Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ચોમાસા પૂર્વેની તૈયારીઓની સમીક્ષા માટે બેઠક:કાંસ પરના દબાણો હટાવી વિકાસકામો ઝડપી કરવા મંત્રી નરેશ પટેલની તાકીદ

    2 weeks ago

    વલસાડ જિલ્લામાં ચોમાસા પૂર્વેની તૈયારીઓની સમીક્ષા માટે ગુરુવારે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે બેઠક યોજાઈ હતી. રાજ્યના આદિજાતિ વિકાસ મંત્રી અને જિલ્લા પ્રભારી મંત્રી નરેશ પટેલના અધ્યક્ષસ્થાને યોજાયેલી આ બેઠકમાં તંત્રને આગોતરું આયોજન કરવા સૂચનાઓ અપાઈ હતી. મંત્રી નરેશ પટેલે કુદરતી કાંસ અને વરસાદી પાણીના નિકાલના માર્ગો પરના દબાણો તાત્કાલિક દૂર કરવા પર ભાર મૂક્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, આનાથી પાણી ભરાવાની સમસ્યાઓ ટાળી શકાશે. તેમણે શાળાઓ શરૂ થવાના સમયગાળામાં વિદ્યાર્થીઓને અવરજવરમાં મુશ્કેલી ન પડે તે માટે શિક્ષકો અને વાલીઓને સતર્ક રાખવા પણ તાકીદ કરી હતી. ડૂબાણવાળા નાળાઓ અને જોખમી સ્થળોએ ચેતવણી બોર્ડ લગાવવા તેમજ હોમગાર્ડના જવાનો તૈનાત કરવા સૂચના અપાઈ હતી. વીજ વિભાગને ચોમાસા દરમિયાન અકસ્માતો અટકાવવા કર્મચારીઓને જરૂરી તાલીમ આપવા અને સજ્જ રાખવા જણાવાયું હતું. મંત્રીએ રસ્તા, આવાસ, પંચાયત ઘર અને આંગણવાડી સહિતના ચાલી રહેલા વિકાસકાર્યો ચોમાસા પહેલાં પૂર્ણ કરવા અધિકારીઓને નિર્દેશ આપ્યા હતા. બેઠક દરમિયાન ધારાસભ્યોએ પણ વિવિધ મુદ્દાઓ રજૂ કર્યા હતા. વલસાડના ધારાસભ્ય ભરત પટેલે સિવિલ હોસ્પિટલ રોડ પરના ગટરલાઈનના કામને ઝડપથી પૂર્ણ કરવાની માંગ કરી હતી, જેના પર મંત્રીએ તાકીદે કાર્યવાહી કરવા જણાવ્યું. ધરમપુરના ધારાસભ્ય અરવિંદ પટેલે કરંજવેરી પુલ પરથી વિદ્યાર્થીઓની અવરજવર સરળ બનાવવા મિની બસ સેવા શરૂ કરવાની રજૂઆત કરી. કપરાડાના ધારાસભ્ય જીતુ ચૌધરીએ ચોમાસામાં વીજ પુરવઠો ખોરવાય નહીં તે માટે વીજ કંપનીના અધિકારીઓને એલર્ટ રહેવા અનુરોધ કર્યો હતો. આ બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ હેતલબેન પટેલ, વાપી મહાનગરપાલિકા પ્રમુખ દક્ષાબેન પટેલ, જિલ્લા વિકાસ અધિકારી અતિરાગ ચપલોત, જિલ્લા પોલીસ વડા યુવરાજસિંહ જાડેજા સહિત જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    નર્મદામાં ડૂબી જતા બે પિતરાઈ ભાઈના મોત:વડોદરાના રાણપુર ગામે નાહવા જતા 5 યુવકમાંથી 3 ડૂબ્યા, મૃતક સાગર 15 દિવસ પહેલા પિતા બન્યો'તો, પુત્રનું મોઢું પણ ન જોઈ શક્યો
    Next Article
    દ્વારકામાં ગોમતી માતાજી મંદિરે ચુંદડી મનોરથ:હરેશભાઈ વિઠલાણી પરિવારે ભક્તિભાવપૂર્વક સંપન્ન કર્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment