Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મકનસરમાં ઉછીના પૈસા માંગતા યુવક પર હુમલો:બે શખ્સોએ લોખંડના પાઇપથી મારમારી જાનથી મારી નાખવાની ધમકી આપી, પોલીસ ફરિયાદ

    1 week ago

    મોરબી તાલુકાના મકનસર ગામના પ્રેમજીનગર વિસ્તારમાં ઉછીના પૈસા પરત માંગવા ગયેલા એક યુવક પર બે શખ્સોએ લોખંડના પાઇપ વડે હુમલો કર્યો હતો. આ ઘટના અંગે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, મકનસરના પ્રેમજીનગરમાં રહેતા અને મજૂરી કામ કરતા સુરેશભાઈ દેવજીભાઈ ચાવડાએ આ મામલે જયેશભાઈ વેલજીભાઈ શેખવા અને લાલો પોપટભાઈ રાણવા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. સુરેશભાઈએ આઠ મહિના પહેલાં આરોપી જયેશભાઈને હાથ ઉછીના રૂ. 2,000આપ્યા હતા. ફરિયાદમાં જણાવ્યા મુજબ, સુરેશભાઈ રૂપિયા પરત માંગવા જયેશભાઈના ગેરેજ પાસે ગયા હતા. તે સમયે આરોપીઓને રૂપિયા માંગવાનું પસંદ ન આવતા તેઓએ સુરેશભાઈને ગાળો આપી હતી. ગાળો આપવાની ના પાડતા બંને આરોપીઓ ઉશ્કેરાઈ ગયા હતા અને લોખંડના પાઇપ વડે સુરેશભાઈના શરીર પર મારમારી કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. મોરબી તાલુકા પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    રામ દરબારમાંથી પરત આવતા કાકા-ભત્રીજાને કાળ ભેટ્યો:ભાવનગર રિંગ રોડ પર બેકાબૂ કાર બાઇકને અડફેટે લઈ ટેન્કર પાછળ ઘૂસી, પરિવારમાં આક્રંદ
    Next Article
    Shreyas' First Reaction After Replacing Suryakumar As India's T20I Captain

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment