Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    તાપીમાં સ્વચ્છ ભારત મિશન અભિયાન:પર્યાવરણ દિવસે ગ્રામ પંચાયતોમાં સામૂહિક સફાઈ કરાઈ

    17 hours ago

    વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે તાપી જિલ્લામાં 'સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ)' અંતર્ગત સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ ગ્રામીણ સ્તરે સ્વચ્છતા પ્રત્યે જાગૃતિ લાવવાનો અને જનભાગીદારીથી ગામડાઓને સ્વચ્છ બનાવવાનો હતો. આ અભિયાનમાં જિલ્લાની તમામ ગ્રામ પંચાયતોમાં સ્થાનિક ગ્રામજનો, સરકારી કર્મચારીઓ અને સ્વયંસેવકોએ ભાગ લીધો હતો. તેમણે જાહેર માર્ગો, બગીચાઓ અને અન્ય જાહેર સ્થળોની સફાઈ કરી હતી. ઘન કચરાના યોગ્ય વ્યવસ્થાપન પર ભાર મૂકવામાં આવ્યો હતો. આ માટે ખાસ બેઠકો યોજીને ગ્રામજનોને સૂકો અને ભીનો કચરો અલગ રાખવા તેમજ તેના નિકાલ અંગે માર્ગદર્શન અપાયું હતું. વિદ્યાર્થીઓ અને દર્દીઓના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને શાળાઓ, આંગણવાડીઓ અને આરોગ્ય કેન્દ્રોની આસપાસના વિસ્તારોમાં પણ વિશેષ સફાઈ ઝુંબેશ ચલાવવામાં આવી હતી. "પર્યાવરણની સુરક્ષા એ જ માનવ સ્વાસ્થ્યની સુરક્ષા" સૂત્ર સાથે તાપી જિલ્લાના નાગરિકો આ અભિયાનમાં સહભાગી બન્યા હતા. આ સ્વચ્છતા અભિયાન દ્વારા જિલ્લામાં પર્યાવરણ પ્રત્યે જાગૃતિ લાવવાનો પ્રયાસ કરાયો હતો.
    Click here to Read More
    Previous Article
    Apple Design Awards 2026: Indian app Guitar Wiz wins inclusivity honour
    Next Article
    How the AI chip boom helped South Korea overtake India among the world's largest stock markets

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment