Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઇન્સ્ટાગ્રામ પર અભદ્ર ટિપ્પણી અને ધમકી:આણંદ સાયબર ક્રાઇમે ખંભાતના ત્રણ આરોપીઓની ધરપકડ કરી

    1 day ago

    આણંદ સાયબર ક્રાઇમ પોલીસે સોશિયલ મીડિયાનો દુરુપયોગ કરી લોકોની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવા અને ધમકી આપવાના ગુનામાં ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. આ કાર્યવાહી ખંભાતમાંથી કરવામાં આવી છે. પોલીસના જણાવ્યા અનુસાર, ફરિયાદીએ આણંદ સાયબર ક્રાઇમ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. કેટલાક શખ્સોએ અલગ-અલગ ઇન્સ્ટાગ્રામ આઇ.ડી.નો ઉપયોગ કરીને ફરિયાદી અને સાહેદ વિરુદ્ધ અભદ્ર ટિપ્પણીઓ કરી હતી. આરોપીઓએ તેમને બદનામ કરવાના ઇરાદે સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ કર્યા હતા અને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. આ મામલે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો તેમજ આઇ.ટી. એક્ટની કલમ 67 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. પોલીસ ઇન્સ્પેક્ટર સી.પી. ચૌધરીના માર્ગદર્શન હેઠળ તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન પોલીસે ત્રણ આરોપીઓને પકડી પાડ્યા છે. પકડાયેલા આરોપીઓમાં કાનજીભાઇ જીવાભાઇ ભરવાડ (રહે. રાહદારી રોડ, ખંભાત), અક્ષય ઉર્ફે લલ્લો નગીનભાઇ ચુનારા (રહે. શક્કરપુર પાધરીયા, ખંભાત, જિ. આણંદ) અને રાજદીપભાઇ જયરાજભાઇ જોષી (રહે. મેતપુર રોડ, મકાન નં.14, શક્તિ પાર્ક સોસાયટી, ખંભાત, જિ. આણંદ) નો સમાવેશ થાય છે. પોલીસ તપાસમાં એ પણ બહાર આવ્યું છે કે આ ત્રણેય આરોપીઓ વિરુદ્ધ અગાઉ ખંભાત શહેર પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ 109, 115 (2), 351(3), 352, 54 અને જી.પી.એક્ટની કલમ 135 મુજબનો ગુનો દાખલ થયેલો છે.
    Click here to Read More
    Previous Article
    બંગાળઃ બળવાખોર TMC ધારાસભ્યો ઋતબ્રત-સંદીપન વિધાનસભા પહોંચ્યા:50 ધારાસભ્યો સાથે હોવાનો દાવો, સ્પીકરને મળી શકે છે, TMC સિમ્બોલની માગ
    Next Article
    મોરબીમાં મચ્છુ કેનાલ ઓવરફ્લો, રસ્તા પર પાણી ભરાયા:ખેડૂતોને સિંચાઈ માટે પાણી નથી મળતું અને અહીં લાખો લીટર પાણીનો બગાડ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment