Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પોલીસ વડાના નેતૃત્વમાં મેગા સરપ્રાઈઝ ચેકિંગ:ફૂટ પેટ્રોલીંગ, વાહન ચેકિંગ અને વેપારીઓ સાથે સંવાદ કરવામાં આવ્યો

    1 week ago

    મહેસાણા શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ મજબૂત કરવા અને અસામાજિક તત્વોમાં ફફડાટ ફેલાવવાના ઉદ્દેશ્ય સાથે જિલ્લા પોલીસ વડા હિમાંશુ સોલંકીના સીધા માર્ગદર્શન હેઠળ એક મેગા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. શહેરના અલગ-અલગ વિસ્તારોમાં વ્યાપક સ્તરે ફૂટ પેટ્રોલીંગ, કડક વાહન ચેકિંગ અને હિસ્ટ્રીશીટરોના લોકેશન ચકાસવાની સંયુક્ત ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. આ ખાસ ડ્રાઇવમાં જિલ્લા પોલીસ વડા ઉપરાંત ડીવાયએસપી, સિટીની તમામ બ્રાન્ચના અધિકારીઓ અને શહેરના તમામ પોલીસ ઇન્સ્પેક્ટર્સ સહિતનો મોટો પોલીસ કાફલો રસ્તા પર ઉતરી આવ્યો હતો. ફૂટ પેટ્રોલીંગનો મુખ્ય હેતુ પ્રજા સાથે સીધો સંવાદ સ્થાપવાનો આ આયોજન અંગે માહિતી આપતા જિલ્લા પોલીસ વડા હિમાંશુ સોલંકીએ જણાવ્યું હતું કે, ફૂટ પેટ્રોલીંગનો મુખ્ય હેતુ માત્ર ગુનાખોરી નિયંત્રણનો જ નથી, પરંતુ પ્રજા સાથે સીધો સંવાદ સ્થાપવાનો પણ છે. પેટ્રોલીંગ દરમિયાન પોલીસ અધિકારીઓએ સ્થાનિક વેપારીઓની રૂબરૂ મુલાકાત લઈને તેમની રજૂઆતો અને પ્રશ્નો સાંભળ્યા હતા. ખાસ કરીને ઝવેરી બજાર ની મુલાકાત દરમિયાન કેટલીક જગ્યાએ સીસીટીવી કેમેરાનો અભાવ જોવા મળ્યો હતો, જેથી પોલીસે વેપારીઓ સાથે ચર્ચા કરી સુરક્ષાના ભાગરૂપે વહેલી તકે સીસીટીવી કેમેરા લગાવવા માટે સમજાવ્યા હતા. આ મેગા ડ્રાઇવથી ગુનેગારોમાં ભારે નાસભાગ મચી ગઈ છે બીજી તરફ, શહેરમાં ટ્રાફિક નિયમોના ભંગ બદલ અને ગુનાહિત પ્રવૃત્તિઓ ડામવા માટે મોટા પાયે વાહન ચેકિંગના અલગ-અલગ પોઇન્ટ્સ ગોઠવવામાં આવ્યા છે. રૂટીન ચેકિંગ કરતાં અલગ, આજે હાથ ધરાયેલી આ ખાસ ઝુંબેશમાં નંબર પ્લેટ વગરની ગાડીઓ, ફેન્સી નંબર પ્લેટ, બ્લેક ફિલ્મ ધરાવતા વાહનો, ડ્રિંક એન્ડ ડ્રાઇવ કરનારાઓ તેમજ ગેરકાયદેસર હથિયારોની હેરફેર કરનારા શંકાસ્પદ ઈસમો પર કડક નજર રાખી વધુમાં વધુ કેસ કરવા સૂચના અપાઈ છે. આ સાથે જ શહેરના એચ.એસ.એમ.સી.આ. એટલે કે લિસ્ટેડ ગુનેગારો અને શંકાસ્પદ વિસ્તારોને પણ અલગ-અલગ ટીમો દ્વારા એકસાથે ચેક કરવાનું આયોજન કરાયું છે. મહેસાણા પોલીસ દ્વારા એક જ સમયે સમગ્ર શહેરમાં એકસૂત્રતાથી શરૂ કરાયેલી આ મેગા ડ્રાઇવથી ગુનેગારોમાં ભારે નાસભાગ મચી ગઈ છે.
    Click here to Read More
    Previous Article
    જાહેરમાં મારામારી કરનારને પોલીસે દબોચ્યા:રાવપુરા ટાવર ચાર રસ્તા પાસે જાહેરમા પીવીસી પાઈપ વડે દંડાવાળી કરી ભયનો માહોલ સર્જયો હતો
    Next Article
    ડાંગના એકના ડબલ કેસનો આરોપી બિહારથી ઝડપાયો:‘ઈવા ગ્રુપ’ના ડાયરેક્ટરે ₹15.40 લાખની છેતરપિંડી આચરી, રોકાણકારોને ચૂનો લગાવી ફરાર થયો હતો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment