Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ધંધુકા પાસે ટ્રક-કાર વચ્ચે ભયાનક ટક્કર, એકનું મોત:મહિલા સહિત ત્રણ ઇજાગ્રસ્ત; પોરબંદરથી લીમખેડા જતાં પરિવારને નડ્યો અકસ્માત

    23 hours ago

    અમદાવાદ જિલ્લાના ધંધુકા-રાણપુર રોડ પર કિશાન જીન નજીક આજે ટ્રક અને કાર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું, જ્યારે એક મહિલા સહિત ત્રણ વ્યક્તિ ઘાયલ થયા છે. મૃતકનું નામ ઇજાગ્રસ્તોના નામ પોરબંદરથી લીમખેડા જતી કારને નડ્યો અકસ્માત પ્રાથમિક માહિતી અનુસાર, અકસ્માતનો ભોગ બનેલી કારમાં સવાર લોકો પોરબંદરથી દાહોદ જિલ્લાના લીમખેડા તરફ જઈ રહ્યા હતા. ધંધુકા નજીક કિશાન જીન પાસે તેમની કાર ટ્રક સાથે ધડાકાભેર અથડાઈ હતી. અકસ્માત એટલો ભયાવહ હતો કે, કારને ભારે નુકસાન થયું હતું. ઘટનાની જાણ થતાં જ ધંધુકાની 108 એમ્બ્યુલન્સની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. ઇજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર આપીને વધુ સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ ઉપરાંત, 112 પોલીસની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી હતી અને જરૂરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે અકસ્માતના ચોક્કસ કારણો જાણવા માટે તપાસ શરૂ કરી છે. આ ઘટનાને કારણે થોડા સમય માટે રોડ પર ટ્રાફિકની અવરજવર પણ પ્રભાવિત થઈ હતી.
    Click here to Read More
    Previous Article
    સુરતમાં એકબાદ એક વાહનોને ઉડાવનાર આર્કિટેક્ચર નીકળ્યો:ચાલુ EV કારે બિયર પીને બે સગા ભાઈ અને બે મહિલાના હાથ-પગ કચડ્યા; નશો એટલો હતો કે બોલી પણ ન શક્યો
    Next Article
    તાપીના ઉકાઈ રોડ પર બેકાબૂ ટેમ્પોનો અકસ્માત:અનેક વાહનોને અડફેટે લીધા, સદનસીબે જાનહાનિ ટળી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment