Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સાબરકાંઠાના ત્રણ તાલુકામાં વરસાદ નોંધાયો:તલોદમાં એક ઇંચ, હિંમતનગરમાં અડધો ઇંચ વરસાદ

    1 day ago

    સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા 24 કલાક દરમિયાન આઠમાંથી ત્રણ તાલુકામાં વરસાદ નોંધાયો છે. તલોદમાં એક ઇંચ (28 મિમી) અને હિંમતનગરમાં અડધો ઇંચ (9 મિમી) વરસાદ પડ્યો હતો. વિજયનગરમાં 2 મિમી વરસાદ નોંધાયો હતો. ગત રાત્રિએ જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો હતો. હિંમતનગર, તલોદ, વિજયનગર અને વડાલી આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં સોમવારે રાત્રે વાવાઝોડા સાથે વરસાદ વરસ્યો હતો. હિંમતનગરમાં વાવાઝોડું ફૂંકાયા બાદ વરસાદ પડતાં કેટલાક વિસ્તારોમાં રાત્રિ દરમિયાન વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો. રસ્તા પરની સ્ટ્રીટ લાઇટો બંધ થતાં અંધારપટ છવાઈ ગયો હતો. વડાલી અને તેની આસપાસના ગ્રામ્ય વિસ્તારો જેવા કે કુબાધરોલ, વરતોલ કંપા અને બાબસર સહિતના પંથકમાં પણ ભારે પવન સાથે વરસાદી ઝાપટાં પડ્યાં હતાં. રાત્રિના સમયે અચાનક શરૂ થયેલા આ વરસાદથી રસ્તાઓ ભીના થઈ ગયા હતા.
    Click here to Read More
    Previous Article
    રાજસ્થાનમાં સેનાના ગ્રેનેડિયરનું અકસ્માતમાં નિધન:ત્રણ વર્ષના માસૂમે પિતાને મુખાગ્નિ આપી, સન્માન સાથે અંતિમ સંસ્કાર; પાર્થિવ દેહ જોઈને પત્ની ધ્રુસકે ધ્રુસકે રડી પડી
    Next Article
    ભરૂચમાં પવન સાથે પ્રી-મોન્સૂન વરસાદ વરસ્યો:વાતાવરણમાં ઠંડક પ્રસરી, પ્રી-મોન્સૂન કામગીરીની ખામીઓ ખુલ્લી પડી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment