Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સાબરકાંઠામાં ડિજિટલ વસ્તી ગણતરીનો પ્રથમ તબક્કો શરૂ:ગણતરીદારો દ્વારા મેપિંગ અને નંબરિંગની કામગીરી શરૂ

    2 weeks ago

    સાબરકાંઠા જિલ્લામાં ડિજિટલ વસ્તી ગણતરીના પ્રથમ તબક્કાનો પ્રારંભ થયો છે. આ તબક્કામાં મેપિંગ અને મકાનોના નંબરિંગની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ માટે વહીવટી તંત્ર દ્વારા ૨૯૩૯ તાલીમબદ્ધ ગણતરીદારોની નિમણૂક કરવામાં આવી છે, જેઓ જિલ્લાના દરેક ખૂણેથી ઘરોની વિગતો એકત્રિત કરશે. હિંમતનગર નગરપાલિકા વિસ્તારમાં તાલીમબદ્ધ ગણતરીદારો એકઠા થયા હતા. તેમને સોંપવામાં આવેલા વિસ્તારના નકશાની ચકાસણી કર્યા બાદ, સૌએ પોતપોતાના વિસ્તારમાં મેપિંગ અને મકાનો પર નંબરિંગ કરવાની કામગીરી શરૂ કરી હતી. આ મેપિંગ અને નંબરિંગની કામગીરી આગામી પાંચ દિવસ સુધી ચાલશે. ત્યારબાદ, ઘરે ઘરે જઈને વસ્તી ગણતરીના પ્રથમ તબક્કાની સત્તાવાર શરૂઆત થશે.
    Click here to Read More
    Previous Article
    સરકારે CBSEના ચેરમેન અને સચિવને હટાવ્યા:વિવાદાસ્પદ ઓન-સ્ક્રીન માર્કિંગના ટેન્ડરના તપાસના આદેશ, આજે રી-ઇવેલ્યુએશન પોર્ટલ પર સાયબર હુમલો
    Next Article
    બારડોલી પાસે મહારાષ્ટ્રની 2 ST બસની ટક્કર, 5થી વધુના મોત:એક બસમાં પલટી માર્યા બાદ આગ, મુસાફરો જીવતાં ભૂંજાયા, મૃત્યુ આંક વધી શકે; પલટેલા ટેન્કરના કારણે અકસ્માત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment