સાથે હળવા ઝાપટાં પડવાની સંભાવના છે. જો કે, મધ્ય ગુજરાત અને ખાસ કરીને અમદાવાદમાં હજુ પણ અસહ્ય ગરમી અને બફારાનું જોર યથાવત રહેશે. રાજ્યમાં પ્રિ-મોન્સુન એક્ટિવિટી સક્રિય થતાં જ લોકોને આકરી ગરમીમાંથી રાહત મળવાની આશા બંધાઈ છે. આ જિલ્લામાં હળવોથી મધ્યમ વરસાદ પડી શકે આગામી 24 કલાકમાં દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓ (સુરત, વડોદરા, ભરૂચ, નવસારી, વલસાડ વગેરે) તેમજ સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ તથા દીવમાં છૂટાછવાયા સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદ કે ગાજવીજ સાથે ઝાપટાં પડી શકે છે. સૌથી વધુ તાપમાન અમદાવાદમાં 41.5°C નોંધાયું રાજ્યમાં આગામી 7 દિવસ દરમિયાન મહત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની શક્યતા નથી. જોકે, શુક્રવાર(5 મે)ની સરખામણીએ શનિવારે મોટાભાગના શહેરોમાં ગરમીના પારામાં સહેજ વધારો નોંધાયો છે. રાજ્યમાં સૌથી વધુ તાપમાન અમદાવાદમાં 41.5°C નોંધાયું છે. દક્ષિણ ગુજરાતમાં આખુ અઠવાડિયું વરસાદી માહોલ મધ્ય અને ઉત્તર ગુજરાતમાં આગામી 4-5 દિવસ મુખ્યત્વે સૂકું વાતાવરણ રહેશે, જ્યારે દક્ષિણ ગુજરાતના ભાગોમાં (ડાંગ, તાપી, નવસારી, વલસાડ) આગામી આખું અઠવાડિયું વરસાદી માહોલ યથાવત્ રહેશે. અગાઉના દિવસોમાં આપવામાં આવેલી 40-50 કિમીની ઝડપે ફૂંકાતા પવન અને વાવાઝોડાની ચેતવણી હવે હવામાન વિભાગ દ્વારા હટાવી લેવામાં આવી છે. જોકે, પ્રી-મોન્સૂન વરસાદી માહોલ હજુ પણ અમુક વિસ્તારોમાં જોવા મળશે. 13 જૂન સુધી વરસાદની આગાહી 8, 9 અને 10 જૂને દક્ષિણ ગુજરાતના ડાંગ, તાપી, નવસારી, વલસાડ અને દમણ, દાદરા નગર હવેલીમાં જ છૂટાછવાયા વરસાદની શક્યતા છે. બાકીના તમામ જિલ્લાઓમાં હવામાન સંપૂર્ણ સૂકું રહેશે. જ્યારે 11-12 જૂને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટમાં વરસાદી ઝાપટાંની સંભાવના છે. 12-13 જૂને ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટમાં છૂટાછવાયા સ્થળોએ વરસાદ પડી શકે છે. 6 જૂન, 2026ના રોજ નોંધાયેલું મુખ્ય શહેરોનું મહત્તમ તાપમાન હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 7 દિવસ દરમિયાન રાજ્યમાં મહત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની શક્યતા નથી. મુખ્ય શહેરોના તાપમાનના આંકડા નીચે મુજબ છે. 5 દિવસમાં ચોમાસું છત્તીસગઢ અને ઓડિશા તરફ આગળ વધશે દેશમાં દક્ષિણ-પશ્ચિમ ચોમાસાની રફતાર ખૂબ જ મજબૂત જોવા મળી રહી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ચોમાસું 6 જૂનના રોજ ગોવાને સંપૂર્ણ પાર કરીને મહારાષ્ટ્ર અને આંધ્રપ્રદેશના કેટલાક ભાગોમાં પ્રવેશી ચૂક્યું છે. આ ઉપરાંત તે તમિલનાડુના મોટાભાગના વિસ્તારો અને મિઝોરમ-મણિપુર સુધી પહોંચી ગયું છે. આગામી 2થી 3 દિવસમાં ચોમાસું મહારાષ્ટ્રના બાકીના ભાગો, છત્તીસગઢ અને ઓડિશા તરફ આગળ વધવા માટે સાનુકૂળ પરિસ્થિતિઓ સર્જાઈ રહી છે. હાલ નીચલા સ્તરે મુખ્યત્વે દક્ષિણ-પશ્ચિમી પવનો ફૂંકાઈ રહ્યા છે. આ પણ વાંચો બિહાર-ઝારખંડમાં વીજળી પડવાથી 6નાં મોત, એમપી-રાજસ્થાનમાં વાવાઝોડું-વરસાદ દેશમાં ગુજરાત સિવાયના અન્ય તમામ રાજ્યોમાં પ્રી-મોન્સુન વરસાદ થઈ રહ્યો છે. મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, બિહાર, ઝારખંડ, હરિયાણા, હિમાચલ પ્રદેશ સહિત દક્ષિણી અને નોર્થ ઈસ્ટના રાજ્યોમાં શનિવારે ભારે વરસાદ થયો. બિહારના જમુઈ, મુંગેર, બાંકા અને બક્સર જિલ્લામાં ચાર લોકોના અને ઝારખંડમાં 2 લોકોના વીજળી પડવાથી મોત થયા. એમપીના 4 જિલ્લામાં ભારે વાવાઝોડા સાથે વરસાદ થયો. શાજાપુરમાં કરા પડ્યા. નર્મદાપુરમ જિલ્લામાં બોયઝ હોસ્ટેલની છત પર ઝાડ પડ્યું. રાજસ્થાનના બીકાનેરમાં વરસાદ સાથે કરા પડ્યા. શ્રીડુંગરગઢમાં વેરહાઉસનો ટીનશેડ અને કોટપુતલી-બહરોડમાં તંબુ ઉડી ગયો. યુપીના મઉ અને ગાઝીપુરમાં શનિવારે 50kmphની ઝડપે પવન ફૂંકાયો અને વરસાદ થયો. ગોરખપુરમાં પણ ધૂળભરી આંધી ચાલી. કેરળના ત્રિશૂરમાં ઝાડ પડવાથી એક વ્યક્તિનું મોત થયું. આ તરફ, શનિવારે ચોમાસું ગોવા પાર કરીને મહારાષ્ટ્રના દરિયાકાંઠાના શહેર દેવગઢ પહોંચી ગયું. ઉત્તરપૂર્વના મિઝોરમ અને મણિપુરમાં પણ ચોમાસું પહોંચી ગયું છે. હવામાન વિભાગનું અનુમાન છે કે આગામી બે દિવસમાં તે મહારાષ્ટ્ર, કર્ણાટક, આંધ્રપ્રદેશના બાકીના ભાગો સાથે તેલંગાણા અને ઉત્તરપૂર્વના અન્ય રાજ્યોમાં પહોંચી શકે છે. (વાંચો સંપૂર્ણ સમાચાર)
    Click here to Read More
    Previous Article
    TMC ધારાસભ્ય મદન મિત્રાની કાર પર હુમલો:'ચોર-ચોર'ના નારા લગાવતા કાર પર ઇંડા ફેંક્યા, દાવો- ધારાસભ્ય કારમાં નહોતા; 10 દિવસમાં TMCના ત્રીજા મોટા નેતા પર જનતા ભડકી
    Next Article
    રાજકોટ સિવિલ હોસ્પિટલમાં 20 બેડનો સ્પેશિયલ આઈસોલેશન વોર્ડ તૈયાર કરાયો:તબીબી સ્ટાફ અને વેન્ટિલેટરની સુવિધા ઉપલબ્ધ, ઈબોલા વાયરસ સામે તંત્ર સજ્જ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment