Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બોટાદ જિલ્લામાં વહેલી સવારે વરસાદ:વીજળીના કડાકા સાથે ધીમીધારે વરસાદ, ગરમીથી રાહત

    1 day ago

    બોટાદ શહેર અને જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં આજે વહેલી સવારે વાતાવરણમાં પલટો આવ્યો હતો. વીજળીના કડાકા-ભડાકા સાથે ધીમીધારે વરસાદ શરૂ થયો હતો, જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. બોટાદ શહેરના પાળીયાદ રોડ, ટાવર રોડ, ગઢડા રોડ, ભાવનગર રોડ અને જ્યોતિગ્રામ સર્કલ સહિતના વિવિધ વિસ્તારોમાં વરસાદ નોંધાયો હતો. શહેરમાં ક્યાંક ઝરમર તો ક્યાંક ધીમીધારે વરસાદ વરસતા રસ્તાઓ ભીના બન્યા હતા. જિલ્લાના બરવાળા, સાળંગપુર, સમઢીયાળા, સેથળી, લાઠીદડ અને પાળીયાદ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો હતો. આ ઉપરાંત, રાણપુર તાલુકાના નાગનેશ, દિવળિયા, બોડીયા, માલણપુર, કિનારા અને રાણપુર વિસ્તારમાં પણ ધીમીધારે વરસાદ વરસ્યો હતો. વહેલી સવારે ગાજવીજ સાથે શરૂ થયેલા આ વરસાદને કારણે ઉકળાટભર્યા વાતાવરણમાંથી લોકોને રાહત મળી હતી. જિલ્લાના વિવિધ વિસ્તારોમાં વરસાદની તીવ્રતા અલગ-અલગ જોવા મળી હતી. હવામાન વિભાગ દ્વારા આગામી કલાકોમાં પણ વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    ભરૂચમાં પવન સાથે પ્રી-મોન્સૂન વરસાદ વરસ્યો:વાતાવરણમાં ઠંડક પ્રસરી, પ્રી-મોન્સૂન કામગીરીની ખામીઓ ખુલ્લી પડી
    Next Article
    ED Searches Vedanta-Linked Premises In Delhi, Mumbai Over FEMA Probe

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment