Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નવસારીના વેસ્મામાં ફેક્ટરીમાં ભીષણ આગ લાગી:વિસ્તારમાં અફરાતફરી મચી, ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા, લાખોનો માલસામાન બળીને ખાખ

    1 day ago

    નવસારી જિલ્લાના જલાલપોરના વેસ્મા ગામ નજીક આવેલી 'જલતારા પ્રોસેસર્સ' નામની ફેક્ટરીમાં આજે ભીષણ આગ ફાટી નીકળી હતી. આ ઘટના રાજહંસ ઝેસ્ટ્રો પરિસરમાં બની હતી. આગ એટલી વિકરાળ હતી કે, ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી આકાશમાં દેખાતા હતા, જેના કારણે આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં જ નવસારી અને પલસાણા ફાયર ફાઇટરોની ટીમો તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. ફાયર વિભાગના જવાનોએ કલાકોની ભારે જહેમત બાદ પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવ્યો હતો. સદનસીબે, આગ લાગી ત્યારે સમયસર સાવચેતીના પગલાં લેવાયા હોવાથી કોઈ જાનહાનિ થઈ નથી. આ એક મોટી રાહતની વાત છે. જોકે, આ ભીષણ આગને કારણે ફેક્ટરીમાં રાખેલો લાખો રૂપિયાનો માલસામાન અને મશીનરી બળીને ખાખ થઈ ગયા છે, જેનાથી કંપનીને મોટું આર્થિક નુકસાન થયું છે. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ જાણી શકાયું નથી. શોર્ટ સર્કિટ કે અન્ય કોઈ ટેકનિકલ ખામીના કારણે આગ લાગી હોવાની શક્યતા છે. સ્થાનિક પોલીસ અને વહીવટીતંત્ર દ્વારા આગ લાગવાના ચોક્કસ કારણો જાણવા માટે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    નવી વરસાદી કાંસમાં ટ્રક ખૂંપી:નવસારીના વીરાવળ વિસ્તારમાં પ્રી-મોન્સૂન કામગીરીની ગુણવત્તા પર સવાલ, તંત્રની પોલ ખૂલી
    Next Article
    મોરબીમાં ચોમાસા પહેલાં તંત્રની કાર્યવાહી:મચ્છુ નદી પટમાંથી ઝૂંપડાં દૂર કરાયા, જોખમી વિસ્તારો ખાલી કરાશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment