Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઘર નહીં પણ મા-દીકરીની ‘આશા’ તૂટી:બેટી ભણાવો કશું તંબુરો નથી થતું, જગ્યા નથી ક્યાં ભણું, બેઘર કરી દીધા, રોડ પર ભણું?; મહિલાએ ફિનાઇલ પીધું

    1 week ago

    અમદાવાદના મોટેરા જૂના ગામમાં આસારામ આશ્રમ પાસે આવેલા મકાનોના ગેરકાયદેસર ભાગને આજે(6 જૂન) સવારે ડિમોલિશન કરવાની કામગીરી મ્યુનિસિપલ કોર્પોરેશનના પશ્ચિમ ઝોને હાથ ધરી હતી. ચાંદખેડા પોલીસના બંદોબસ્ત સાથે મકાનોના ગેરકાયદેસર ભાગને તોડી પડાયો હતો. મ્યુનિસિપલ કોર્પોરેશને ભાડું અને વૈકલ્પિક વ્યવસ્થા આપવાનું કહ્યું હોવા છતાં મકાનો ખાલી ના કરાતા 17 મકાનોના ગેરકાયદેસર ભાગને તોડી પડાયો હતો. મોટેરા જૂના ગામમાં AMCની ટીમ પહોંચતા જ ભારે વિરોધ જોવા મળ્યો હતો. સ્થાનિકો મકાનના દસ્તાવેજ લઇને રસ્તે ઉતરી ગયા હતા. પોલીસ અને AMCની ટીમ ગામમાં આવતા જ સ્થાનિકોએ રોક્યા હતા. બાદમાં સ્થિતિ વણસતા અધિકારીઓએ માઇકમાં એનાઉસ કરીને 30 મિનિટમાં મકાન ખાલી કરવાની સૂચના આપી હતી. સૂચના મળતાં જ સ્થાનિકો વિફર્યા હતા. 30 મિનિટનો સમય પૂરો થતાં જ મોટેરા જૂના ગામમાં JCB ઘૂસ્યા હતા, JCB ઘૂસતાં જ બાળકો રડવા લાગ્યા હતા. એક યુવકે આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારતા તેની અટકાયત કરાઈ હતી. અટકાયત થતાં તે બોલ્યો કે આત્મવિલોપન કરીશ તો જવાબદારી તમામ અધિકારીઓની રહેશે. આ દરમિયાન એક યુવતીએ રડતાં રડતાં કહ્યું કે તેમને 6 મહિનાનો છોકરો છે એ કેવી રીતે રહેશે. આશરો છીનવાતા મા-દીકરીની ‘આશા’ પણ તૂટી હતી. નિરાશા ભરેલા સ્વરે એક માતા બોલી કે બેટી ભણાવો કશું તંબુરો નથી થતું. આજે દીકરીની પરીક્ષા હતી અને મકાન તોડી નાખ્યું. દીકરીએ રડતાં રડતાં કહ્યું કે મારે 14 તારીખે કોન્સ્ટેબલની એક્ઝામ છે. તૈયારી આખી પૂરી છે. હવે શું કરું? ભણવા માટે ક્યાંય જગ્યા નથી મારી જોડે, હું ક્યાં બેસીને ભણું? અમને બેઘર કરી દીધા, તો શું હું રોડ ઉપર બેસીને ભણું? મારું ભવિષ્ય આખું બરબાદ થઈ ગયું છે.
    Click here to Read More
    Previous Article
    પટના સિવિલ કોર્ટમાં ખાન સર આત્મસમર્પણ કરશે:ફાયરિંગ કેસમાં પોલીસ ગઈકાલથી શોધી રહી છે; હત્યાનો પ્રયાસ અને આર્મ્સ એક્ટ કેસમાં FIR
    Next Article
    શિવભક્તને શ્રદ્ધાંજલિ કાર્યક્રમ:સ્વ. યોગેશ પટેલની પ્રાર્થનાસભા આવતીકાલે યોજાશે, નવલખી મેદાનમાં એસી ડોમ-વિશાળ પાર્કિંગની વ્યવસ્થા કરાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment