Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોરબીના જેતપરમાં વીજકંપની સામે વિરોધ:વીજપોલના યોગ્ય વળતરની માગ સાથે ઉગ્ર પ્રદર્શન, મહિલાઓ સહિત ખેડૂતોને પોલીસે ડિટેઈન કર્યા

    1 week ago

    મોરબીના જેતપર ગામે ખાનગી વીજ કંપની દ્વારા વીજપોલ ઊભા કરવાની કામગીરી ચાલી રહી છે. ખેડૂતોને પૂરતું વળતર ન મળતા અથવા ઓછું વળતર મળતા તેઓ આ કામગીરીનો વિરોધ કરી રહ્યા છે. આજે કંપનીના માણસોએ પોલીસ બંદોબસ્ત સાથે કામ શરૂ કરવાનો પ્રયાસ કરતા ખેડૂતો અને મહિલાઓએ ઉગ્ર વિરોધ કર્યો હતો, જેના પગલે પોલીસે તેમને ડિટેઇન કર્યા હતા. ખેડૂતોની મુખ્ય માગ છે કે, જ્યાં સુધી તેમને જમીનના ઉપયોગ બદલ પૂરતું વળતર ચૂકવવામાં ન આવે, ત્યાં સુધી વીજપોલ ઊભા કરવાની કામગીરી બંધ રાખવામાં આવે. આ વિરોધ છતાં, કંપની દ્વારા પોલીસની મદદથી કામ ચાલુ કરાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ખેડૂતોને પૂરતું વળતર ન મળ્યાંની ફરિયાદ મોરબી જિલ્લાના માળીયા, હળવદ, મોરબી, ટંકારા અને વાંકાનેર તાલુકા સહિતના વિસ્તારોમાં ખાનગી વીજ કંપનીની લાઈનો પસાર થઈ રહી છે. મોટાભાગના વિસ્તારોમાં ખેડૂતોને પૂરતું વળતર મળતું ન હોવાની ફરિયાદો ઉઠી છે. જેતપરના ખેડૂતોએ આક્ષેપ કર્યો હતો કે, કલેક્ટરના આદેશ અને DLVC દ્વારા નક્કી કરાયેલા ભાવ મુજબ વળતર મળે તો પણ તેમને મોટું નુકસાન થાય છે. પ્રાંત અધિકારી ખેડૂતોને સમજાવવા પ્રયાસ ખેડૂતોએ ચીમકી ઉચ્ચારી હતી કે, જ્યાં સુધી તેમને યોગ્ય વળતર નહીં મળે ત્યાં સુધી તેઓ ખેતરમાં કામગીરી કરવા દેશે નહીં. પરિસ્થિતિને કાબૂમાં લેવા મોરબીના પ્રાંત અધિકારી સ્થળ પર દોડી આવ્યા હતા અને ખેડૂતોને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, ખેડૂતો કામ ચાલુ કરવા દેવા તૈયાર ન થતા, મોરબી તાલુકા પોલીસે મહિલાઓ સહિત ખેડૂતોને ડિટેઇન કરીને પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી. પોલીસના બળપ્રયોગ વચ્ચે કામગીરી ખેડૂતોનો આક્ષેપ છે કે, પૂરતું વળતર ન મળવા છતાં તંત્ર દ્વારા પોલીસ બળનો ઉપયોગ કરીને ખેતરોમાં વીજપોલ ઊભા કરવાની કામગીરી કરાવવામાં આવી રહી છે. આ ઘટનાને કારણે ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
    Click here to Read More
    Previous Article
    ગોધરાના ટુવા ગામમાં વીજ વાયરથી ભેંસનું મોત:જોખમી પોલ-વાયરોથી જીવનું જોખમ;10 દિવસથી ખેડૂતો પરેશાન
    Next Article
    ઉત્તરાખંડનું ચર્ચિત ₹800 કરોડનું LUCC ચીટફંડ કૌભાંડ:CBIએ મુંબઈમાંથી બે મુખ્ય આરોપીઓની કરી ધરપકડ, 1 લાખથી વધુ રોકાણકારો સાથે થઈ હતી છેતરપિંડી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment