Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ત્રિશાએ પાલતું શ્વાનનો ફોટો શેર કરી ટ્રોલ્સને સણસણતો જવાબ આપ્યો:થલાપતિ વિજય સાથે અફેરની ચર્ચા વચ્ચે ઇન્સ્ટા. સ્ટોરી વાયરલ; 'મેજિકલ મે'ના ફોટો શેર કર્યા

    12 hours ago

    સાઉથ સ્ટાર ત્રિશા કૃષ્ણન હાલમાં તેના ખાસ મિત્ર અને તમિલનાડુના મુખ્યમંત્રી થલાપતિ વિજય સાથેના રિલેશનશિપને લઈને ચર્ચામાં છે. સોશિયલ મીડિયા પર કેટલાક યુઝર્સ તેમના સંબંધને પસંદ કરી રહ્યા છે, તો કેટલાક યુઝર્સ સતત ત્રિશાને ટ્રોલ કરી રહ્યા છે. હવે એક્ટ્રેસે ટ્રોલ્સને સણસણતો જવાબ આપ્યો છે. પાલતું શ્વાનનો ફોટો શેર કર્યો ત્રિશા કૃષ્ણને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર તેના પેટ (પાલતું શ્વાન) ઇઝીનો ફોટો શેર કર્યો છે. ફોટોમાં ઇઝી તેના બેડ પર શાંતિથી ઊંઘતું જોવા મળી રહ્યું છે. આ ફોટોની સાથે ત્રિશાએ લખ્યું કે, 'ફક્ત આને જ મારી જિંદગીમાં દખલ દેવાની પરવાનગી છે' (ધ ઓન્લી નોઝ આઇ અલાવ ઇન માય બિઝનેસ). ત્રિશાની આ સ્ટોરીને મોટાભાગના યુઝર્સ ટ્રોલ્સને સીધો જવાબ માની રહ્યા છે, જેઓ છેલ્લા લાંબા સમયથી ત્રિશાના અંગત જીવનને લઈને અટકળો લગાવી રહ્યા છે. ત્રિશાએ 'મેજિકલ મે'ના ફોટો શેર કર્યા ત્રિશા ક્રૃષ્ણને આ સ્ટોરી ઉપરાંત ઇન્સ્ટાગ્રામ પર કેટલાક ફોટો શેર કર્યા છે. તેણે ફોટોના કેપ્શનમાં લખ્યું, ‘મે મહિનાની જાદુઈ યાદોની કેટલીક વધુ તસવીરો, જે આગામી લાંબા સમય સુધી મારા ચહેરા પર સ્મિત લાવતી રહેશે.’ વિજયની પત્નીએ લગ્નેત્તર સંબંધનો આરોપ લગાવ્યો નોંધનીય છે કે, સાઉથ સુપરસ્ટાર થલાપતિ વિજયની પત્ની સંગીતા સોનાર્લિંગમે થોડા મહિના પહેલાં કોર્ટમાં છૂટાછેડાની અરજી દાખલ કરી હતી. તે સમયે તેણે કોઈનું નામ લીધાં વિના પતિના લગ્નેત્તર સંબંધનો આરોપ લગાવ્યો હતો. આ આરોપ લાગ્યાના તરત બાદ જ વિજય અને ત્રિશા એક લગ્ન સમારોહમાં પહોંચ્યાં હતાં. બંનેએ મેચિંગ કપડાં પહેર્યાં હતાં. બંનેને સાથે જોઈને યુઝર્સે અટકળો લગાવવાની શરૂ કરી દીધી હતી. અજીત કુમારની માતાના નિધન પર બંને સાથે પહોંચ્યા હતા આ આખો મામલો ત્યારે ફરી ચર્ચામાં આવ્યો, જ્યારે વિજય અને ત્રિશા ચેન્નઈમાં સાઉથ સ્ટાર અજીત કુમારના ઘરે સાથે પહોંચ્યાં. અજીત કુમારના માતા મોહિની મણિનું ઉંમર સંબંધિત બીમારીઓના કારણે નિધન થયું. આ દુઃખની ઘડીમાં ફિલ્મ ઇન્ડસ્ટ્રી અને રાજકારણ સાથે જોડાયેલા ઘણા લોકો અજીતના ઘરે સંવેદના વ્યક્ત કરવા પહોંચ્યા હતા. આ દરમિયાન વિજય ભારે સુરક્ષા વચ્ચે ત્યાં પહોંચ્યા અને અજીતને ગળે લગાવીને સાંત્વના આપી. તેની સાથે ત્રિશા પણ બ્લેક કલરના સલવાર સૂટમાં અજીતના પરિવારને મળવા પહોંચી હતી. બર્થડે અને શપથ ગ્રહણ સમારોહથી વધી અફવાઓ વિજય અને ત્રિશા વચ્ચેની નિકટતાના સમાચાર છેલ્લા કેટલાક મહિનાથી સતત ચર્ચામાં છે. મે મહિનામાં ત્રિશાના જન્મદિવસે એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. તિરુમાલા મંદિરના દર્શન કર્યા પછી ત્રિશા ચેન્નઈમાં વિજયના ઘરેથી નીકળતી જોવા મળી હતી. આ ઉપરાંત જ્યારે વિજયે પોતાની નવી રાજકીય પાર્ટી માટે શપથ ગ્રહણ સમારોહ રાખ્યો હતો, ત્યારે પણ ત્રિશા તેની માતા ઉમા કૃષ્ણન સાથે ત્યાં હાજર હતી. આ બંને ઘટનાઓ પછી સોશિયલ મીડિયા પર તેમના સંબંધોને લઈને ચર્ચા તેજ બની ગઈ હતી. જોકે, સંબંધોની અફવાઓ પર ન તો વિજયે કે ન તો ત્રિશાએ હજુ સુધી કોઈ ઓફિશિયલ નિવેદન આપ્યું છે. બંને આ મામલે મૌન સેવી રહ્યા છે. , થલાપતિ વિજય અને ત્રિશા સંબંધિત આ સમાચાર પણ વાંચો- વિજયનું નામ સાંભળતા જ ત્રિશા શરમાઈ ગઈ:'કરુપ્પુ'ના સ્ક્રીનિંગમાં ચાહકોએ રૂમર્ડ બોયફ્રેન્ડના હાલચાલ પૂછ્યાં, પાણી-પાણી થઈ ગયેલી એક્ટ્રેસે ફોનમાં ધ્યાન પરોવ્યું થલાપતિ વિજયે તમિલનાડુની ચૂંટણીમાં મોટી જીત મેળવી છે. આ દરમિયાન સાઉથ સ્ટાર ત્રિશા કૃષ્ણન સાથેના સંબંધોની ચર્ચાઓએ પણ જોર પકડ્યું છે. તાજેતરમાં ચાહકોએ ત્રિશાને તેના 'ખાસ મિત્ર' વિશે પૂછતાં તેના ગાલે શરમના શેરડા ફૂટી પડ્યા હતા. વિજયનું નામ સાંભળતા જ તે શરમાઈ ગઈ હતી. સંપૂર્ણ સમાચાર વાંચો...
    Click here to Read More
    Previous Article
    7 years, 3 rejections: How an IPS officer took his fight to quit his job all the way to Supreme Court
    Next Article
    મમતા બોલ્યા- પોલીસ TMC કાર્યકર્તાઓને ધમકી આપી રહી છે:હું વિરોધ કરતી રહીશ, લડીશ અથવા મરી જઈશ; TMC નેતાઓના બસ સ્ટોપ પર ધરણા

    Related Entertainment Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment