Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની મોડી રાત્રે હાઈલેવલ બેઠક:‘ઓપરેશન મ્યુઅલ હન્ટ’ ફરી શરૂ કરવા અને ભાડે અપાતા બેંક એકાઉન્ટ્સ પર ત્રાટકવા કડક આદેશ

    1 day ago

    રાજ્યના નાયબ મુખ્યમંત્રી અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા મોડી રાત્રે પોલીસ વડા અને ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે તે વીડિયો કોન્ફરન્સ ના માધ્યમથી બેઠક કરી હતી. સાયબર સુરક્ષાને લઈને બેઠક કરવામાં આવી હતી જેમાં સાયબર ક્રાઈમના વધતા જતા ગુનાઓને કેવી રીતે અટકાવી શકાય અને ડિજિટલ ગુનાઓમાં કરવામાં આવતી કામગીરી અંગેની સમીક્ષા કરવામાં આવી હતી. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ઓપરેશન મ્યુઅલ હન્ટ ફરીથી શરૂ કરવા માટેની સૂચના આપવામા આવી છે. સાયબર ક્રાઇમ સાથે સંકળાયેલા ગુનેગારોને પકડવા માટે રણનીતિ તૈયાર કરવા જણાવ્યું છે. સાયબર ક્રાઇમના ગુનાઓ આચારવા માટે જે બેંક એકાઉન્ટને ભાડે લેવામાં આવે છે એવા બેન્ક એકાઉન્ટોને શોધી અને તેના મારફતે સાયબર ક્રાઈમ કરતા ગુનેગારોના મૂળ સુધી જવા માટેની પણ સૂચના આપી હોવાનું જાણવા મળ્યું છે. સચિવાલય ખાતે અધિકારીઓની દોડધામ, તમામ SP અને CP હાજર ગૃહ મંત્રી દ્વારા અચાનક બોલાવવામાં આવેલી આ મોડી રાતની બેઠકને પગલે ગાંધીનગર સચિવાલય ખાતે ઉચ્ચ અધિકારીઓની ભારે દોડધામ જોવા મળી રહી છે. રાજ્યના પોલીસ વડા (DGP) થી લઈને તમામ મોટા ગજાના અધિકારીઓ સચિવાલય ખાતે પહોંચી ચૂક્યા છે. આ ઉપરાંત, વીડિયો કોન્ફરન્સના માધ્યમથી યોજાઈ રહેલી આ બેઠકમાં રાજ્યના તમામ પોલીસ કમિશનરો (CP), રેન્જ આઈજી (IG) અને ડીઆઈજી (DIG), જિલ્લા પોલીસ વડાઓ (SP) તમામ ઉચ્ચ અધિકારીઓ આ કોન્ફરન્સમાં લાઈવ હાજર રહીને પોતાના વિસ્તારની સુરક્ષા સ્થિતિનો ચિતાર આપી રહ્યા છે. સુરક્ષા વ્યવસ્થાને લઈને લેવાઈ શકે છે મોટા અને કડક પગલાં સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, આ ઉચ્ચ સ્તરીય બેઠકનો મુખ્ય એજન્ડા રાજ્યની આંતરિક સુરક્ષા અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિની સઘન સમીક્ષા કરવાનો છે. મોડી રાત્રે યોજાયેલી આ અચાનક બેઠકને પગલે એવી પ્રબળ શક્યતાઓ સેવાઈ રહી છે કે, ગુનેગારો અને અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી કરવા તેમજ સુરક્ષા વ્યવસ્થાને વધુ લોખંડી બનાવવા માટે સરકાર દ્વારા કોઈ મોટા અને મહત્વના નિર્ણયો લેવામાં આવી શકે છે. ગૃહ વિભાગ દ્વારા આગામી દિવસો માટે પોલીસ તંત્રને કોઈ ખાસ એક્શન પ્લાન અથવા કડક દિશાનિર્દેશો આપવામાં આવે તેવી પણ પૂરેપૂરી સંભાવના છે
    Click here to Read More
    Previous Article
    Lionel Messi's 'Unsafe' 70-Foot Statue In Kolkata Removed Six Months After Installation. Watch
    Next Article
    Angelina Jolie and Brad Pitt’s Custody Battle Nears End As Twins Will Turn 18 Next Month

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment