Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સ્થાનિકોએ કોર્પોરેટરને ઉગ્ર રજૂઆત:ઘાટલોડિયામાં રોગચાળા માટે જવાબદાર અધિકારીને શોધીને તાકીદે સજા કરો

    16 hours ago

    ઘાટલોડિયા વિસ્તારમાં ગટર અને પીવાના પાણીની લાઈન એક થઈ જવાના કરાણે 9 સોસાયટીમાં ઝાડા-ઊલટીના કેસમાં વધારો થયો છે. આ મુદ્દો ગુરુવારે મળેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં ચર્ચાયો હતો. આ અંગે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેને કમિશનરને સ્પષ્ટ કહ્યું હતુંકે, આ મામલે જવાબદાર અધિકારી -કર્મચારીને શોધી કાઢો. તેમજ તેમની સામે પગલાં લેવામાં આવે. હવે પછી આવી ઘટના બને તો તત્કાલ તે વિસ્તારનું પાણી બંધ કરી ટેન્કરથી પાણી આપવા માટે પણ સૂચના આપવામાં આવી હતી. ગોતા વિસ્તારના કોર્પોરેટર અને સ્ટેન્ડિંગ કમિટિના સભ્ય કેતન પટેલે ગુરુવારે કમિટીની બેઠકમાં દૂષિત પાણીનો પ્રશ્ન ઉઠાવ્યો હતો. તેમજ આ બાબતે તંત્રથી ગંભીર ચૂક થઇ હોવાની રજૂઆત કરી હતી. તેમણે કહ્યું કે મેં વારંવાર જાણ કરી હોવા છતાં આ પાણીને બંધ કરવામાં આવ્યું ન હતું. ત્યારે અધિકારીઓએ પણ સ્વીકાર્યું હતુંકે, ગટર અને પાણીના કનેક્શની કામગીરી પૂર્ણ થયા બાદ આ અંગે તમામ સોસાયટીઓને જાણ કરવી જરૂરી હતીકે, તેમની ટાંકીઓ સાફ કરાવી લે જેથી જુના ગંદા પાણીની અસર ન રહે. જોકે આ માહિતી સોસાયટીઓ સુધી પહોંચાડવામાં ચૂક રહી ગઇ હતી. કેતન પટેલ સહિતના કોર્પોરેટર વિવિધ અસરગ્રસ્ત સોસાયટીઓમાં પહોંચ્યા હતા. તેમણે ચેરમેન સહિત સોસાયટીના રહીશો સમક્ષ સ્પષ્ટતા કરી હતીકે, તેમણે શનિવારથી જ તંત્રને એલર્ટ કર્યું હતું, જોકે હવે પરિસ્થિતિ નિયંત્રણમાં છે. રોગચાળો વકરતાં સ્ટેન્ડિંગ કમિટીએ કમિશનરને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હવે આવી ઘટનામાં તાત્કાલિક તે વિસ્તારમાં પાણી બંધ કરી ટેન્કરથી પાણી આપવા સૂચના અપાઈ - તંત્રને શનિવારથી જ આ અંગે જાણ કરવામાં આવી હતી, તેમ છતાં અધિકારીઓએ પરિસ્થિતિને ગંભીરતાથી ન લેતા 9 સોસાયટીઓના રહીશોએ દૂષિત પાણી પીવું પડ્યું. - આ સમગ્ર ઘટના માટે જવાબદાર અધિકારીઓ અને કર્મચારીઓની શોધ કરી તેમની સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે. - આવી ગંભીર પરિસ્થિતિમાં હવે પછી તાત્કાલિક અસરથી પાણી પુરવઠો બંધ કરી વૈકલ્પિક રીતે ટેન્કર દ્વારા શુદ્ધ પાણી પહોંચાડવા પર ભાર મૂકવામાં આવ્યો છે. 40 હજાર ખાડા 7 દિવસમાં જ પૂરી દેવા આદેશ શહેરમાં ગમે ત્યારે વરસાદ શરૂ થવાની શક્યતા છે. ત્યારે શહેરમાં વિવિધ યુટીલીટી માટે ખોદવામાં આ‌વેલા 40 હજારથી વધારે ખાડા એક સપ્તાહમાં જ પુરી દેવા માટે સ્ટેન્ડીંગ કમિટિમાં અધિકારીઓને કમિશનર દ્વારા સુચના આપવામાં આવી છે. આ ખાડાને કારણે આગામી દિવસોમાં કોઇ વ્યક્તિનો જીવ ન જાય તે સુનિશ્ચિત કરવા સૂચના અપાઈ છે.
    Click here to Read More
    Previous Article
    Video | Fire breaks out in Noida apartment complex
    Next Article
    White-ball giant-killers Afghanistan aim to impress in rare Test vs India

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment