Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સાબરકાંઠાના પોશીનામાં કરા સાથે ધોધમાર વરસાદ:અમરેલીમાં વરસાદી ઝાપટાં, આજે ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદની આગાહી

    1 day ago

    હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે 3 જૂને 11 જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. પવનની ગતિ પ્રતિ કલાક 40 થી 50 કિમીની રહેવાની સંભાવના વ્યકત કરવામાં આવી છે. આગામી બે-ત્રણ દિવસ ગરમીમાં બેથી ત્રણ ડિગ્રીનો ઘટાડો રહેશે. ત્યારબાદ તાપમાનમાં ફરી વધારો થશે. હવામાન વિભાગના મતે આવતીકાલે (4 જૂને) કેરળમાં ચોમાસાની એન્ટ્રી થઈ શકે છે. પોશીના વિસ્તારમાં કરા સાથે ધોધમાર વરસાદ સાબરકાંઠાના પોશીના અને આસપાસના વિસ્તારોમાં અચાનક વાતાવરણ પલટાતા કરા સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. પોશીના, દેલવાડા, આંબા મહુડા, ગણેર અને છોછર સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ નોંધાયો હતો. ગુજરાત-રાજસ્થાન સરહદી વિસ્તારમાં પણ કરા સાથે ભારે વરસાદ પડતા રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા. પોશીનાના મુખ્ય રસ્તાઓ પર વરસાદી પાણી વહેતા નદી જેવા દ્રશ્યો સર્જાયા હતા, જેના કારણે વાહનચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ભારે ઉકળાટ અને ગરમી બાદ બપોર પછી અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને કાળા ડિબાંગ વાદળો સાથે વરસાદી માહોલ સર્જાયો હતો. વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી જતા લોકોને ગરમીમાંથી રાહત મળી હતી. અમરેલીમાં પણ વરસાદી ઝાપટાં થયા અમરેલી જિલ્લાના વડીયા-કુંકાવાવ તાલુકાના અમરાપુર ગામે મેઘરાજાની એન્ટ્રી થઈ છે. અચાનક વાતાવરણમાં પલટો આવતા અમરાપુર સહિત આસપાસના વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયો અને પંચાળ બાબરા પંથકમાં વરસાદી છુટા છવાયા ઝાપટા જોવા મળ્યા હતાં. અમરેલી જિલ્લાના ખડ ખંભાળિયા લાપાળીયા સહિત આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમા કરા સાથે વરસાદ પડ્યો હતો. જેથી સમગ્ર વિસ્તારમાં ઠંડક પ્રસરી ગઈ છે. ઉત્તર-દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર-કચ્છમાં વરસાદની આગાહી હવામાન વિભાગે આગામી 7 દિવસ માટે ગાજવીજ સાથે વરસાદની આગાહી કરી છે. આજે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, ખેડા, પંચમહાલ, દાહોદ, મહિસાગર અને કચ્છ સહિતના ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં 50થી 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાતા પવન અને વીજળીના કડાકા સાથે મધ્યમ વરસાદની સંભાવના છે. આ સિવાય ખેડા, આણંદ, વડોદરા, સુરત અને વલસાડ સહિત દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છના જિલ્લાઓમાં 40થી 50 કિલોમીટરની ઝડપે પવન સાથે હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. 6 જૂનથી વરસાદનું જોર ઘટશે આવતીકાલે પણ રાજ્યના તમામ જિલ્લાઓમાં આ પ્રકારનો વરસાદી માહોલ અને વાવાઝોડાની અસર યથાવત રહેશે. જો કે, આગામી 6 જૂનથી વરસાદનું જોર ઘટશે અને માત્ર પંચમહાલ, દાહોદ, મહીસાગર તથા સમગ્ર દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અમરેલી-ભાવનગરમાં જ છૂટાછવાયો વરસાદ જોવા મળશે, જ્યારે બાકીના વિસ્તારોમાં હવામાન સૂકું થઈ જશે. અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ રહેશે અમદાવાદની વાત કરીએ તો, આગામી 24 કલાક દરમિયાન શહેરમાં સામાન્ય રીતે વાદળછાયું વાતાવરણ રહેશે. આ સાથે જ વીજળીના કડાકા-ભડાકા અને વાવાઝોડા સાથે હળવાથી મધ્યમ વરસાદના એક કે બે રાઉન્ડ આવી શકે છે. ગઇકાલે અમદાવાદનું મહત્તમ તાપમાન 37 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે સામાન્ય કરતાં 4.3 ડિગ્રી ઓછું છે. આગામી દિવસોમાં તાપમાનમાં હજુ પણ 2થી 4 ડિગ્રી સુધીનો ઘટાડો થવાની સંભાવના છે, જેનાથી નાગરિકોને ગરમીથી મોટી રાહત મળશે. આગામી 7 દિવસ રાજ્યમાં વરસાદી માહોલ છવાયેલો રહેશે હવામાન વિભાગના ડાયરેક્ટર એ.કે.દાસના જણાવ્યા મુજબ રાજ્યમાં હાલ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય બન્યું છે, જેના કારણે આગામી 7 દિવસ દરમિયાન વરસાદી માહોલ જોવા મળશે. ખાસ કરીને, રાજ્યના વિવિધ વિસ્તારોમાં ભારે પવન સાથે ગાજવીજ અને વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. પવનની ઝડપ અંદાજે 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાક સુધી રહી શકે છે. અમદાવાદ શહેરમાં પણ ભારે પવન સાથે ગાજવીજ અને વરસાદ પડવાની આગાહી છે. આ સાથે જ ચોમાસું આગળ વધવા માટે પરિસ્થિતિ અનુકૂળ બની રહી છે, અને 4 જૂન આસપાસ ચોમાસું કેરળ પહોંચવાની શક્યતા દર્શાવવામાં આવી છે. વરસાદી વાતાવરણના કારણે ગરમીમાં રાહત રાજ્યમાં પ્રિમોન્સૂન એક્ટિવિટીના કારણે વાતાવરણમાં પલટો આવ્યો છે. જેના કારણે મોટાભાગના જિલ્લાઓમાં ગરમીમાં 3 થી 4 ડિગ્રીનો ઘટાડો નોંધાયો છે. આગામી એક બે દિવસમાં હજી પણ વધુ ઘટાડો થવાની શક્યતા છે. અનેક શહેરોના મહત્તમ તાપમાનમાં સામાન્ય કરતા પણ ઘટાડો થતા લોકોએ રાહત અનુભવી છે. આવતીકાલે ચોમાસુ કેરળ પહોંચી શકે હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આવતીકાલે (4 જૂન) કેરળમાં ચોમાસાની સત્તાવાર એન્ટ્રી થવાની શક્યતા છે. કેરળમાં ચોમાસાનો પ્રવેશ થયા બાદ ધીમે ધીમે આગળ વધશે. ગુજરાતમાં સામાન્ય રીતે 15 જૂન આસપાસ ચોમાસું બેસી જતું હોય છે. મુખ્ય સચિવની અધ્યક્ષતામાં પ્રિ-મોનસૂન સમીક્ષા બેઠક યોજાઈ ગુજરાતમાં આગામી ચોમાસાની પરિસ્થિતિને પહોંચી વળવા માટે મુખ્ય સચિવ એમ. કે. દાસની અધ્યક્ષતામાં આજે 3 જૂને ગાંધીનગર ખાતે એક ઉચ્ચ-સ્તરીય પ્રિ-મોનસૂન સમીક્ષા બેઠક યોજાઇ હતી. જેમાં વિવિધ વિભાગોના વડાઓ અને કેન્દ્ર-રાજ્ય સરકારની એજન્સીઓના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં. મુખ્ય સચિવે ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાનના અસરકારક અમલીકરણ, રાજ્ય-જિલ્લા કક્ષાના કંટ્રોલરૂમ તાત્કાલિક શરૂ કરવા અને પૂરતી દવાઓ તથા પુરવઠાનો જથ્થો સુનિશ્ચિત કરવા આદેશ આપ્યા છે. આ ઉપરાંત, તેમણે શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં રોડ-રસ્તા, ગટરના બાકી કામો, બ્રિજનું સમારકામ ઝડપથી પૂર્ણ કરવા તથા વાવાઝોડાથી જાનહાનિ રોકવા વન વિભાગને વૃક્ષોનું ટ્રિમિંગ કરવા તેમજ મોટા ડેમોની સ્થિતિ પર નજર રાખવા સૂચના આપી હતી. NDRFની 14 અને SDRFની 22 ટીમો તૈનાત રહેશે આ બેઠકમાં મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ જયંતિ રવિએ જણાવ્યું હતું કે, ચોમાસા દરમિયાન ભારે વરસાદ અને પૂર જેવી કટોકટીમાં બચાવ કામગીરી માટે રાજ્યમાં NDRFની 14 અને SDRFની 22 ટીમોને આધુનિક સાધનો, બોટ અને લાઈફ જેકેટ સાથે તહેનાત કરવામાં આવશે. સ્ટેટ મોન્સુન ડિઝાસ્ટર પ્લાન મુજબ તમામ વિભાગોએ જિલ્લા તંત્ર સાથે સંકલન સાધીને કામ કરવાનું રહેશે. હવામાન, આરોગ્ય સહિતના વિભાગે પ્લાનનું પ્રેઝન્ટેશન રજૂ કર્યું બેઠક દરમિયાન સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર (SEOC)ના સંકલન સાથે હવામાન, આરોગ્ય, માર્ગ-મકાન અને શહેરી વિકાસ જેવા મહત્વના વિભાગો દ્વારા પોતાના પ્લાનનું પ્રેઝન્ટેશન રજૂ કરાયું હતું. આ સમીક્ષામાં લશ્કરી દળો, BSF, કોસ્ટગાર્ડ, CRPF, રેલવે, ઇસરો અને દૂરદર્શન સહિત કેન્દ્ર તથા રાજ્ય સરકારની વિવિધ એજન્સીઓના ઉચ્ચ અધિકારીઓએ પણ ભાગ લીધો હતો. ભારત સહિત દુનિયાભરમાં 3 મહિના સુધી દુષ્કાળની આશંકા:કેન્દ્રનો નિર્દેશ- રાજ્યો આનો સામનો કરવા માટે યોજના લાગુ કરે ભારતીય હવામાન વિભાગ પછી વિશ્વ હવામાન વિજ્ઞાન સંગઠન (WMO) એ પણ વૈશ્વિક આબોહવા અંગે ચેતવણી જારી કરી છે. સંયુક્ત રાષ્ટ્ર (UN)ની આ હવામાન એજન્સી અનુસાર પ્રશાંત મહાસાગરમાં ઝડપથી ગરમ થઈ રહેલા દરિયાઈ પાણીને કારણે જૂનથી ઓગસ્ટ વચ્ચે અલ નીનો બનવાની સંભાવના 80% છે. નવેમ્બર સુધીમાં તેના 90% કે તેથી વધુ રહેવાની સંભાવના છે. અલ નીનો આગળ જતાં વધુ મજબૂત બની શકે છે. આનાથી ભારત સહિત દુનિયાભરમાં દુષ્કાળ, પૂર, દરિયાઈ-સ્થલીય હીટવેવ અને હવામાનના ખતરનાક સ્વરૂપો જોવા મળી શકે છે. કૃષિ મંત્રાલયે રાજ્યો અને સંબંધિત એજન્સીઓને નિર્દેશ આપ્યો છે કે સામાન્ય કરતાં ઓછો વરસાદ અને અલ નીનોની સંભાવનાને ધ્યાનમાં રાખીને જિલ્લા સ્તરે યોજના લાગુ કરે. કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું કે, આ સાથે ખેડૂતો સુધી ઝડપથી માહિતી પહોંચાડવા માટે ડિજિટલ અને કોલ સેન્ટર સેવાઓને મજબૂત કરે.વાંચો સંપૂર્ણ સમાચાર ============== MP-UP સહિત 11 રાજ્યોમાં વાવાઝોડા-વરસાદ:આગ્રામાં રસ્તા-ફૂટપાથ ધસી પડ્યા, જમ્મુ-કાશ્મીરમાં 3 જગ્યાએ વાદળ ફાટ્યું દેશભરમાં વાવાઝોડા અને વરસાદને કારણે પારો 40°C થી નીચે આવી ગયો છે. મંગળવારે ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, રાજસ્થાન, બિહાર, ઉત્તરાખંડ, ઝારખંડ, છત્તીસગઢ, જમ્મુ-કાશ્મીર, કર્ણાટક, તમિલનાડુ અને ગુજરાતમાં વરસાદ થયો હતો. યુપીના આગ્રામાં લગભગ એક કલાક સુધી ભારે વરસાદને કારણે રસ્તાઓ અને ફૂટપાથ ધસી પડ્યા.તેમાં ટ્રેક્ટર-ટ્રોલી, કાર અને ટ્રક પલટી ગયા. એમપીના સિંગરૌલીમાં વીજળી પડવાથી એક કિશોરનું અને નીમચમાં જર્જરિત મકાનની છત પડવાથી માતા-પુત્રનું મૃત્યુ થયું હતું. જમ્મુ-કાશ્મીરના ડોડા, કિશ્તવાડ અને પુંછ જિલ્લામાં વાદળ ફાટ્યા.જેના કારણે રસ્તાઓ જામ થઈ ગયા,રહેણાંક વિસ્તારો પાણીમાં ડૂબી ગયા અને વાહનો કાટમાળમાં ફસાઈ ગયા.અનંતનાગ જિલ્લામાં વાવાઝોડામાં ઝાડ પડવાથી એક વ્યક્તિનું મૃત્યુ થયું.વાંચો સંપૂર્ણ સમાચાર આ પણ વાંચો:ઉનાળામાં સ્કિન ઇન્ફેક્શનનો ઉપાડો!:તડકો, ભેજ અને પરસેવાથી વધતું જોખમ, ડર્મેટોલોજિસ્ટ પાસેથી જાણો બચાવની 10 ટિપ્સ
    Click here to Read More
    Previous Article
    Firhad Hakim resigns as Kolkata Mayor as TMC crisis deepens
    Next Article
    નવસારીના ધારાગીરીમાં રમત-રમતમાં 2 માસૂમને મોત મળ્યું:પિતરાઈ કૈરવ અને અભિમન્યુ બંધ કારમાં ફસાયા, મહિલાની બૂમાબૂમ; ગરમી અને ગૂંગળામણથી મોતની આશંકા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment