Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દમણ દેવકા બીચ પાસે બે કારનો અકસ્માત:એરોપ્લેન સર્કલ નજીક ટક્કર, ઇજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડાયા

    1 week ago

    દમણના દેવકા બીચ નજીક આવેલા એરોપ્લેન સર્કલ પાસે મોડી રાત્રે બે કાર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં ઇજાગ્રસ્ત થયેલા લોકોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અકસ્માત કિયા કરેન્સ (GJ 01 MT 1046) અને મારુતિ અર્ટિગા (GJ 05 JF 8865) વચ્ચે સામસામે ટક્કર થવાથી થયો હતો. ટક્કર એટલી જોરદાર હતી કે, બંને વાહનોના આગળના ભાગને ભારે નુકસાન થયું હતું. ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે ઇજાગ્રસ્તોને હોસ્પિટલ પહોંચાડવાની વ્યવસ્થા કરી હતી અને અકસ્માતગ્રસ્ત વાહનોને ક્રેન મારફતે રસ્તા પરથી હટાવવાની કાર્યવાહી હાથ ધરી હતી. આ અકસ્માત દમણના દરિયા કિનારે દેવકાથી સિફેશ જેટી સુધી બનેલા નમોપથ પર થયો હતો. રાત્રિના સમયે આ માર્ગ પર વાહન વ્યવહાર ઓછો હોવાથી કેટલાક વાહનચાલકો પૂરપાટ ઝડપે વાહનો ચલાવે છે. અગાઉ પણ નમોપથના નિર્માણ બાદ આ રોડ પર અનેક અકસ્માતો થયા છે, જેમાં કેટલાક લોકોએ જીવ ગુમાવ્યા હોવાના કિસ્સા પણ નોંધાયા છે. બેફામ ગતિ અને ક્યારેક દારૂના નશામાં વાહન ચલાવવાને કારણે આવા અકસ્માતો સર્જાતા હોય છે. હાલમાં પોલીસ અકસ્માત કેવી રીતે થયો તે અંગે વધુ તપાસ કરી રહી છે. રાત્રે નમોપથ પર બેફામ બનતા વાહનચાલકો પર નિયંત્રણ લાવવા અને સ્પીડના નિયમોનું કડક અમલીકરણ કરવા પોલીસ દ્વારા પગલાં લેવાય તે જરૂરી છે.
    Click here to Read More
    Previous Article
    Editor’s View: ટ્રમ્પે બેફામ ગાળો ભાંડી:ફોન પર ઇઝરાયલના વડાપ્રધાનનો વારો પાડ્યો, દોસ્તીમાં દગો કે ડબલ ગેમ? જાણો બે બળિયાઓની લડાઇની ઇનસાઇડ સ્ટોરી
    Next Article
    Video: Massive Fire Erupts On 12th Floor Of High-Rise Building In Noida

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment