Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કાવ્યાયન:કાવ્યાયન

    1 day ago

    હરદ્વાર ગોસ્વામી હતી નાખી દીધા જેવી, મજાની એ મગર લાગી, ગઝલમાં વાત મૂકી એટલે એ માતબર લાગી. ઉંમર વિતાવવામાં ખાસ્સી એક આખી ઉંમર લાગી, ઉંમરની એટલે ચહેરા ઉપર પૂરી અસર લાગી. ચપોચપ બંધ બેસે પાઘડી કેવી પ્રતિષ્ઠાની, બધાંએ માથે મૂકી તો બધાંને માપસર લાગી! શિખરને સર કરી શકશો, શિખર પર જિંદગી ક્યાં છે? તળેટી એ જ કારણથી શિખરથી ઉચ્ચતર લાગી. સ્મરણ પીછો ન છોડે ને હું ભાગું જીવ પર આવી, અમારે દોટ લાગી તે પછી તો રાતભર લાગી. હરીશ ઠક્કર બધું જોઈએ કંઈ છોડવું નથી, એમ ના બને મારે કોઈનુંય દિલ તોડવું નથી,એમ ના બને શું મળે શું જોઈએ ને શું ગમેની એકધારી મૂંઝવણ, ને છતાં આ પાંપણ ને પલળવું નથી, એમ ના બને શાને મથો એકબીજાને એકબીજા સમ કરવા, જે ‘જેમ’ છે ‘એમ’ એને ચાહવું છે,-એમ ના બને? ઈચ્છા ને હાથ-પગ નથી એ વાત તો ખરી પણ, પૂરી કરવાને એને દોડવું નથી,એમ ના બને અસીમ મેહતા કેટલું થાકાય છે આ જિંદગીની રાહમાં, શ્વાસ હાંફી જાય છે આ જિંદગીની રાહમાં! લાગણી છુંદી જમાનો જાતને જખ્મી કરી, દિલ મહી સંતાય છે આ જિંદગીની રાહમાં! આપના આ પ્રેમની પડતર દશામાં રાહબર, યાદને વંચાય છે આ જિંદગીની રાહમાં! એમ ધારીને જીવનમાં તું મળે શાયદ ફરી, રાહ બસ જોવાય છે આ જિંદગીની રાહમાં ! આદિત્ય ગોસ્વામી ‘સોરઠ’ માણસ છો કે આતમ સાહેબ, ઓળખ આપો પરથમ સાહેબ. જીવનને કેવું જાણો છો, માટી, ફોરમ, શબનમ સાહેબ. ડર દમખમ ઇશ્વરનો કેવળ, હૈયે રાખો હરદમ સાહેબ. રણઝણશે સિતાર જીવનની, વાગે ભીતર સરગમ સાહેબ. જોષી બાબુલાલ 'દર્શન’ હું શોધું તને ફૂલમાં ને સુગંધમાં તું મળે એવું કંઈક કર... હું આંખ મીંચું તને જોવા ને સ્વપ્નમાં તું મળે એવું કંઈક કર... હું ખોળું દરિયાની લહેરોમાં ને કિનારે જ તું મળે એવું કંઈક કર, હું ઈચ્છું તારી હાજરી ને મારા શ્વાસે શ્વાસે તું મળે એવું કંઈક કર. ડિમ્પલ એસ. બારૈયા આજે પણ જોજો ઘરમાં, આવા પાત્રો જીવતા ભાળશો, મીઠું બોલીને આગ લગાવે, એવા લોભીને વાળશો. મંથરા અને શકુની તો માત્ર, પ્રતીક છે એ કાળના, સાચવીને રાખજો સંબંધો, આ તો દુશ્મન છે ઘરના! મિનેષ પંચાલ ‘ચિત્તપંખી’ રજા ત્યારે હવે, દિલબર! અમારી રાત થઈ પૂરી, મશાલો સાવ બૂઝી, તેલ ખૂટ્યું, વાત થઈ પૂરી; ભરાયો જામ રાત્રિનો ઉપર તરતા હતા તારા, ગયા ડૂબી બધા, ડૂબ્યો વળી મહેતાબ આસ્માને; તમારો કંઠ થાક્યો, ગાન થંભ્યું, વાત થઈ પૂરી, અનેરી એક રાત્રિની અમે માગી હતી મહોબત, સવારે તો જવાનું હા! જુઓ વાગી રહી નોબત; અમારી ઊપડી વણજાર, હારો ઊંટની ચાલી, અને છેલ્લી હવે પ્યાલી- હવે છેલ્લી ચૂમી ને ભૂલવી આ બેહિસ્તની ઝાંખી, તમારા પેરની હિના, ગુલાબી ઓઠની લાલી. ભૂલી જાવી બદન કેરી અહા ! અણમોલ કસ્તૂરી, અમી ખૂશ્બો, અને સુરખી તમારી આંખની ભૂરી, જુઓ મસ્જિદ-મિનારે એ ઝલક આફતાબની આવી; પુકારે બાંગ મુલ્લાં મસ્ત રાગે, વાત થઈ પૂરી, અમે જઇશું ત્યહાં, દિલબર ! નહિ સાકી, નહિ શરબત, ન આ જુલ્ફો તણી ખૂશ્બો, નહિ મ્હેફિલ, નહિ લિજ્જત; અમે મિસ્કીન મુસાફર - ગાનના શોખીન - નહિ ઇજ્જત. અમારા રાહ જુદા ને છતાં આ દર્દ કાં થાતું? તમારા ગાનમાં ડૂબી જિગર મારું થયું ગાતું, અને આ વાત થઈ પૂરી, રજા ત્યારે હવે, દિલબર! અમારી રાત થઈ પૂરી. નાથાલાલ દવે 3-6-1912 | 25-12-1993
    Click here to Read More
    Previous Article
    जौनपुर का रब्बान साधु बन मांग रहा था भीख, असलियत खुली तो कान पकड़कर मांगने लगा माफी
    Next Article
    D K Shivakumar’s swearing-in as Karnataka CM today; avoid these Bengaluru roads

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment