Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટણમાં ક્રીડા ભારતીનો 'સન્ડે ઓન સાયકલ' કાર્યક્રમ:ફિટ ઇન્ડિયા અભિયાન હેઠળ રવિવારે સાયકલ રેલી યોજાશે

    1 week ago

    પાટણ શહેરમાં આગામી રવિવારે ક્રીડા ભારતી ગુજરાત પ્રાંત દ્વારા 'સન્ડે ઓન સાયકલ' કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. વિશ્વ સાયકલ દિવસના અવસરે તથા ભારત સરકારના ફિટ ઇન્ડિયા સાયકલિંગ કેમ્પેઇનને જનઆંદોલન બનાવવાના હેતુથી આ વિશેષ અભિયાન હાથ ધરાશે. આ કાર્યક્રમ 7 જૂન 2026, રવિવારના રોજ સવારે 6 વાગ્યે શરૂ થશે. આ કાર્યક્રમ સમગ્ર ગુજરાતમાં પાટણ, મહેસાણા, અમદાવાદ, આણંદ, નડિયાદ, તાપી, વલસાડ, ડાંગ જિલ્લાઓ તેમજ વડોદરા અને સુરત મહાનગરો ખાતે એકસાથે યોજાશે. પાટણ જિલ્લામાં 'સન્ડે ઓન સાયકલ' કાર્યક્રમ અંતર્ગત બગવાડા દરવાજાથી શરૂ કરીને જિલ્લા રમતગમત સંકુલ (સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ) સુધી એક વિશાળ સાયકલ રેલીનું આયોજન કરાયું છે. આ રેલીમાં પાટણના સ્થાનિક ખેલાડીઓ, વિદ્યાર્થીઓ, યુવાઓ, મહિલાઓ, વરિષ્ઠ નાગરિકો તથા રમતપ્રેમીઓ મોટી સંખ્યામાં જોડાશે. સાયકલ ચલાવવું એ માત્ર વ્યાયામ કે પરિવહનનું સાધન નથી, પરંતુ તે સ્વાસ્થ્ય, પર્યાવરણ સંરક્ષણ અને ફિટ ભારતના નિર્માણનું એક અત્યંત અસરકારક માધ્યમ છે. ક્રીડા ભારતી ગુજરાત પ્રાંત દ્વારા સમાજના તમામ વર્ગના નાગરિકોને આ પ્રેરણાદાયી કાર્યક્રમમાં સહભાગી બનવા અપીલ કરવામાં આવી છે. ક્રીડા ભારતી પાટણ જિલ્લાના પ્રમુખ ડો. નિપુલ સાલવીએ જિલ્લાના નાગરિકોને આહવાન કરતા જણાવ્યું છે કે, આપણે સૌ સાથે મળીને સાયકલ ચલાવવાનો સંકલ્પ લઈએ અને ફિટ, હેલ્ધી અને સ્ટ્રોંગ ઇન્ડિયાના નિર્માણમાં સક્રિયપણે સહભાગી બનીએ.
    Click here to Read More
    Previous Article
    મહુવામાં જાહેરમાં જુગાર રમતા 4 ડ્રાઈવર સહિત 6 શખ્સો રંગેહાથ:ફાતેમા સોસાયટી પાસે પોલીસનો દરોડો, ₹10,280ની રોકડ જપ્ત
    Next Article
    હરિદ્વારમાં ભાગવત મહોત્સવનું સમાપન થયું:શ્રીકૃષ્ણ-રૂક્ષ્મણી વિવાહ મનોરથ સાથે અંતિમ દિવસ ઉજવાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment