Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમરેલી ગીર પૂર્વમાં વધુ એક સિંહણનું મોત:વન વિભાગનો દાવો- ગર્ભમાં બચ્ચાનું મોત થતાં સિંહણનું પણ મૃત્યુ થયું; બે દિવસથી વધુ સમય સુધી મૃતદેહ પડી રહ્યો હોવાની ચર્ચા

    1 week ago

    ગીર પૂર્વ વનવિભાગ હેઠળના અમરેલી જિલ્લામાં વધુ એક સિંહણનું મોત થયું છે. ધારી ગીર પૂર્વ ડિવિઝનની સરસિયા રેન્જમાં આવેલા લુવારિયા કૃષ્ણગઢ વિસ્તારમાંથી સિંહણનો મૃતદેહ મળી આવ્યો હતો. વનવિભાગે મૃતદેહનો કબજો લઈ કાર્યવાહી હાથ ધરી છે. વનવિભાગના જણાવ્યા અનુસાર, આ સિંહણ ગર્ભવતી હતી અને ગર્ભમાં જ તેના બચ્ચાનું મોત થયું હતું, જેના કારણે સિંહણનું પણ મૃત્યુ થયું હતું. આ ઘટનાને પગલે વનવિભાગની કામગીરી અને સિંહોની સુરક્ષા વ્યવસ્થા પર ફરી સવાલો ઉભા થયા છે. ગાંધીનગરના પીસીસીએફ જયપાલ સિંહ રાઠોડે પણ આ વાતની પુષ્ટિ કરી છે. તેમણે જણાવ્યું કે, સિંહણના ગર્ભમાં બચ્ચાનું મોત થવાથી સિંહણનું મૃત્યુ થયું છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, સિંહણનો મૃતદેહ બે દિવસથી વધુ સમયથી પડ્યો હતો. સ્થાનિક લોકોએ જાણ કર્યા બાદ વનવિભાગ મોડી સાંજે ઘટનાસ્થળે પહોંચ્યું હતું. આ ઘટના સ્થાનિક ફોરેસ્ટ સ્ટાફના પેટ્રોલિંગના અભાવ અને સિંહોની સુરક્ષામાં બેદરકારી તરફ ઈશારો કરે છે. આ મામલે ધારી ગીર પૂર્વના ડીસીએફ વિકાસ યાદવે મીડિયાના પ્રશ્નોના જવાબ આપવાનું ટાળ્યું હતું.
    Click here to Read More
    Previous Article
    એ ભાગો, ભાગો...બે આખલાએ ગામ ગાંડું કર્યું:એકે દવાખાનામાં ઘુસી ધમાચકડી મચાવી, બીજો દુકાનનો સોદો પાડવા પહેલા માળે ચડ્યો!, નેતાઓએ સાઇકલ પર સીન નાખ્યા
    Next Article
    Viral: Upasana Konidela Is A True-Blue Ram Charan Fan, Cheers Loudly For Peddi In Hyderabad Theatre

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment