Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હોટલ સંચાલકને હાઈવે પર આંતરી બે શખ્સોનો હુમલો:જૂની પાર્સલની અદાવતને લઈને મારી નાખી આપવાની ધમકી આપી, ફરિયાદ નોંધાઈ

    19 hours ago

    સિહોરના રાજપરા વિસ્તારમાં એક વર્ષ જૂની પાર્સલની અદાવતને લઈને હોટલ સંચાલક પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. શખ્સોઓએ હોટલ સંચાલકને રસ્તામાં રોકી લોખંડના પાઈપ વડે પગ પર ઘા મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ મામલે હોટલ સંચાલકે સિહોર પોલીસ મથકે બે શખ્સો સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. બે શખસ હોટલ સંચાલક પર લોખંડના પાઇપ વડે તૂટી પડ્યા મળતી વિગતો અનુસાર, ફરિયાદી પારસ કુવાડિયા તેઓ આજે સાંજે પોતાની ઈલેક્ટ્રિક મોટરસાયકલ પર રાજપરાથી પોતાની હોટલ તરફ જઈ રહ્યા હતાં. ત્યારે રાજકોટ-ભાવનગર હાઈવે પર તેમના જ ગામના ચેતન ભોપાભાઈ ડાંગર અને રાજુ ભોપાભાઈ ડાંગરે પોતાની કાર વડે પારસને આંતર્યા હતાં. ત્યારબાદ બંને શખ્સોએ કારમાંથી ઉતરી પારસને ગાળો આપી હતી. પારસે ગાળો બોલવાની ના પાડતા ઉશ્કેરાયેલા બંને શખસે લોખંડના પાઇપ વડે તેમના બંને પગ પર ઘા માર્યા હતાં. હુમલાખોરોએ પારસને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. ત્યારબાદ પારસ જીવ બચાવવા ત્યાંથી હોટલ તરફ ભાગ્યા હતા અને બાદમાં 112 નંબર પર જાણ કરી હતી. જૂની પાર્સલની અદાવતને લઈને જીવલેણ હુમલો હુમલાનું કારણ લગભગ એક વર્ષ પહેલા ચેતન ભોપાભાઈ ડાંગરે હોટલ પર જમવાનું પાર્સલ મંગાવ્યું હતું, જે પારસ દ્વારા મોકલવામાં આવ્યું ન હતું. આ બાબતે તે સમયે બોલાચાલી અને ઝઘડો થયો હતો, જેની દાઝ રાખીને આજે આ હુમલો કરવામાં આવ્યો હોવાનું ફરિયાદમાં જણાવ્યું હતું અને આ મામલે પારસ એ ચેતન અને રાજુ વિરુદ્ધ સિહોર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    દાહોદમાં 12 થી 20 જૂન જનકલ્યાણ શિબિર:છેવાડાના માનવી સુધી સરકારી યોજનાઓનો લાભ પહોંચશે
    Next Article
    કરોડોની જમીન હડપવાનું મોટું કૌભાંડ:સોનીપુરમાં ભાઈએ જ ભાઈના નામે બનાવટી દસ્તાવેજ બનાવી જમીન વેચી મારી, નોટરી સહિત છ સામે ગુનો દાખલ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment