Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાણપુર નજીક બોટાદના યુવકની તીક્ષ્ણ હથિયારથી હત્યા:પ્રેમ પ્રકરણમાં હુમલો, સારવાર દરમિયાન મોત નીપજ્યું

    1 week ago

    બોટાદ જિલ્લામાં એક હત્યાની ઘટના સામે આવી છે. રાણપુર તાલુકાના અળવ ગામ નજીક બોટાદ શહેરના ખોડિયારનગર-2 વિસ્તારમાં રહેતા હર્ષ દશરથભાઈ ચૌહાણ પર તીક્ષ્ણ હથિયારો વડે જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. પ્રાથમિક માહિતી અનુસાર, આ હુમલો ગઈકાલે રાત્રિના સમયે થયો હતો. હુમલા બાદ પરિવારજનો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને હર્ષ ચૌહાણને સારવાર માટે પ્રથમ બોટાદની હોસ્પિટલ અને ત્યારબાદ વધુ સારવાર અર્થે ભાવનગર ખસેડ્યા હતા. જોકે, ગંભીર ઇજાઓને કારણે સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ભાવનગરની સર ટી. હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને તપાસ શરૂ કરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં પ્રેમ પ્રકરણને લઈ આ હત્યા કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. હાલ પોલીસે આરોપીઓની ઓળખ કરવા અને ઘટનાના ચોક્કસ કારણો જાણવા માટે વધુ તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    ડાંગના એકના ડબલ કેસનો આરોપી બિહારથી ઝડપાયો:‘ઈવા ગ્રુપ’ના ડાયરેક્ટરે ₹15.40 લાખની છેતરપિંડી આચરી, રોકાણકારોને ચૂનો લગાવી ફરાર થયો હતો
    Next Article
    Chhota Udaipur Accident CCTV | છોટાઉદેપુરમાં તુફાન વાહન અને ટ્રેક્ટર વચ્ચે જોરદાર ટક્કર | Gujarat

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment