Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગોધરામાં મુખ્ય પાણીની લાઇનમાં ભંગાણ:પાણી પુરવઠો ખોરવાયો, આજે શહેરભરમાં પાણીકાપ રહેશે, સમારકામ ચાલુ

    1 week ago

    ગોધરા શહેરમાં નગરપાલિકાની મુખ્ય પાણીની લાઇનમાં ભંગાણ સર્જાતા પાણી પુરવઠામાં વિક્ષેપ પડ્યો છે. તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે સમારકામ શરૂ કરવામાં આવ્યું છે. ગોધરા શહેરમાં આજે પાણી પુરવઠો ખોરવાશે. મોટી કાંટડી સંપની મુખ્ય પાઇપલાઇનમાં ભંગાણ સર્જાતા સમારકામ હાથ ધરવામાં આવ્યું છે, જેના કારણે શહેરભરમાં આજે 3 જૂન પાણીકાપ રહેશે. ગોધરા નગરપાલિકા હસ્તકના કાંટડી સંપની મુખ્ય સપ્લાય પાઇપલાઇનમાં મોટું ભંગાણ થયું છે. આ તકનીકી ખામીને કારણે આજે સમગ્ર ગોધરા શહેરમાં પાણી પુરવઠો નહીં મળે તેવી શક્યતા છે. પાઇપલાઇનમાં લીકેજ થયા બાદ નગરપાલિકા તંત્ર તાત્કાલિક સક્રિય બન્યું હતું. ગઈકાલથી જ નગરપાલિકાની ટેકનિકલ ટીમ દ્વારા યુદ્ધના ધોરણે સમારકામની કામગીરી શરૂ કરવામાં આવી છે. સમારકામનું કાર્ય પ્રગતિ હેઠળ છે, પરંતુ કામ મોટું હોવાથી આવતીકાલે પણ વિતરણ વ્યવસ્થા બંધ રહેવાની સંભાવના છે. નગરપાલિકા પ્રશાસન દ્વારા નાગરિકોને પાણીનો બગાડ ન કરવા અને ઉપલબ્ધ પાણીનો કરકસરપૂર્વક ઉપયોગ કરવા અપીલ કરવામાં આવી છે. નગરપાલિકા પ્રમુખે જણાવ્યું હતું કે, કામગીરી પૂર્ણ થતાં જ પાણી પુરવઠો પૂર્વવત કરી દેવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    હેલિકોપ્ટર પાસે પાયલટે ગર્લફ્રેન્ડને રિંગ પહેરાવી:નાસિકના આર્મી પાયલટે ગ્રેજ્યુએશન ફંક્શનમાં જ પ્રપોઝ કરી દીધું; બંને પાંચ વર્ષથી પરિચયમાં હતાં
    Next Article
    મહીસાગરમાં જાનૈયાઓનો જોખમી સ્ટંટ:ચાલતી કારના બોનેટ પર ડાન્સ, પોલીસે ગુનો નોંધી સ્કોર્પિયો અને બોલેરો કાર જપ્ત કરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment