Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ​જૂનાગઢમાં જિગીષા પટેલની ભાજપ નેતાને ખુલ્લી ચેતવણી:કહ્યું-પાટીદારોને દબાવશો તો ગોંડલની જેમ મેદાને ઉતરીશ; ગુંડાગીરી સાબિત થાય તો આત્મહત્યા કરી લઈશ: દિનેશ મૈતર

    1 week ago

    સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પૂર્ણ થયા બાદ જૂનાગઢ જિલ્લાનું રાજકારણ ભારે ગરમાયું છે. ગોંડલ બાદ હવે આમ આદમી પાર્ટીના નેતા જિગીષા પટેલે જૂનાગઢ જિલ્લાના ડુંગરપુર જિલ્લા પંચાયત હેઠળ આવતા આણંદપુર ગામની મુલાકાત લીધી હતી. અહીં તેમણે જૂનાગઢ જિલ્લા પંચાયતના AAPના ઉમેદવાર કાળુભાઈ ભાદરકા સાથે મુલાકાત દરમિયાન ગામમાં ચાલતી રાજકીય ખેંચતાણ અને કથિત ગુંડાગીરી સામે પ્રચંડ આક્રોશ વ્યક્ત કરીને મોટો હુંકાર કર્યો છે. બીજી તરફ, ભાજપના નેતા દિનેશ મૈતરે આ આક્ષેપોને નકારી કાઢતાં વળતો પ્રહાર કર્યો છે. તાલુકા પ્રમુખની વરણી મુદ્દે ભાજપે ખોટો કેસ કર્યો: જિગીષા પટેલ ​જિગીષા પટેલ જણાવ્યું હતું કે, આજે હું અહીંયા ડુંગરપુર જિલ્લા પંચાયતની નીચે આવેલી બગડું તાલુકા પંચાયત હેઠળ આવતા આણંદપુર ગામે આવેલી છું. હવે અહીંયાની બધાને ખબર હશે, થોડા સમયથી અહીંયા તમે ભારતીય જનતા પાર્ટીની ભવાઈ જોતા હશો કે તાલુકા પંચાયતની અંદર 9 સીટ ભાજપ અને 9 સીટ આમ આદમી પાર્ટી જીતીને આવ્યા પછી તાલુકાના પ્રમુખની જ્યારે વરણી કરવાની વાત આવી ત્યારે ભારતીય જનતા પાર્ટીના નેજા હેઠળ તંત્રએ ક્યાંકને ક્યાંક અમારા આમ આદમી પાર્ટીના સંજયભાઈ પાઘડારને ખોટા કેસમાં ફસાવી અને એની ઉપર ખોટા કેસ કરીને જેલ હવાલે કર્યા છે. ‘પ્રમુખ માટેની આખી ભવાઈની અંદર એક માણસનો હાથ’ ​તેમણે વધુમાં આક્રોશ સાથે ઉમેર્યું હતું કે, આ બધી ઘટનાક્રમ જોતા તમામ લોકો સમજી શકે એવી બાબત છે કે, આમ આદમી પાર્ટીના પ્રમુખ ન બનવા દેવા માટે થઈને આ ભારતીય જનતા પાર્ટીએ આખી ભવાઈ ઉભી કરેલી છે. હું આજે આણંદપુર ગામની મુલાકાતે આવી તો મને ખબર પડી કે આખી ભવાઈની અંદર એક માણસનો હાથ છે, એ છે દીનિયો... આ દીનિયો આખા ગામને દારૂના રવાડે ચડાવવા માટે મથતો હતો અને આખા ગામમાં જે ધાક-ધમકીથી પોતાનું વર્ચસ્વ જમાવવા માંગતો હતો, એ દીનિયાને મારે એટલું જ કહેવું છે કે, માપમાં રહે તો સારી વાત છે. કારણ કે હું ગામની અંદર આવી, ગામના લોકોએ મને બધી વાતચીત કરી કે, અહીંયા શું કાંડ-શું કૌભાંડ છે. મારે અહીંયા ઉતરવું ન પડે ગામમાં એટલું દીનિયા ધ્યાન રાખજે. ‘ગોંડલની જેમ અહીં ગુંડાની સામે લડવા મારે ન ઉતરવું પડે’ ​પોતાના આક્રમક અંદાજમાં જિગીષા પટેલે સ્પષ્ટ ચેતવણી આપતા જણાવ્યું કે, પાટીદારો અને નાના-નાના માણસોને દબાવવાના આ બધા તારા કાવાદાવા બંધ કરજે. તેમજ અમારા તાલુકા પંચાયતના સભ્યો પર જે તે ખોટી ફરિયાદો તે કરાવી છે એ ગામમાંથી પણ મને બધા લોકોએ કીધું. એટલે જેવી રીતે હું ગોંડલમાં ગુંડાઓની સામે લડું છું ને એવી રીતે તારા જેવા ગુંડાની સામે લડવા મારે અહીંયા ન ઉતરવું પડે એટલું ધ્યાન રાખજે. ‘માપે-માપે રહીને જે રાજકીય રીતે કાંઈ થાતું હોય ઈ કરો’ વધુમાં ઉમેર્યું કે, પાટીદાર સમાજને દબાવવાના તું જે કાંઈ નાટક કરે છે, એટલે હું પાટીદારની દીકરી તરીકે કહું છું કે અમે કાંઈ બંગડીઓ નથી પહેરી. સીધી રીતે હાલીએ છીએ, સીધી રીતે રહીએ છીએ તો સીધી રીતે રહેવાનું કરો. જો અમે આ બાબતો હાથમાં લઈ લેશું તો તું જડીશ નહીં. એટલે માપે-માપે રહીને જે કાંઈ થતું હોય એ કરો, રાજકીય રીતે જે કાંઈ થાતું હોય ઈ કરો, બાકી આ બધી ભવાઈઓ તમારી બંધ કરી દો તો સારી વાત છે. હવે જો મને કોઈ તારી ફરિયાદ આ ગામમાંથી આવી, એટલે હું પોતે તારી સામે બાયું ચડાવવાની છું. એટલું યાદ રાખજે. બહેનને મારા વિશેનીકદાચ માહિતી નહીં હોયઃ દિનેશ મૈતર તો સામે વળતો પ્રહાર કરતા ભાજપના જુનાગઢ જિલ્લા પંચાયતના પૂર્વ સભ્ય દિનેશ મૈતરે જણાવ્યું કે, ​એક બેને મારા વિશે ખોટી માહિતી સાથેનો મારા ગામ આણંદપુરથી એક વીડિયો સોશિયલ મીડિયા મૂક્યો છે. કદાચ એ બેનને મારા પ્રત્યે માહિતી નહીં હોય. મને કોઈ દુઃખ નથી. કારણ કે સમાજમાં જ્યારે તમે સારા કામ કરતા હોય, તો વિરોધી થાય. હું બહેનને કહેવા માગુ છું કે, આણંદપુરમાં લેઉવા પટેલ સમાજ અને તાલુકાના બધા લેવા પટેલ સમાજને પણ પૂછી શકે છે કે દિનેશ મૈતર શું દાદાગીરી કરે? ‘મેં સર્વે સમાજને સાથે રાખીને કામ કર્યા છે’ ​સાહેબ ગુજરાતમાં સર્વ સમાજ સાથે લઈને મેં કામ કર્યા છે અને મને એ વાતનું ગૌરવ છે. બેનને કોઈ ક્લિયરિફિકેશન આપવાની જરૂર નથી. પાંચ વર્ષ હું જિલ્લા પંચાયતનો સભ્ય રહ્યો, ત્યાં સુધી મેં કાર્યાલય હકાવ્યું છે. કોઈપણ નાનામાં નાનો માણસ મારી ઓફિસે આવે એટલે બધું ત્યાંથી મફત કામ થાતું હતું અને એ મારા વિસ્તારના લોકો જાણે છે. ‘કોઈ ખેડૂત કહી દે કે હું દાદાગીરી કરું તો જાહેરમાં આત્મહત્યા કરીશ’ ​બેન કહે છે કે, હું દાદાગીરી કરું છું. તાલુકાના ખેડૂતો મને ઓળખે છે. હું માંડવીની ખરીદી કરતો, તુવેરની ખરીદી કરતો. એક પણ ખેડૂત આવીને એમ કહે કે દિનેશ મૈતર દાદાગીરી કરે તો હું જાહેરમાં આત્મહત્યા કરી લઈશ. હું જાહેરમાં બોલું છું કે, કોઈપણ ખેડૂત, કોઈપણ વ્યક્તિ, દિનેશ મૈતરનો ભૂતકાળ અને ભવિષ્ય જોઈ લો, ક્યારેય જ્ઞાતિવાદ ન કરે, જાતિવાદ ન કરે કે દાદાગીરી ન કરે. લોકોના હિતમાં અને લોકો માટે કામ કરનારો માણસ છું.
    Click here to Read More
    Previous Article
    વધુ વળતર અને શેર મેળવવાની લાલચમાં કરોડો ગુમાવ્યા:રાજકોટના દંપતીએ વેપારી પતિ-પત્ની અને પરિવારજનો સાથે કંપનીમાં રોકાણની લાલચે રૂ.6.18 કરોડ પડાવી છેતરપિંડી આચરી
    Next Article
    CJP के Protest में क्या-क्या हुआ? Abhijeet Dipke ने जंतर मंतर से क्या ऐलान किया? Gen Z का मूड क्या?

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment