Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બાબા બાગેશ્વરની રાજકોટમાં હનુમાન કથા:ધીરેન્દ્ર શાસ્ત્રીની વિરોધકર્તાઓને ટકોર, કહ્યું- મારો વિરોધ કરવા કરતા ચાદર ચડાવવા જતા હિન્દૂઓનો વિરોધ કરવા જાવ

    1 week ago

    રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રની ધર્મપ્રેમી જનતા માટે આજથી ત્રણ દિવસ ઘર આંગણે બાગેશ્વરધામ સરકારના દર્શન-સત્સંગ, કથા અને દિવ્ય દરબારનો ત્રિવેણી સંગમ જોવા મળશે. જૂન, 2023 બાદ ફરી એકવાર આજે એટલે કે, 5 જૂન, 2026ના રોજ બાગેશ્વરધામના પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી રાજકોટ પહોંચ્યા હતા. રાજકોટના અમીન માર્ગ પર આવેલા કિંગ્સ હાઈટ્સ ખાતે ધીરેન્દ્ર શાસ્ત્રીનું સ્થાનિક લોકોએ તેમજ આયોજકોએ ફૂલ હારથી સ્વાગત કર્યું હતું. સાંજે સાત વાગ્યા આસપાસ રેસકોર્સ મેદાન ખાતે હનુમાન કથામાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. જોકે, હનુમાન કથા પહેલા સાંસ્કૃતિ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. કથા શરૂ કરતા પહેલાં ધીરેન્દ્ર શાસ્ત્રીની વિરોધકર્તાઓને ટકોર આ દરમિયાન રમતા જોગી આયા ભજન પર શ્રદ્ધાળુઓ ઝૂમી ઉઠ્યા હતા. રાત્રે 8 વાગ્યાની આસપાસ ધીરેન્દ્ર શાસ્ત્રી હનુમાન કથાના સભા સ્થળ પર પહોંચ્યા હતા. આ દરમિયાન એક મહિલા ધીરેન્દ્ર શાસ્ત્રીના પોસ્ટર સાથે પહોંચી હતી. કથા શરૂ કરતા પહેલાં વિરોધકર્તાઓને ટકોર કરતા કહ્યું હતું કે, ત્રણ વર્ષ પછી આવ્યો છું એટલે આ વખતે ત્રણ દિવસ રોકાવાનો છું. મારો વિરોધ કરવા કરતા ચાદર ચડાવવા જતા હિન્દુઓનો વિરોધ કરો હું હિન્દુ રાષ્ટ્રની વાત કરું છું. હિન્દુ ધર્મની વાત કરું છું. મારો વિરોધ કરતા લોકોને કહેવા માંગુ છું કે, મારી પાસે કોઈ મેલી વિદ્યા નથી. હું આજે આવ્યો છું અને ફરી રાજકોટ આવવાનો જ છું. મારો વિરોધ કરવા કરતા ચાદર ચડાવવા જતા હિન્દુઓનો વિરોધ કરવા જાય એવી હું અપીલ કરું છું. જ્યાં ઈશ્વર હોય ત્યાં વિવાદ ટકી શકતો નથી: રીટાબેન ચૌહાણ શ્રદ્ધાળુ રીટાબેન ચૌહાણે જણાવ્યું કે, હનુમાન કથામાં અમને ખૂબ જ શ્રદ્ધા છે અને આ કથા સાંભળવી અમને બહુ જ ગમે છે. અગાઉ પણ જ્યારે આ કથા યોજાઈ હતી, ત્યારે અમે આવ્યા હતા. અમને ખૂબ જ આનંદ થયો હતો. બાગેશ્વરધામમાં કથાનું વિશેષ મહત્વ છે, હનુમાનજી મહારાજ પર અમને અખૂટ શ્રદ્ધા છે, જેથી જ્યારે પણ અહીં કથાનું આયોજન થાય છે, ત્યારે અમે અચૂક આવીએ છીએ. અહીં કથામાં આવવાથી ખૂબ જ સારો અનુભવ અને શાંતિ મળે છે તેમજ ઘણા ચમત્કારો પણ જોવા મળ્યા છે. કથા શ્રવણ દરમિયાન જાણે સાક્ષાત હનુમાનજી અહીં બિરાજમાન હોય તેવો અહેસાસ થાય છે અને દાદા અમારા તમામ કાર્યો પણ પૂર્ણ કરે છે. સામાન્ય રીતે કોઈપણ સારા કાર્યમાં વિવાદો તો થતા જ હોય છે, પરંતુ આ તો ભગવાનનું કાર્ય છે અને અમારી તેમાં પૂરી શ્રદ્ધા છે. ગમે તેવા વિવાદો હોય પણ જ્યાં ઈશ્વરનું કાર્ય થતું હોય ત્યાં કોઈ વિવાદ ટકી શકતો નથી. વિરોધ ન કરવો જોઈએ: લીલાબેન વિઠ્ઠલાણી લીલાબેન જયેશભાઈ વિઠ્ઠલાણીએ બાગેશ્વર ધામ અને ધીરેન્દ્ર શાસ્ત્રીના સમર્થનમાં પોતાના અનુભવો શેર કર્યા હતો. તેઓ છેલ્લા 3 વર્ષથી બાગેશ્વર ધામમાં અતૂટ શ્રદ્ધા ધરાવે છે અને અત્યાર સુધીમાં 5 વાર ધામની મુલાકાત લઈ ચૂક્યા છે. તેમને ત્યાં ખૂબ જ સારો અનુભવ થયો છે અને તેમના જીવનમાં ધાર્યા પરિણામો મળ્યા છે, જેથી બાગેશ્વર ધામમાં થતી વાતો તદ્દન સત્ય છે. આ બાબતે વિરોધ ન કરવો જોઈએ, કારણ કે આપણે સનાતની છીએ અને સનાતન ધર્મ હંમેશા સર્વોપરી છે. ગુરુદેવ દ્વારા ત્યાં લોકકલ્યાણના અનેક કાર્યો કરવામાં આવે છે, જેમાં ગરીબ લોકો માટે ભંડારો ચલાવવો, કેન્સર હોસ્પિટલનું નિર્માણ કરવું અને આશરે 300 જેટલી ગરીબ દીકરીઓના સમૂહ લગ્ન કરાવવા જેવા કાર્યો સામેલ છે. આ કથામાં ભાગ લઈ ખૂબ જ આનંદ થયો: ઋષિ વ્યાસ ઋષિ વ્યાસે જણાવ્યું કે, તેમણે બાગેશ્વર ધામના યૂટ્યૂબ પર ઘણા બધા પ્રોગ્રામો જોયા છે અને તેનાથી ઘણું બધું જાણવા પણ મળ્યું છે. આ કથામાં ભાગ લેવા માટે ખૂબ જ આનંદ થયો છે, તેથી આ વખતે રાજકોટમાં બેઠેલી હનુમાન કથામાં તેઓ દર્શન કરવા આવ્યા છે. અત્યારે હજી કથાની શરૂઆત જ થઈ છે છતાં પણ આટલી મોટી સંખ્યામાં પબ્લિક ઉમટી પડી છે, જેને જોઈને જ આશ્ચર્ય થાય છે. પાટીદાર અગ્રણીની દિવ્ય દરબાર બંધ કરવા પોલીસમાં અરજી જોકે, બાબા બાગેશ્વરના રાજકોટમાં આગમન પહેલાં જ પાટીદાર અગ્રણી પરષોત્તમ પીપળીયા પોલીસ સ્ટેશન પહોંચ્યાં હતાં અને બે અરજી કરી હતી. જેમાં ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર બંધ કરવા અને જેવી રીતે બાબાને પોલીસ સુરક્ષા આપવામાં આવે છે, તેવી જ રીતે આ કથિત ચમત્કારોનો પર્દાફાશ કરવા જનારને પણ સુરક્ષા આપવા જણાવ્યું હતું. અમે તો ધર્માતરણ રોકી રહ્યા છીએ: ધીરેન્દ્ર શાસ્ત્રી ધીરેન્દ્ર શાસ્ત્રીએ રાજકોટ પહોંચીને સૌ પહેલાં વિરોધીઓને જવાબ આપતા કહ્યું હતું કે, અમે તો ધર્માતરણ રોકી રહ્યા છીએ. અમારા ઉપર એટલે ટિપ્પણી કરે છે કારણ કે, અમે હિન્દુ રાષ્ટ્ર બનાવવાની વાત કરીએ છીએ. ધીરેન્દ્ર શાસ્ત્રીની જેમ અમને પણ પોલીસ પ્રોટેક્શન આપોઃ પીપળીયા પાટીદાર અગ્રણી પુરુષોત્તમ પીપળીયાએ જણાવ્યું કે, ગઈકાલે તેમણે કરેલી બે અરજીઓના સંદર્ભમાં આજે તેમને એ-ડિવિઝન પોલીસ સ્ટેશનના પીએસઆઈ દ્વારા હાજર રહેવા માટે બોલાવવામાં આવ્યા છે. અમને હનુમાન કથા સામે કોઈ વાંધો નથી. કથા ચોક્કસપણે ચાલુ રહેવી જોઈએ, પરંતુ આ કથાના બહાના હેઠળ યોજાનારા કથિત ‘દિવ્ય દરબાર’નો અમે વિરોધ કરીએ છીએ. વધુમાં તેમણે ઉમેર્યું કે, આ દરબારમાં આવવા માટે અમને માત્ર મીડિયાના માધ્યમથી જાહેર આમંત્રણ અપાયું છે, કોઈ સત્તાવાર પત્રિકા કે લેખિત આમંત્રણ મળ્યું નથી. તેથી, જ્યાં સામાન્ય જનતા જવાની છે ત્યાં અમે પણ ઉપસ્થિત રહેવાના છીએ. અમારી મુખ્ય માંગણી એ છે કે, જેવી રીતે અંધશ્રદ્ધા ફેલાવનારા ધીરેન્દ્ર શાસ્ત્રીને પોલીસ સુરક્ષા આપવામાં આવે છે, તેવી જ રીતે આ કથિત ચમત્કારોનો પર્દાફાશ કરવા જઈ રહેલા તેમના આલોચકોને પણ સુરક્ષા મળવી જોઈએ. આ હેતુથી જ અમે બે અલગ-અલગ અરજીઓ કરી છે, જેમાં એક દિવ્ય દરબાર રદ કરવાની અને બીજી અમારા માટે પોલીસ પ્રોટેક્શનની માંગણી કરતી અરજી છે. રેસકોર્સ મેદાનમાં બાબા બાગેશ્વરનો ત્રિદિવસીય મહોત્સવ સૌરાષ્ટ્ર સનાતન સમિતિ દ્વારા આયોજિત બાબા બાગેશ્વરનો ત્રિદિવસીય મહોત્સવ 5, 6 અને 7 જૂન દરમિયાન રેસકોર્સ મેદાન ખાતે યોજાશે. કથાના આયોજકોના જણાવ્યા મુજબ, આ મહોત્સવનો મુખ્ય હેતુ હિન્દુ સમાજને સંગઠિત કરવાનો તેમજ લોકોમાં સનાતન સંસ્કાર, હનુમાન ભક્તિ, રાષ્ટ્ર ભાવના અને આધ્યાત્મિક જાગૃતિનો સંચાર કરવાનો છે. ઉલ્લેખનીય છે કે, છેલ્લા એક અઠવાડિયાથી રાજકોટમાં બાબાના દરબારને લઈને વિરોધનો સૂર પણ જોવા મળ્યો હતો. સોશિયલ મીડિયા પર વિરોધીઓ દ્વારા બાબા પર અંધશ્રદ્ધા ફેલાવવાનો આરોપ લગાવીને ચેલેન્જ ફેંકવામાં આવી હતી. આ વિવાદ વચ્ચે ધીરેન્દ્ર શાસ્ત્રીએ તમામ વિરોધીઓની ચેલેન્જનો સ્વીકાર કરીને સ્પષ્ટ કર્યું છે કે, જે લોકોને પણ વિરોધ કે શંકા હોય તેઓ ખુલ્લા મને દરબારમાં આવી શકે છે. આ પણ વાંચો... પરસોત્તમ પીપળીયાએ કહ્યું- 'મારી પર તંત્ર-મંત્ર અજમાવી જુએ', ચેલેન્જ આપતા વિરોધીઓને બાબાનું દરબારમાં આવવા આમંત્રણ શું છે સમગ્ર વિવાદ? રાજકોટમાં બાગેશ્વરધામના ધીરેન્દ્ર શાસ્ત્રીના આગમન પૂર્વે ‘વિજ્ઞાન જાથા’ના જયંત પંડ્યા અને સ્થાનિક આગેવાન પરષોત્તમ પીપળીયા દ્વારા તેમના કથિત ચમત્કારોને ખુલ્લો પડકાર ફેંકવામાં આવતા વિવાદ સર્જાયો છે. તેમણે બાબા બાગેશ્વર સામે અંધશ્રદ્ધા ફેલાવવાનો આક્ષેપ કરી પોતાની જાનનું જોખમ ખેડીને પણ તેમના દિવ્ય દરબારમાં રૂબરૂ જઈ પડકારવાની જાહેરાત કરી છે, જેમાં પરષોત્તમ પીપળીયાએ વર્ષ 1997ના એક રહસ્યમય અપહરણ કેસનો ઉકેલ લાવી બતાવવા બાબાને ચેલેન્જ આપી છે. બીજી તરફ, બાબા બાગેશ્વરે આ પડકારોનો સ્વીકાર કરી વિરોધીઓને દરબારમાં આવવા આમંત્રણ આપ્યું છે, જ્યારે આયોજકોએ આ વિરોધને માત્ર સનાતન ધર્મના સંગઠનાત્મક કાર્યોને રોકવાનો એક પ્રચાર ગણાવ્યો છે. પળેપળની અપડેટ જોવા નીચે બ્લોગ સ્ક્રોલ કરો…
    Click here to Read More
    Previous Article
    Why the size of your prostate matters less than the daily symptoms
    Next Article
    Gujarat Monsoon Updates LIVE | અંબાલાલે આપી ગુજરાતમાં ચોમાસું બેસવાની તારીખ | Heavy Rains | N18L

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment