Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નવસારીમાં જર્જરિત મકાનનો સ્લેબ ધસી પડતાં આધેડનું મોત:બપોરે ઘરમાં સૂતા હતા ને અચાનક સ્લેબ તૂટ્યો, કલાકો બાદ તંત્રને જાણ થતાં મૃતદેહ બહાર કઢાયો

    1 day ago

    નવસારીના શાંતિદેવી રોડ પાસે આવેલા એક જર્જરિત મકાનનો સ્લેબ અચાનક ધસી પડતાં એક આધેડનું કાટમાળ નીચે દબાઈ જવાથી કરૂણ મોત નીપજ્યું છે. આ ઘટનાને પગલે સ્થાનિક પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે. સૂતા હતા ને કાળ ભેટી ગયો મળતી માહિતી મુજબ, આ દુર્ઘટના શાંતિદેવી રોડ પાસે આવેલા સરસ્વતી એપાર્ટમેન્ટની બાજુમાં, ગોકુલ નિવાસ બ્લોકમાં ઘટી હતી. ગઈકાલે બપોરે ધર્મેશભાઈ નામના આધેડ પોતાના ઘરમાં સૂતા હતા, તે દરમિયાન અચાનક જ મકાનનો સ્લેબ તૂટી પડ્યો હતો. જેથી ધર્મેશભાઈ કાટમાળ નીચે દબાઈ ગયા હતા. આજે સવારે આશરે 10 વાગ્યાની આસપાસ જ્યારે તપાસ કરવામાં આવી ત્યારે સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો હતો. તપાસ દરમિયાન ધર્મેશભાઈ કાટમાળ નીચેથી મૃત હાલતમાં મળી આવ્યા હતા. પોલીસ અને વહીવટી તંત્ર ઘટનાસ્થળે ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકો અને સ્થાનિક આગેવાનો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને મદદ માટે દોડધામ શરૂ કરી દીધી હતી. પોલીસ કાફલો અને એમ્બ્યુલન્સ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયા હતા. પોલીસે સ્થાનિકોની મદદથી મૃતદેહને બહાર કાઢીને પીએમ અર્થે નવસારી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યો છે. હાલમાં પોલીસે આ અકસ્માત અંગે ગુનો નોંધીને સમગ્ર મામલે આગળની કાયદેસરની તપાસ અને કાર્યવાહી હાથ ધરી છે. મકાન કેટલું જર્જરિત હતું અને આ અકસ્માત પાછળ અન્ય કોઈ કારણો જવાબદાર છે કે કેમ તે દિશામાં પણ તપાસ થઈ શકે છે.
    Click here to Read More
    Previous Article
    બાઈક રીક્ષામાં ઘૂસી ગઈ, પાછળ આવતી ટ્રકે મહિલાને કચડી નાખી:કલોલના અંબિકા બસ સ્ટેન્ડ પાસે અકસ્માત, અમદાવાદ-મહેસાણા હાઈવે ડેથ ટ્રેપ બન્યો; તંત્ર મૂકપ્રેક્ષક
    Next Article
    જામનગરમાં પોલીસનું જાગૃતિ અભિયાન:યુવાનોને સાયબર ક્રાઈમ, નશાબંધી, ટ્રાફિક નિયમો વિશે માહિતગાર કરાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment