Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોડાસાના અણદાપુરમાં વાવાઝોડાથી મકાનોના છાપરા ઉડ્યા:કેટલાક વૃક્ષો ધરાશાયી, અનેક પરિવારો મુશ્કેલીમાં; ગ્રામજનોએ વળતરની માંગ કરી

    2 weeks ago

    અરવલ્લી જિલ્લામાં મોડી રાત્રે આવેલા વાવાઝોડાએ વ્યાપક નુકસાન પહોંચાડ્યું છે. મોડાસા તાલુકાના અણદાપુર ગામે અનેક મકાનોના છાપરા ઉડી ગયા હતા. આ ઉપરાંત, વૃક્ષો ધરાશાયી થયા હતા અને એક ગાયને ઈજા થઈ હતી. અણદાપુર ગામમાં મકાનોના પતરા ઉડી જતાં અનેક પરિવારો મુશ્કેલીમાં મુકાયા છે. એક ઘર આગળ લીમડો પડતાં એક ગાયને ઈજા પહોંચી હતી. વાવાઝોડાના કારણે હોર્ડિંગ્સ અને અન્ય વૃક્ષોને પણ નુકસાન થયું છે. ગામના વતની નવા બામણિયાએ જણાવ્યું હતું કે, ગઈકાલે રાત્રે આશરે સાડા દસ વાગ્યે વાવાઝોડું આવ્યું હતું. જેના કારણે તેમના ભાઈના ઘરના પતરા ઉડી ગયા હતા. તેમણે ઉમેર્યું હતું કે, બાજુના ગામમાં પણ કેટલાક મકાનોના છાપરા ઉડ્યા હતા અને એક ભેંસ પર છાપરું પડતાં તેને પણ ઈજા થઈ હતી. આશરે ચાલીસ હજાર રૂપિયાનું નુકસાન થયું હોવાનો અંદાજ છે. હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી મુજબ, છેલ્લા બે દિવસથી અરવલ્લી જિલ્લામાં વાવાઝોડા અને વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. મોડી રાત્રે ભારે પવન સાથે વરસાદ પણ પડ્યો હતો. આ નુકસાન અંગે ગ્રામજનોએ તંત્ર પાસે વળતર ચૂકવવાની માંગ કરી છે.
    Click here to Read More
    Previous Article
    વસ્તી ગણતરીમાં ST-SCની જેમ OBC માટે પણ અલગ કોલમ રાખો:AAP દ્વારા અધિક કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ
    Next Article
    બોટાદથી સાળંગપુર-બરવાળાને જોડતો માર્ગ બિસ્માર હાલતમાં:ઠેર ઠેર મોટા ખાડા પડતા વાહનચાલકોને હાલાકી, અકસ્માતનો ભય, રસ્તાનું સમારકામ કરવાની માંગ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment