Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ટ્રેડ ડીલ પહેલાં જ ટેરિફના ભયથી બજારનો મૂડ બગડ્યો:યુદ્ધની અનિશ્ચિતતાના વાદળો ઘેરાતાં વૈશ્વિક જોખમ લેવાની ક્ષમતા ઘટી, આઇટી અને મેટલ સેક્ટરમાં સુધારો જરૂરી

    2 weeks ago

    ગત ટ્રેડિંગ સપ્તાહ ભારતીય શેરબજાર માટે મોટા ઉતાર-ચઢાવ અને તીવ્ર અસ્થિરતાથી ભરેલું રહ્યું. વૈશ્વિક સ્તરે નબળા સંકેતો અને વિદેશી સંસ્થાગત રોકાણકારોની સાવચેતીભરી વેચવાલીને કારણે સપ્તાહની શરૂઆત નબળાઈ સાથે થઈ હતી. જોકે, બેંકિંગ અને નાણાકીય ક્ષેત્રના શેરોમાં નીચલા મથાળેથી આવેલી ખરીદીને કારણે બજાર રિકવર થવાનો પ્રયાસ કરતું રહ્યું, પરંતુ દરેક ઉછાળા પર પ્રોફિટ બુકિંગ (નફાવસૂલી) હાવી થઈ જતાં ઇન્ડેક્સ ઉપરના સ્તરે ટકી શક્યો નહીં. પરિણામે, શુક્રવારે પણ બજાર ભારે વોલેટિલિટી સાથે રેડ ઝોનમાં બંધ થયું હતું. મધ્ય-પૂર્વનું સંકટ અને વૈશ્વિક અસરો : બજારમાં નબળાઈનું મુખ્ય કારણ ભૂરાજકીય તણાવ છે. ઈરાન દ્વારા કુવૈત અને બહેરીનમાં અમેરિકી સૈન્ય મથકો પર કરાયેલા હુમલા અને હોર્મુઝની સામુદ્રધુની નો માર્ગ સંપૂર્ણ બંધ કરવાની મળેલી ધમકીને પગલે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવ ફરી ઉકળવા લાગ્યા છે. અમેરિકા, ઈરાન અને ઈઝરાયલ વચ્ચે યુદ્ધની અનિશ્ચિતતાના વાદળો ઘેરાતાં વૈશ્વિક જોખમ લેવાની ક્ષમતા ઘટી છે. આ સિવાય, યુક્રેન દ્વારા રશિયા પર થયેલા હુમલા અને ડોનાલ્ડ ટ્રમ્પના આક્રમક નિવેદનો વચ્ચે અમેરિકાએ ભારત સાથે ટ્રેડ ડીલ પૂર્વે અણઘડ ટેરિફ નાખતા બજારનો મૂડ બગડ્યો હતો. આઈટી અને મેટલ સેક્ટરમાં ફંડોએ આક્રમક પ્રોફિટ બુકિંગ કરતાં ભારતીય બજારોને મોટો આંચકો લાગ્યો હતો. RBI પોલિસી : રેપો રેટ યથાવત્, ગ્રોથ અંદાજમાં ઘટાડો આ વૈશ્વિક અનિશ્ચિતતા વચ્ચે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની મોનેટરી પોલિસી કમિટીએ મોંઘવારીને નિયંત્રણમાં રાખવા મહત્વનો નિર્ણય લીધો છે. આરબીઆઈ ગવર્નર સંજય મલ્હોત્રાએ જાહેરાત કરી છે કે રેપો રેટમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી અને તે *૫.૨૫%* પર યથાવત્ રહેશે. આ નિર્ણયથી હોમ લોન કે કાર લોનના EMI ઘટવાની આશા રાખતા સામાન્ય લોકોને આંચકો લાગ્યો છે; લોકોના EMI માં કોઈ ફેરફાર જોવા નહીં મળે. વધુમાં, કેન્દ્રીય બેંકે વૈશ્વિક પડકારોને જોતાં નાણાકીય વર્ષ ૨૦૨૬-૨૭ માટે દેશના રિયલ જીડીપી ગ્રોથનો અંદાજ ૬.૯% થી ઘટાડીને ૬.૬% કર્યો છે, જે આર્થિક મોરચે સાવચેતીનો સંકેત આપે છે. મંદી તરફી નકારાત્મક પરિબળો : 1. હોર્મુઝ સ્ટ્રેટનું ભૌગોલિક મહત્વ: વિશ્વના કુલ ક્રૂડ ઓઈલ સપ્લાયનો આશરે 20% થી 25% હિસ્સો આ સાંકડા દરિયાઈ માર્ગ પરથી પસાર થાય છે. ઈરાન દ્વારા આ માર્ગ બંધ કરવાની સહેજ પણ હિલચાલ આંતરરાષ્ટ્રીય સ્તરે સપ્લાય ચેઈનને તોડી નાખે છે. ભારત પોતાની જરૂરિયાતનું 80% થી વધુ ક્રૂડ આયાત કરતું હોવાથી, જો ઓઈલ $90 કે $100 પ્રતિ બેરલ વટાવે, તો આપણી કરંટ એકાઉન્ટ ડેફિસિટ વધે છે, જે બજાર માટે મોટો ઝટકો છે. 2. અમેરિકન બોન્ડ યીલ્ડ અને ડોલર ઇન્ડેક્સ: જ્યારે વૈશ્વિક સ્તરે અસ્થિરતા વધે, ત્યારે વિદેશી રોકાણકારો જોખમી ગણાતા શેરબજારમાંથી પૈસા કાઢીને અમેરિકન સરકારી બોન્ડ્સ અને ડોલરમાં રોકાણ સુરક્ષિત માને છે. ડોલર ઇન્ડેક્સ 104-105 ના સ્તરની ઉપર મજબૂત થાય અને યુએસ 10-વર્ષની બોન્ડ યીલ્ડ વધે, ત્યારે ભારત જેવા ઊભરતા બજારોમાંથી વિદેશી સંસ્થાગત રોકાણકારો ની આક્રમક વેચવાલી શરૂ થઈ જાય છે. 3. યુએસ ટેરિફ નીતિ અને વ્યાપાર યુદ્ધ: ડોનાલ્ડ ટ્રમ્પની ટેરિફ નીતિઓ અને અમેરિકા દ્વારા ભારત સાથે ટ્રેડ ડીલ પહેલાં લાદવામાં આવેલા અણઘડ ટેરિફ સીધી રીતે ભારતની આઈટી સર્વિસિસ, ફાર્માસ્યુટિકલ્સ અને ટેક્સટાઇલ નિકાસને અસર કરે છે. અમેરિકા આપણું મોટું ટ્રેડિંગ પાર્ટનર હોવાથી ત્યાંની નીતિઓ આપણી દિગ્ગજ કંપનીઓના માર્જિન પર દબાણ લાવે છે. 4. આરબીઆઈનો જીડીપી ગ્રોથ અંદાજમાં કાપ: આરબીઆઈ દ્વારા જીડીપી ગ્રોથ રેટ 6.9% થી ઘટાડીને 6.6% કરવો એ દર્શાવે છે કે વૈશ્વિક મંદી અને મોંઘવારીની અસર હવે ભારતના સ્થાનિક ઉત્પાદન અને વપરાશ પર પણ પડી રહી છે. ગ્રોથ ધીમો પડતાં કંપનીઓના ત્રિમાસિક પરિણામો નબળા આવવાની આશંકા વધી જાય છે. તેજી તરફી સકારાત્મક પરિબળો 1. સ્થાનિક ભંડોળનો અવિરત પ્રવાહ : પહેલાંના સમયમાં જ્યારે વિદેશી રોકાણકારો વેચવાલી કરતા ત્યારે ભારતીય બજાર ધડાધડ તૂટી જતું. પરંતુ હવે ભારતીય રીટેલ રોકાણકારોની મ્યુચ્યુઅલ ફંડ અને SIP પ્રત્યેની જાગૃતિને કારણે સ્થાનિક સંસ્થાઓ પાસે પ્રચંડ કેશ લિક્વિડિટી છે. FIIs ની દરેક વેચવાલી સામે DIIs ની આ ખરીદી બજારને એક મજબૂત કવચ પૂરું પાડે છે. 2. કેરળમાં સમયસર ચોમાસાનું આગમન: ભારતની અર્થવ્યવસ્થા આજે પણ ઘણી અંશે ગ્રામીણ આવક પર નિર્ભર છે. કેરળમાં ચોમાસાનું સમયસર આગમન કૃષિ ક્ષેત્ર માટે વરદાન સાબિત થાય છે. જો ચોમાસું સારું રહેશે તો ગ્રામીણ વિસ્તારોમાં ખરીદશક્તિ વધશે, જે ટ્રેક્ટર, ટુ-વ્હીલર્સ, એફએમસીજી (દૈનિક વપરાશની વસ્તુઓ) અને કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ કંપનીઓના વેચાણમાં મોટો ઉછાળો લાવશે. 3. વ્યાજદરમાં સ્થિરતા (રેપો રેટ યથાવત્): આરબીઆઈએ રેપો રેટ ભલે 5.25% પર રાખ્યો હોય, પરંતુ સૌથી હકારાત્મક બાબત એ છે કે સેન્ટ્રલ બેંકે વ્યાજદરમાં કોઈ વધારો કર્યો નથી. વ્યાજદર સ્થિર રહેવાથી કોર્પોરેટ સેક્ટર માટે લોન મોંઘી થતી અટકે છે અને કેપિટલ ગુડ્સ, ઓટોમોબાઈલ, ઓઈલ-ગેસ તથા રિયાલ્ટી (રિયલ એસ્ટેટ) જેવા ક્ષેત્રોમાં સેન્ટિમેન્ટ પોઝિટિવ રહે છે. 4. બેંકિંગ સેક્ટરની મજબૂત બેલેન્સ શીટ : ભારતીય બેંકો (ખાસ કરીને અગ્રણી ખાનગી અને જાહેર ક્ષેત્રની બેંકો) પાસે હાલમાં એનપીએ નું પ્રમાણ ખૂબ જ ઓછું છે અને ક્રેડિટ ગ્રોથ (લોનની માંગ) મજબૂત છે. બજારને જ્યારે પણ સપોર્ટની જરૂર હોય છે, ત્યારે મજબૂત ફન્ડામેન્ટલ ધરાવતા બેંકિંગ અને ફાઇનાન્સિયલ શેરો ઇન્ડેક્સને વધુ નીચે સરકતા બચાવે છે. ભાવિ દિશા : વર્તમાન બજારની સ્થિતિને તેજી સાથે ઉચ્ચ અસ્થિરતા અને મંદીનું વધતું દબાણ" તરીકે વ્યાખ્યાયિત કરી શકાય. ટેકનિકલ દૃષ્ટિએ બજાર હજુ પણ તેના મહત્વપૂર્ણ સપોર્ટ લેવલ (આધાર સ્તરો) ઉપર ટકેલું છે, પરંતુ ઉપલા સ્તરે રેઝિસ્ટન્સ (અવરોધ) મજબૂત થઈ રહ્યું છે. જો વૈશ્વિક આઇટી અને મેટલ સેક્ટરમાં સુધારો નહીં આવે, તો વ્યાપક તેજી મર્યાદિત રહી શકે છે. રોકાણકારો માટે સલાહ: આ સમય આક્રમક ખરીદી કરવાનો નથી. રોકાણકારોએ રક્ષણાત્મક અને મજબૂત ફન્ડામેન્ટલ્સ ધરાવતા સેક્ટર્સ જેવા કે બેંકિંગ, પાવર અને દૈનિક વપરાશ ના ક્વોલિટી શેરો પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. કોઈપણ મોટા રોકાણ માટે તબક્કાવાર ખરીદી અને પ્રોપર રિસ્ક મેનેજમેન્ટની વ્યૂહરચના જ લાંબા ગાળે ફાયદાકારક નીવડશે. તા.08.06.2026 ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે… નિફ્ટી ફ્યુચર બંધ :- ( 23440 ) :- આગામી વધઘટે સંભવિત નિફ્ટી ફ્યુચર 23303 પોઇન્ટના પ્રથમ અને 23008 પોઇન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડિંગ સંદર્ભે 23505 પોઇન્ટથી 23676 પોઇન્ટ, 23808 પોઇન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. 23808 પોઇન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી. હવે જોઈએ સ્ટોક સ્પેસિફિક રેન્જ મૂવમેન્ટ બ્લૂ જેટ હેલ્થકેર ( 464 ) :- ફાર્માસ્યુટિકલ અને હેલ્થકેર સેક્ટરનો આ સ્ટોક રૂ.433 નો પ્રથમ તેમજ રૂ.427 ના બીજા સપોર્ટથી રૂ.478 થી રૂ.490 આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી સંભાવના છે. અરવિંદ લિમિટેડ ( 504 ) :- ટેક્સટાઇલ અને એપેરલ સેક્ટરનો આ સ્ટોક રૂ.480 નો પ્રથમ તેમજ રૂ.474 ના બીજા સ્ટ્રોંગ સપોર્ટથી રૂ.519 થી રૂ.530 આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે...!! રૂ.540 ઉપર તેજી તરફી ધ્યાન. પાવર ફાઇનાન્સ કોર્પોરેશન ( 429 ) :- પાવર ફાઇનાન્સ અને એનબીએફસી સેક્ટરનો આ સ્ટોક રૂ.404 ના સ્ટ્રોંગ સપોર્ટથી ટૂંકા ગાળે રૂ.447 થી રૂ.455 આસપાસ ભાવ સપાટી દર્શાવે તેવી સંભાવના છે. એક્સાઇડ ઇન્ડસ્ટ્રીઝ ( 406 ) :- બેટરી અને એનર્જી સ્ટોરેજ સેક્ટરનો આ સ્ટોક રૂ.388 નો પ્રથમ તેમજ રૂ.375 ના બીજા સપોર્ટથી રૂ.423 થી રૂ.430 આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે. જિંદાલ સૉ ( 252 ) :- સ્ટીલ પાઇપ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરનો આ સ્ટોક રૂ.244 ના સ્ટ્રોંગ સપોર્ટથી ટૂંકા ગાળે રૂ.263 થી રૂ.270 આસપાસ ભાવ સપાટી દર્શાવે તેવી સંભાવના છે.
    Click here to Read More
    Previous Article
    Amarnath Yatra security ramps up: fire audits, QR IDs for pony operators
    Next Article
    PM મોદીના હસ્તે દમણ નમો એરપોર્ટ અને હોસ્પિટલનું લોકાર્પણ:રૂ. 3000 કરોડના 53 પ્રોજેક્ટ્સની ભેટ આપશે; નાઈટ માર્કેટની મુલાકાત બાદ સભા સંબોધશે

    Related બીઝનેસ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment