Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પોશીના વિસ્તારમાં કરા સાથે ધોધમાર વરસાદ:અમરેલીમાં વરસાદી ઝાપટાં, આજે ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદની આગાહી

    20 hours ago

    હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે 3 જૂને 11 જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. પવનની ગતિ પ્રતિ કલાક 40 થી 50 કિમીની રહેવાની સંભાવના વ્યકત કરવામાં આવી છે. આગામી બે-ત્રણ દિવસ ગરમીમાં બેથી ત્રણ ડિગ્રીનો ઘટાડો રહેશે. ત્યારબાદ તાપમાનમાં ફરી વધારો થશે. હવામાન વિભાગના મતે આવતીકાલે (4 જૂને) કેરળમાં ચોમાસાની એન્ટ્રી થઈ શકે છે. પોશીના વિસ્તારમાં કરા સાથે ધોધમાર વરસાદ પોશીના અને આસપાસના વિસ્તારોમાં અચાનક વાતાવરણ પલટાતા કરા સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. પોશીના, દેલવાડા, આંબા મહુડા, ગણેર અને છોછર સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ નોંધાયો હતો. ગુજરાત-રાજસ્થાન સરહદી વિસ્તારમાં પણ કરા સાથે ભારે વરસાદ પડતા રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા. પોશીનાના મુખ્ય રસ્તાઓ પર વરસાદી પાણી વહેતા નદી જેવા દ્રશ્યો સર્જાયા હતા, જેના કારણે વાહનચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ભારે ઉકળાટ અને ગરમી બાદ બપોર પછી અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને કાળા ડિબાંગ વાદળો સાથે વરસાદી માહોલ સર્જાયો હતો. વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી જતા લોકોને ગરમીમાંથી રાહત મળી હતી. અમરેલીમાં પણ વરસાદી ઝાપટાં થયા અમરેલી જિલ્લાના વડીયા-કુંકાવાવ તાલુકાના અમરાપુર ગામે મેઘરાજાની એન્ટ્રી થઈ છે. અચાનક વાતાવરણમાં પલટો આવતા અમરાપુર સહિત આસપાસના વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયો અને પંચાળ બાબરા પંથકમાં વરસાદી છુટા છવાયા ઝાપટા જોવા મળ્યા હતાં. ઉત્તર-દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર-કચ્છમાં વરસાદની આગાહી હવામાન વિભાગે આગામી 7 દિવસ માટે ગાજવીજ સાથે વરસાદની આગાહી કરી છે. આજે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, ખેડા, પંચમહાલ, દાહોદ, મહિસાગર અને કચ્છ સહિતના ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં 50થી 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાતા પવન અને વીજળીના કડાકા સાથે મધ્યમ વરસાદની સંભાવના છે. આ સિવાય ખેડા, આણંદ, વડોદરા, સુરત અને વલસાડ સહિત દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છના જિલ્લાઓમાં 40થી 50 કિલોમીટરની ઝડપે પવન સાથે હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. 6 જૂનથી વરસાદનું જોર ઘટશે આવતીકાલે પણ રાજ્યના તમામ જિલ્લાઓમાં આ પ્રકારનો વરસાદી માહોલ અને વાવાઝોડાની અસર યથાવત રહેશે. જો કે, આગામી 6 જૂનથી વરસાદનું જોર ઘટશે અને માત્ર પંચમહાલ, દાહોદ, મહીસાગર તથા સમગ્ર દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અમરેલી-ભાવનગરમાં જ છૂટાછવાયો વરસાદ જોવા મળશે, જ્યારે બાકીના વિસ્તારોમાં હવામાન સૂકું થઈ જશે. અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ રહેશે અમદાવાદની વાત કરીએ તો, આગામી 24 કલાક દરમિયાન શહેરમાં સામાન્ય રીતે વાદળછાયું વાતાવરણ રહેશે. આ સાથે જ વીજળીના કડાકા-ભડાકા અને વાવાઝોડા સાથે હળવાથી મધ્યમ વરસાદના એક કે બે રાઉન્ડ આવી શકે છે. ગઇકાલે અમદાવાદનું મહત્તમ તાપમાન 37 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે સામાન્ય કરતાં 4.3 ડિગ્રી ઓછું છે. આગામી દિવસોમાં તાપમાનમાં હજુ પણ 2થી 4 ડિગ્રી સુધીનો ઘટાડો થવાની સંભાવના છે, જેનાથી નાગરિકોને ગરમીથી મોટી રાહત મળશે. આગામી 7 દિવસ રાજ્યમાં વરસાદી માહોલ છવાયેલો રહેશે હવામાન વિભાગના ડાયરેક્ટર એ.કે.દાસના જણાવ્યા મુજબ રાજ્યમાં હાલ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય બન્યું છે, જેના કારણે આગામી 7 દિવસ દરમિયાન વરસાદી માહોલ જોવા મળશે. ખાસ કરીને, રાજ્યના વિવિધ વિસ્તારોમાં ભારે પવન સાથે ગાજવીજ અને વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. પવનની ઝડપ અંદાજે 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાક સુધી રહી શકે છે. અમદાવાદ શહેરમાં પણ ભારે પવન સાથે ગાજવીજ અને વરસાદ પડવાની આગાહી છે. આ સાથે જ ચોમાસું આગળ વધવા માટે પરિસ્થિતિ અનુકૂળ બની રહી છે, અને 4 જૂન આસપાસ ચોમાસું કેરળ પહોંચવાની શક્યતા દર્શાવવામાં આવી છે. વરસાદી વાતાવરણના કારણે ગરમીમાં રાહત રાજ્યમાં પ્રિમોન્સૂન એક્ટિવિટીના કારણે વાતાવરણમાં પલટો આવ્યો છે. જેના કારણે મોટાભાગના જિલ્લાઓમાં ગરમીમાં 3 થી 4 ડિગ્રીનો ઘટાડો નોંધાયો છે. આગામી એક બે દિવસમાં હજી પણ વધુ ઘટાડો થવાની શક્યતા છે. અનેક શહેરોના મહત્તમ તાપમાનમાં સામાન્ય કરતા પણ ઘટાડો થતા લોકોએ રાહત અનુભવી છે. આવતીકાલે ચોમાસુ કેરળ પહોંચી શકે હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આવતીકાલે (4 જૂન) કેરળમાં ચોમાસાની સત્તાવાર એન્ટ્રી થવાની શક્યતા છે. કેરળમાં ચોમાસાનો પ્રવેશ થયા બાદ ધીમે ધીમે આગળ વધશે. ગુજરાતમાં સામાન્ય રીતે 15 જૂન આસપાસ ચોમાસું બેસી જતું હોય છે. ભારત સહિત દુનિયાભરમાં 3 મહિના સુધી દુષ્કાળની આશંકા:કેન્દ્રનો નિર્દેશ- રાજ્યો આનો સામનો કરવા માટે યોજના લાગુ કરે ભારતીય હવામાન વિભાગ પછી વિશ્વ હવામાન વિજ્ઞાન સંગઠન (WMO) એ પણ વૈશ્વિક આબોહવા અંગે ચેતવણી જારી કરી છે. સંયુક્ત રાષ્ટ્ર (UN)ની આ હવામાન એજન્સી અનુસાર પ્રશાંત મહાસાગરમાં ઝડપથી ગરમ થઈ રહેલા દરિયાઈ પાણીને કારણે જૂનથી ઓગસ્ટ વચ્ચે અલ નીનો બનવાની સંભાવના 80% છે. નવેમ્બર સુધીમાં તેના 90% કે તેથી વધુ રહેવાની સંભાવના છે. અલ નીનો આગળ જતાં વધુ મજબૂત બની શકે છે. આનાથી ભારત સહિત દુનિયાભરમાં દુષ્કાળ, પૂર, દરિયાઈ-સ્થલીય હીટવેવ અને હવામાનના ખતરનાક સ્વરૂપો જોવા મળી શકે છે. કૃષિ મંત્રાલયે રાજ્યો અને સંબંધિત એજન્સીઓને નિર્દેશ આપ્યો છે કે સામાન્ય કરતાં ઓછો વરસાદ અને અલ નીનોની સંભાવનાને ધ્યાનમાં રાખીને જિલ્લા સ્તરે યોજના લાગુ કરે. કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું કે, આ સાથે ખેડૂતો સુધી ઝડપથી માહિતી પહોંચાડવા માટે ડિજિટલ અને કોલ સેન્ટર સેવાઓને મજબૂત કરે.વાંચો સંપૂર્ણ સમાચાર ============== MP-UP સહિત 11 રાજ્યોમાં વાવાઝોડા-વરસાદ:આગ્રામાં રસ્તા-ફૂટપાથ ધસી પડ્યા, જમ્મુ-કાશ્મીરમાં 3 જગ્યાએ વાદળ ફાટ્યું દેશભરમાં વાવાઝોડા અને વરસાદને કારણે પારો 40°C થી નીચે આવી ગયો છે. મંગળવારે ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, રાજસ્થાન, બિહાર, ઉત્તરાખંડ, ઝારખંડ, છત્તીસગઢ, જમ્મુ-કાશ્મીર, કર્ણાટક, તમિલનાડુ અને ગુજરાતમાં વરસાદ થયો હતો. યુપીના આગ્રામાં લગભગ એક કલાક સુધી ભારે વરસાદને કારણે રસ્તાઓ અને ફૂટપાથ ધસી પડ્યા.તેમાં ટ્રેક્ટર-ટ્રોલી, કાર અને ટ્રક પલટી ગયા. એમપીના સિંગરૌલીમાં વીજળી પડવાથી એક કિશોરનું અને નીમચમાં જર્જરિત મકાનની છત પડવાથી માતા-પુત્રનું મૃત્યુ થયું હતું. જમ્મુ-કાશ્મીરના ડોડા, કિશ્તવાડ અને પુંછ જિલ્લામાં વાદળ ફાટ્યા.જેના કારણે રસ્તાઓ જામ થઈ ગયા,રહેણાંક વિસ્તારો પાણીમાં ડૂબી ગયા અને વાહનો કાટમાળમાં ફસાઈ ગયા.અનંતનાગ જિલ્લામાં વાવાઝોડામાં ઝાડ પડવાથી એક વ્યક્તિનું મૃત્યુ થયું.વાંચો સંપૂર્ણ સમાચાર આ પણ વાંચો:ઉનાળામાં સ્કિન ઇન્ફેક્શનનો ઉપાડો!:તડકો, ભેજ અને પરસેવાથી વધતું જોખમ, ડર્મેટોલોજિસ્ટ પાસેથી જાણો બચાવની 10 ટિપ્સ
    Click here to Read More
    Previous Article
    મમતાની TMC તૂટી, 58 ધારાસભ્યોએ અલગ જૂથ બનાવ્યું:ઋતબ્રત બેનર્જીને ધારાસભ્ય દળના નેતા તરીકે ચૂંટ્યા, દાવો- સ્પીકરે તેમને વિરોધ પક્ષના નેતા માન્યા
    Next Article
    પાંચમા પગાર પંચના કર્મીઓેને સરકારની ભેટ:રાજ્યભરમાં બાંગ્લાદેશી ઘુષણખોરો સામે કાર્યવાહી, થલતેજ ગોતામાં દુષિત પાણીથી ફેલાયો રોગચાળો, પુત્રની સામે જ તરફડિયાં મારી પિતાનું મોત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment