Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    - તો ભારતમાં પેટ્રોલ-ડીઝલની ભારે તંગી થશે:અમેરિકી વિદેશ મંત્રી માર્કો રુબિયોની ચેતવણી, રશિયા પાસેથી ઓઈલ ખરીદવા પર પ્રતિબંધ મૂકીશું

    23 घंटे पहले

    અમેરિકી વિદેશ મંત્રી માર્કો રુબિયોએ રશિયન ઓઈલ પર મળેલી છૂટને વહેલી તકે ખતમ કરવાની વાત કહી છે. આ નિર્ણયની બીજા ઘણા દેશોમાં અને ખાસ કરીને ભારતમાં પણ અસર જોવા મળી શકે છે. અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રુબિયોએ કહ્યું છે કે અમેરિકા રશિયન ઓઈલ પર આપવામાં આવેલી છૂટને વહેલી તકે ખતમ કરશે. તેમણે કહ્યું કે આ મામલે નિર્ણય યુએસ ટ્રેઝરી ડિપાર્ટમેન્ટને લેવાનો છે. રુબિયોએ કહ્યું કે છૂટ ચાલુ રાખવી ગ્લોબલ એનર્જી ટ્રેડની વર્તમાન પરિસ્થિતિઓ અને અમેરિકાની વ્યાપક નીતિગત બાબતો પર નિર્ભર કરે છે. રુબિયોના આ નિવેદને પહેલાથી જ ઊંચા ઓઈલના ભાવ વચ્ચે ચિંતા વધુ વધારી દીધી છે. જો રશિયન ઓઈલ પર છૂટ બંધ થાય તો તેની અસર ભારત પર પણ જોવા મળી શકે છે. અમેરિકી વિદેશમંત્રી માર્કો રૂબિયો દસ દિવસ પહેલાં એટલે મે મહિનાના અંતિમ અઠવાડિયામાં જ પત્ની સાથે ભારતના પ્રવાસે આવ્યા હતા. તે જયપુર, આગ્રા અને કોલકત્તા પણ ગયા હતા. દિલ્હીમાં વિદેશમંત્રી એસ જયશંકર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મિટિંગ કરી હતી. તેમ છતાં રૂબિયોએ અમેરિકા પહોંચીને પોત પ્રકાશ્યું છે. રશિયાના ક્રૂડ ઓઇલ પર ભારતની નિર્ભરતા રશિયામાંથી મળતું ક્રૂડ ઓઇલ ભારતમાં મોંઘવારીથી બચવા માટે સૌથી મોટું કવચ છે. જ્યારે યુક્રેન યુદ્ધ પછી પશ્ચિમી દેશોએ રશિયા સાથે સંબંધો તોડી નાખ્યા ત્યારે ભારતે તેનો ફાયદો ઉઠાવ્યો અને ઓછા ભાવે ઓઈલ ખરીદવાનું ચાલુ રાખ્યું. ભારતે ખરીદી વધારી દીધી અને રશિયાએ પણ ડિસ્કાઉન્ટ આપ્યું. રશિયાના ઓઈલની અર્થવ્યવસ્થા એટલી આકર્ષક હતી કે તેને અવગણી શકાય તેમ નહોતું. રશિયન ક્રૂડ ઓઇલ સસ્તું હતું. માલસામાનના પરિવહનના માર્ગો વ્યવસ્થાપન યોગ્ય હતા. રિફાઇનર કંપનીઓને સારો નફો થયો. સમય જતાં રશિયા ભારતનું સૌથી મોટું ક્રૂડ ઓઇલ સપ્લાયર બન્યું. પછી ઈરાન યુદ્ધ થયું. જેમ જેમ પર્શિયન ગલ્ફ અને હોર્મુઝ સ્ટ્રેટની આસપાસ તણાવ વધ્યો, તેમ તેમ ગ્લોબલ ઓઈલ માર્કેટ ઝડપથી નીચે જતી ગઈ. ડર વધ્યો કે સાઉદી અરેબિયા, ઇરાક, કુવૈત અને UAEમાંથી સપ્લાયમાં અવરોધ આવી શકે છે. ત્યારે જ અમેરિકાએ થોડા સમય માટે પ્રતિબંધોમાં છૂટ આપીને નિયમો હળવા કર્યા. આ છૂટથી દેશો કોઈપણ તાત્કાલિક દંડ વિના પહેલાથી લોડ કરાયેલા રશિયન ક્રૂડ ઓઇલના કાર્ગો ખરીદવાનું ચાલુ રાખી શકતા હતા. ભારતે તેને વધારવા માટે ખૂબ દબાણ કર્યું. ઇન્ડોનેશિયાએ પણ આવું જ કર્યું. વોશિંગ્ટન થોડા સમય માટે સંમત થયું, એવો તર્ક આપતા કે ગ્લોબલ એનર્જી સ્થિરતા મહત્વપૂર્ણ છે. પરંતુ અમેરિકાની અંદર રાજકીય દબાણ વધતું રહ્યું. અમેરિકી સાંસદો અને યુરોપિયન ભાગીદારોએ કહ્યું કે આ છૂટ ખરેખર મોસ્કોને વધુ પૈસા કમાવવામાં મદદ કરી રહી હતી, એવા સમયે જ્યારે પશ્ચિમી દેશો યુક્રેન યુદ્ધને લઈને રશિયાને આર્થિક રીતે અલગ પાડવાનો પ્રયાસ કરી રહ્યા હતા. છૂટછાટ ખતમ થવાથી ભારત પર શું અસર થશે? અમેરિકી વિદેશ મંત્રી માર્કો રુબિયોએ કહ્યું છે કે US આ છૂટછાટ ખતમ કરશે. જ્યારે આ છૂટછાટ ખતમ થઈ જશે, ત્યારે ભારતને મળતા ઓઈલનું ચિત્ર પણ બદલાઈ શકે છે. ભારત માટે સૌથી મોટી સમસ્યા નિર્ભરતાની છે. ભારત તેની ક્રૂડ ઓઇલની જરૂરિયાતોનો 85 ટકાથી વધુ આયાત કરે છે. ઓઈલની કિંમતોમાં કોઈપણ સતત વધારો સીધો મોંઘવારી, સરકારી નાણાં, ઘરેલું બજેટ અને આર્થિક વૃદ્ધિ પર અસર કરે છે. છૂટછાટના સમયે ભારત રશિયન ક્રૂડ પર ખૂબ જ નિર્ભર થઈ ગયું હતું. કેપ્લર ડેટા અનુસાર, મે મહિનામાં ભારતની રશિયન ઓઈલની આયાત વધીને રેકોર્ડ 2.3 મિલિયન બેરલ પ્રતિ દિવસ થઈ ગઈ હતી. કેટલાક મહિનાઓમાં, રશિયન ક્રૂડ ભારતની કુલ ઓઈલ આયાતનો લગભગ અડધો ભાગ હતો. કારણ સરળ હતું. રશિયન ઓઈલે ભારતને વધતી વૈશ્વિક ક્રૂડ કિંમતોથી થતા નુકસાનને ઘટાડવામાં મદદ કરી. તે છૂટછાટ વિના ગણતરી મુશ્કેલ બની જાય છે. જો રિફાઇનરને પ્રતિબંધના ડરથી રશિયા પાસેથી ખરીદી ઓછી કરવી પડે, તો તેમને એવા સમયે મિડલ ઇસ્ટના સપ્લાયર તરફ પાછા ફરવું પડી શકે છે, જ્યારે તે વિસ્તાર પોતે અસ્થિર છે અને કિંમતો આસમાને પહોંચી રહી છે. આનાથી ભારતનું ઓઈલ આયાત બિલ ઝડપથી વધી શકે છે. એકવાર જ્યારે ઓઈલની કિંમતો લાંબા સમય સુધી ઊંચી રહે છે, ત્યારે આ દબાણ આખરે ગ્રાહક સુધી પહોંચે છે. પેટ્રોલની કિંમતો, ડીઝલની કિંમતો, LPG સિલિન્ડર, હવાઈ ભાડું, લોજિસ્ટિક્સનો ખર્ચ અને ખાદ્ય મોંઘવારી બધું એકસાથે વધવા લાગે છે. જો અમેરિકા કડક વલણ રાખશે તો ભારત માટે સંકટના વાદળો સર્જાશે. મે મહિનામાં રશિયાથી ઓઈલની આયાત રેકોર્ડ સ્તરે પહોંચી અમેરિકી છૂટની ડેડલાઇન પૂરી થાય તે પહેલાં ભારતીય રિફાઇનરી કંપનીઓએ રશિયા પાસેથી ક્રૂડ ઓઇલની ખરીદી ઘણી ઝડપી કરી દીધી છે. ડેટા ઇન્ટેલિજન્સ એજન્સી કેપલરના આંકડા મુજબ, મે મહિનામાં અત્યાર સુધીમાં ભારતની રશિયન ઓઈલની આયાત રેકોર્ડ 23 લાખ બેરલ પ્રતિ દિવસના સ્તરે પહોંચી ગઈ છે, જે અત્યાર સુધીનો સૌથી ઊંચો આંકડો છે. વિશ્લેષકોનું અનુમાન છે કે સમગ્ર મે મહિનાની સરેરાશ આયાત પણ લગભગ 19 લાખ બેરલ પ્રતિ દિવસની આસપાસ રહી છે. ભારત ઊર્જા જરૂરિયાતો માટે રશિયન ઓઈલ ખરીદતું રહ્યું છે ગયા વર્ષે નવેમ્બરમાં યુક્રેન સાથેના યુદ્ધને કારણે ટ્રમ્પ પ્રશાસને રશિયન ઓઈલ કંપનીઓ લુકોઇલ અને રોઝનેફ્ટ પર કડક પ્રતિબંધો લગાવ્યા હતા. ત્યારબાદ જાન્યુઆરીમાં ભારતની રશિયન ઓઈલની આયાત ઘટીને 11 લાખ બેરલ પ્રતિ દિવસ રહી ગઈ હતી, જે નવેમ્બર 2022 પછી સૌથી ઓછી હતી. જો કે, ફેબ્રુઆરીમાં આ હિસ્સેદારી ફરીથી વધીને 30% સુધી પહોંચી ગઈ છે. ભારત સતત તેની ઊર્જા જરૂરિયાતો પૂરી કરવા માટે રાહત દરે રશિયન તેલ ખરીદતું રહ્યું છે.
    Click here to Read More
    Previous Article
    For 700 Delhi Gymkhana Club employees, one question looms: What happens to us?
    Next Article
    દિલ્હીમાં રેસ્ટોરન્ટમાં આગ લાગી, 10નાં મોત:માલવિયાનગરમાં અકસ્માત, 11 લોકોને બચાવવામાં આવ્યા

    Related International Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment