Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગર્ભવતી સિંહણના મોત બાદ સ્થાનિક ફોરેસ્ટરની બદલી:ધારી ગીર પૂર્વ ડિવિઝનમાં બેદરકારીનો આરોપ; બે દિવસથી બિમાર સિંહણ એક જ સ્થળે હોવા છતા વનવિભાગને કેમ જાણ ન થઈ?

    1 week ago

    અમરેલી જિલ્લાના ધારી ગીર પૂર્વ ડિવિઝનમાં ગર્ભવતી સિંહણના મોત બાદ સ્થાનિક ફોરેસ્ટર ચેતન ઘેવરિયાની બદલી કરવામાં આવી છે. વન વિભાગની બેદરકારીના કારણે સિંહણનું મોત થયા હોવાના પણ આરોપો લાગી રહ્યા છે. જે અંગે પણ તપાસના આદેશ અપાયા છે. સમગ્ર મામલે DCF વિકાસ યાદવના મોનિટરિંગ સામે પણ સવાલો ઉઠ્યા છે. સરસિયા રેન્જના લુવારિયા વિસ્તારમાં એક ગર્ભવતી સિંહણનું મોત થયું હતું. આ મામલે પ્રાથમિક તપાસ બાદ ફોરેસ્ટર ચેતન ઘેવરિયાને પાલીતાણા રેપિડ ખાતે બદલી કરવામાં આવી છે. જૂનાગઢ સર્કલના મુખ્ય વન સંરક્ષક (CF) રામરતન નાલાએ સમગ્ર ઘટનાની તપાસના આદેશ આપ્યા છે. તપાસ દરમિયાન ફોરેસ્ટર ધારીથી અપ-ડાઉન કરતા હોવા અને નિયમિત પેટ્રોલિંગના અભાવ અંગે પ્રશ્નો ઉભા થયા છે. મહત્વનો સવાલ એ છે કે, સિંહણ બે દિવસથી બીમાર હાલતમાં એક જ સ્થળે હોવા છતાં તેની જાણ વન વિભાગને કેમ ન થઈ? બે દિવસ સુધી પીડાતી રહેલી સિંહણ પર સમયસર નજર કેમ રાખવામાં ન આવી અને તેના મોત માટે કોણ જવાબદાર છે તે મુદ્દે તપાસનો ધમધમાટ શરૂ થયો છે. ધારી ગીર પૂર્વ ડિવિઝન સતત વિવાદોથી ઘેરાયેલું રહ્યું છે. અગાઉ રાજભા ગઢવીને માલધારી તરીકે અરજી મંજૂર કરવાના વિવાદ બાદ સિંહોના મોતની ઘટનાઓ સામે આવી હતી. આ પહેલા પણ સરસિયા રાઉન્ડના લુવારિયા વિસ્તારમાં બીમારીને કારણે સિંહનું મોત થયું હતું. આ ઘટના બાદ ગીર પૂર્વ ડિવિઝનમાં સિનિયર અધિકારીઓના મોનિટરિંગનો અભાવ અને સ્ટાફ પર દેખરેખનો અભાવ હોવાનો ગણગણાટ જોવા મળી રહ્યો છે. સિનિયર અધિકારીઓ અને નીચેના સ્ટાફ વચ્ચે સંકલનનો અભાવ પણ ચર્ચાનો વિષય બન્યો છે. ડીસીએફ વિકાસ યાદવના મોનિટરિંગ સામે પણ સવાલો ઉઠ્યા છે.
    Click here to Read More
    Previous Article
    મોટેરા જૂના ગામમાં JCB ઘૂસ્યા, બાળકો રડવા લાગ્યા:ઘર તોડવાનું શરૂ; ‘અમે ક્યાં જઇએ, અમને હેરાન કરીને શું મળ્યું, આવો વિકાસ શું કામનો’
    Next Article
    Cockroach Kingpin In Australia Caught With 1,00,000 Illegal Insects In Record Bust

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment