Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પ્રેમલગ્નના ખારમાં પિતા-ભાઈ છરી સાથે ત્રાટક્યા:મોરબીમાં દીકરીને જાનથી મારી નાખવાની ધમકી, ફરિયાદ નોંધાઈ

    1 week ago

    મોરબીના જાંબુડીયા ગામ નજીક આવેલી લેબર કોલોનીમાં પ્રેમલગ્નના મામલે તંગદિલી સર્જાઈ હતી. દીકરીએ પરિવારની મરજી વિરુદ્ધ પ્રેમલગ્ન કરતા રોષે ભરાયેલા પિતા અને ભાઈ છરી જેવા હથિયાર સાથે યુવકના ઘરે ધસી આવ્યા હતા. આ મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. મળતી માહિતી મુજબ, મોરબીમાં રહેતા આરદીપ દાણાએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં બાબુ પરમાર અને ભરત પરમાર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. આરદીપભાઈ મૂળ ભાવનગર જિલ્લાના ગારીયાધાર તાલુકાના મેસણકા ગામના વતની છે. ફરિયાદમાં જણાવાયું છે કે આરદીપએ આરોપી બાબુભાઈની દીકરી સાથે પ્રેમલગ્ન કર્યા હતા. આ બાબત આરોપીઓને પસંદ ન હોવાથી તેઓ છરી જેવા હથિયાર સાથે કોલોનીમાં આવ્યા હતા અને પોતાની જ દીકરીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    GPSCની ચાર જાહેરાતોની એક જ દિવસે પરીક્ષા:19 જિલ્લાના 323 સેન્ટર પર 268 જગ્યા માટે 75 હજાર ઉમેદવારની કસોટી; દિવ્યાંગો માટે ખાસ વ્યવસ્થા; પ્રવેશ શરૂ
    Next Article
    પંચમહાલ પોલીસે 'સાયકલ ઓન સન્ડે' રેલી યોજી:'ફિટ ઇન્ડિયા' અભિયાન હેઠળ 30થી વધુ સાયકલિસ્ટ જોડાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment