Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    માળિયા મીયાણામાં ઘરના આંગણામાં આધેડ પર ફાયરિંગ:સારવાર મળે એ પહેલા જ દમ તોડ્યો, દોઢ વર્ષ જૂની અદાવતનો લોહિયાળ અંજામ

    1 day ago

    મોરબી જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલો ઊભા કરતી એક સનસનાટીભરી ઘટના સામે આવી છે. માળિયા મીયાણા શહેરમાં જૂના બસ સ્ટેશન પાસે સોમવારે મોડી સાંજે એક આધેડની ગોળી મારીને હત્યા કરવામાં આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. આ લોહિયાળ ખેલ જૂની અદાવતનો ખાર રાખીને ખેલાયો હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. ફળિયામાં બેઠા હતા અને આડેધડ ફાયરિંગ કર્યું માળિયા શહેરમાં જૂના બસ સ્ટેશન પાસે રહેતા 51 વર્ષીય હૈદરભાઈ સુમારભાઈ મોવર સોમવારે મોડી સાંજના 8:30 વાગ્યે પોતાના ઘરના ફળિયામાં બેઠા હતા. આ દરમિયાન અચાનક ત્યાં ધસી આવેલા એક શખ્સ દ્વારા તેમના પર આડેધડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. ફાયરિંગ દરમિયાન છરા વાગવાને કારણે હૈદરભાઈ ગંભીર રીતે ઘવાઈને લોહીલુહાણ હાલતમાં ઢળી પડ્યા હતા. સારવાર મળે તે પહેલા જ રસ્તામાં તોડ્યો દમ ઘટનાને પગલે પરિવારજનોમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. ગંભીર રીતે ઈજાગ્રસ્ત આધેડને તાત્કાલિક સારવાર માટે માળિયાની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે મોરબી ખસેડાઈ રહ્યા હતા. જોકે, મોરબી પહોંચે તે પહેલા રસ્તામાં જ તેમણે દમ તોડી દીધો હતો, જેથી આ બનાવ હત્યામાં પલટાયો હતો. ત્યારબાદ મૃતદેહને પીએમ અર્થે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યો હતો. જૂની અદાવતમાં આ હત્યા કરાઈ : પીઆઈ માળિયા તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઈ આર.એસ. પટેલે જણાવ્યું હતું કે હત્યાના આ બનાવમાં પ્રાથમિક તપાસ દરમિયાન જ આરોપીની ઓળખ થઈ ગઈ છે.સફીરભાઈ મુસાભાઈ મોવાર નામના શખ્સ દ્વારા આ ફાયરિંગ કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે. અંદાજે દોઢ વર્ષ પહેલાં મૃતક હૈદરભાઈ દ્વારા સફીરભાઈ ઉપર ફાયરિંગ કરવામાં આવ્યું હતું, જે જૂની અદાવત અને વેરનો ખાર રાખીને સફીરભાઈએ આ હુમલો કરી હત્યા નીપજાવી છે. પોલીસનો ચુસ્ત બંદોબસ્ત આ ચકચારી બનાવની જાણ થતાં જ માળિયા મિયાણા તાલુકા પોલીસ સ્ટેશનનો કાફલો તુરંત હરકતમાં આવ્યો હતો. પોલીસે કોઈપણ અનિચ્છનીય બનાવ ના બને તે માટે તાત્કાલિક ઘટના સ્થળે તેમજ હોસ્પિટલ ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો છે. હાલમાં પોલીસે મૃતકના પરિવારજનોની ફરિયાદ લેવાની પ્રક્રિયા હાથ ધરી છે અને ફરાર આરોપી સફીર મોવારને ઝડપી લેવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. મોરબી જિલ્લામાં રોજબરોજ બનતી હત્યા, હત્યાના પ્રયાસ અને મારામારીની ઘટનાઓને પગલે સ્થાનિક પોલીસના અસ્તિત્વ સામે પણ સવાલો ઊભા થઈ રહ્યા છે.
    Click here to Read More
    Previous Article
    વડોદરા શહેર AAP પ્રમુખ અને તેના પુત્રની સામે દુષ્કર્મની ફરિયાદ:મહિલાને દારૂ પીવડાવી અશ્લીલ વીડિયો ઉતારી દુષ્કર્મ કર્યું, વીડિયો વાયરલ કરવાની ધમકી આપી
    Next Article
    Florida sues OpenAI and CEO Sam Altman, claiming company concealed serious risks of ChatGPT

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment