Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    માંજલપુરમાંથી આધેડનો શંકાસ્પદ મૃતદેહ મળ્યો:પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધ્યો, પીએમ રિપોર્ટના આધારે તપાસ શરૂ કરી

    1 week ago

    વડોદરાના માંજલપુર વિસ્તારમાં GIDC શાક માર્કેટ નજીકની ખુલ્લી જગ્યામાંથી એક અજાણ્યા આધેડનો મૃતદેહ મળી આવતા વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં માંજલપુર પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે એસએસજી હોસ્પિટલ ખાતે મોકલી આપ્યો હતો. મોતનું કારણ જાણવા પોલીસે પીએમ અંગેની તજવીજ હાથ ધરી છે. આધેડનો મૃતદેહ શંકાસ્પદ હાલતમાં મળી આવ્યો માંજલપુર વિસ્તારમાં GIDC શાક માર્કેટ નજીકની ખુલ્લી જગ્યામાંથી એક આધેડનો મૃતદેહ શંકાસ્પદ હાલતમાં મળી આવતા સમગ્ર પંથકમાં સનસનાટી ફેલાઈ ગઈ હતી. ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો મોટી સંખ્યામાં સ્થળ પર એકત્ર થઈ ગયા હતા. માંજલપુર પોલીસની ટીમ પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આધેડના મૃતદેહનો કબજો મેળવી વધુ તપાસ હાથ ધરી હતી. મૃત મૂળ બોટાદના રહેવાસી હોવાનું સામે આવ્યું આ ઘટનામાં મૃતક આધેડનું નામ નામ જયેશ તાવેટીયા ઉંમર વર્ષ 52 (મૂળ બોટાદ)ના રહેવાસી હોવાનું સામે આવ્યું છે. આ ઘટનામાં તેઓનું મોત કઈ રીતે થયું છે તે સ્પષ્ટ જાણવા પોલીસે મૃતદેહનું પેનલ પોસ્ટમોર્ટમ અંગેની કાર્યવાહી હાથ ધરી છે. સાથે જ આસપાસના વિસ્તારના CCTV ફૂટેજની તપાસ શરૂ કરી છે. માંજલપુર પોલીસે આ મોત અંગેનું કરણ જાણવા પોસ્ટમોર્ટમ અંગે વિશેરા લેવામાં આવ્યા છે. હાલમાં પોલીસે અકસ્માતે મોત અંગેનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    સુરતમાં 'ભૂતે' 100 મકાન તોડી પાડ્યા, બધા જ અજાણ:DCPની હાજરીમાં ડીમોલીશન થયું છતા ધારાસભ્ય મોરિડયાએ કહ્યું- 'મકાન કોણે તોડ્યા તેની મને ખબર નથી'
    Next Article
    દેવેન્દ્ર પટેલની વિશ્વ ગુજરાતી સમાજમાં નિયુક્ત:આરોગ્ય સમિતિના કન્વીનર બન્યા, પાટણ માટે ગૌરવ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment